________________
લલિત-વિસ્તરા
છે. એવા ‘તીર્થંકર’નામના નામકર્મના વિપાકોદયથી તીર્થ કરવાના સ્વભાવવાળા ‘તીર્થંકરો' કહેવાય છે. કેમકે; તીર્થકરણ-પ્રવર્ત્તનરૂપ પ્રકારથી જુદા પ્રકારે કહેવાય છે. કેમકે; તીર્થકરણ-પ્રવર્ત્તનરૂપ પ્રકારથી જુદા પ્રકારે તીર્થંકરનામકર્મના ફલનો અનુભવ-વેદવું સંભવી શકતું નથી.
તીર્થ પ્રવર્ત્તન ફલ છે, અને તેમાં ‘તીર્થંક૨ નામનું નામકર્મ નિમિત્ત છે .
(૧) પ્રથમ તીર્થંકર નામકર્મની નિકાચના.
(૨) પછીથી કેવલજ્ઞાન બાદ તીર્થંકર નામકર્મનો વિપાકોદય.
(૩) અને પછી તીર્થ પ્રવર્ત્તન.
(૪) અને પછી તીર્થ પ્રવર્ત્તનદ્વારા ‘જગત્પ્રભુ' તીર્થકર કહેવાય છે .
આવી રીતે તીર્થપ્રવર્ત્તનાદિક્રમ જાણવો.
આ ઉરિભદ્રસૂરિ રચિત
૮૯
હવે શાાકાર, તીર્થપદમાં રહેલ તીર્થનો પરિચય આપે છે.
तत्र येनेह जीवा जन्मजरामरणसलिलं मिथ्यादर्शनाविरति गम्भीरं, महाभीषणकषायपातालं सुदुर्लङ्घ्यमोहावर्त्तरौद्रं विचित्रदुःखौधदुष्टश्वापदं रागद्वेषपवनविक्षोभितं संयोगवियोगवीचीयुक्तं प्रबलमनोरथवेलाकुलं सुदीर्घं संसारसागरं तरन्ति तत्तीर्थमिति,
ભાવાર્થ
તત્ર-તીર્થક૨રૂપ વિશેષણપદ ઘટક તીર્થ એટલે :
જેના વડે અહીં જીવો, જેમાં જન્મ-જરા-મરણરૂપ જલપાણી છે. (આથી આમાં જન્મ-જ૨ા મ૨ણની વ્યાપકતા-વ્યાપ્તિ-ફેલાવ-ભ૨પુ૨તાનું સૂચન થાય છે.) જે મિથ્યાદર્શન (મિથ્યાત્વ) અને અવિરતિથી ગંભીર છે-અગાધ ઉંડો છે. (આથી આમાં ઉન્મજ્જન-પાણીની અંદરથી સપાટી પર આવવું તે-સંસારની સપાટીમોક્ષ ઉ૫૨ લઈ જના૨ શ્રદ્ધા-સંયમ વિગેરે રૂપ ઉન્મજ્જનના અભાવના કારણરૂપ મિથ્યાત્વ-અવિરતિ હોઈ સંસારસાગર ઊંડો-અગાધ-મોટો-વિશાલ-અપાર છે. એવો ધ્વનિ ગુંજે છે.)
અર્થ-તે પુણ્યાનુબંધીપુણ્ય, વૃદ્ધિ પામવાથી, ઉચિત પ્રવૃત્તિથી મોક્ષસાધક એવું તીર્થકરરૂપી ઉત્તમ ફલરૂપે પરીણમે છે એમ જાણવું.
૩ ‘જો જિનનામ ઉદય હુવે રે, તો તીર્થકર લીધ' ચોસઠ પ્રકારી પૂજા-નામકર્મની સાતમી પૂજામાં જો જિનનામ કર્મનો વિપાકોદય હોય ત્યારે તે જીવ તીર્થંકરપણું પામે છે. અને તેનો વિપાકોદય તેરમે ‘સયોગી' નામના ગુણઠાણે થાય છે.
४ ' यदुदयाद् जीवः सदेवमनुजासुरलोकपूज्यमुत्तमोत्तमं परममुनि प्रणीतधर्मतीर्थस्य प्रवर्त्तयितृपदमवाप्नोति तत्तीर्थकरनामेत्यर्थः ' कर्मग्रंथे પ્રશ્ને ટીાવાં ન. ૪૬ પૃ. ૧૪ જેના વિપાકોદયથી જીવ, દેવ, દાનવ-માનવ-લોકથી પૂજ્ય, ઉત્તમોત્તમ, પરમમુનિ પ્રણીત ધર્મતીર્થના પ્રવર્તક પદને (પદવીને, હોદ્દાને) પામે છે તે તીર્થંકર નામનું નામકર્મ કહેવાય છે.
૫ જૈન ધર્મથી વિપરીત-ઉંઘીમતિ-માન્યતા.
૬ પોતપોતાના વિષયમાં ભમતા મનને તથા ઈન્દ્રિયોને કાબૂમાં કે વશમાં નહીં રાખવી, ખૂલ્લી મૂકવી, પૃથ્વીકાયઅકાય-અગ્નિકાય-વાયુકાય-વનસ્પતિકાય-ત્રસકાયરૂપ જીવોની હિંસા તેનું નામ અવિરતિ છે.
તદ્રકરસૂરિ મ.સા.
ગુજરાતી અનુવાદક
આ