________________
લલિત-વિરારા - હરિભદ્રસાર રચિત.
૧૧૬) તથાચ ઉપમા, અરિહંત પરમાત્માના અસાધારણ ગુણોની ખાત્રી કરાવવા દ્વારા કેટલાક શિષ્યો ઉપર ઉપકાર કરનાર છે. એ સંદેહ વગરનો વિષય છે.
શંકા-આ ઉપમા, કેટલાકને ભગવંતના અસાધારણ ગુણોનો નિર્ણય કરાવી ઉપકાર કરે છે. અને કેટલાકને ઉપમા વગર તે ગુણોની ખાત્રી થાય છે. એમાં શું કારણ છે ?
સમાધાન-સાંભળો ! વસ્તુ સ્થિતિ એવી છે કે, “જ્ઞાનઆવરણ આદિ કર્મોનો ક્ષયવિશેષલક્ષણવાળો ક્ષયોપશમ, જુદા જુદા પ્રકારનો પ્રાણીઓમાં હયાતી ધરાવે છે. એટલે ક્ષયોપશમની વિચિત્રતાથી જ કેટલાક શિષ્યોને પ્રકૃત (સિંહ આદિરૂ૫) ઉપમાના ઉપન્યાસ આદિ પ્રકારથી આશય (ચિત્ત-મન-અધ્યવસાય-ભાવ)ની શુદ્ધિ (પ્રસાદ-પ્રસન્નતા-નિર્મલતા સ્વર૭પણું-ચોખ્ખાઈ) થાય છે.
તથાચ જ્ઞાન આવરણ આદિના વિશિષ્ટ ક્ષયરૂપ ક્ષયોપશમ દ્વારા, કેટલાક શિષ્યોને પ્રકૃતિ ઉપમાના ઉપન્યાસ આદિ પ્રકારથી ચિત્તની પ્રસન્નતા-વિશુદ્ધિ થાય છે. અને પછી નિર્મલ ચિત્તરૂપ આદર્શમાં ભગવંતના ઉપર્યુકત અસાધારણ શૌર્ય આદિ ગુણની પ્રતીતિ પ્રતિબિંબિત થાય છે. અર્થાત કેટલાકનો ક્ષયોપશમ જ તાદશ છે કે પ્રકૃતિ ઉપમાના ઉપન્યાસથી જ ચિત્તની વિશુદ્ધિ થાય છે. અને ચિત્ત, વિશુદ્ધ પણ તાદ્રેશ જ થાય છે કે, વિશુદ્ધ થયેલ ચિત્તમાં પ્રભુના અસાધારણ ગુણો, પ્રતીત કે પ્રતિબિંબિત થાય છે.
અતએવ ઉપમા, અસત્ય-અકિંચિત્થર કે અફળ નથી. પરંતુ સત્ય-કિંચિત્કર-સફલ છે.
શંકા જો કે સિંહ આદિરૂપ હીન ઉપમાથી પણ કેટલાક શિષ્યોને ભગવંતના ગુણોની પ્રતીતિ થાય છે. એ સત્ય છે. તો પણ પુરૂષોત્તમ પરમાત્માને સિંહ (પશુરૂપસિંહ) ની સાથે સરખાવવા એ સુંદરયુક્ત નથી.
-ઉપર્યુક્ત શંકાનું સરસ સંતોષકારક સમાધાન
यथाभव्यं व्यापकश्चानुग्रहविधिः, उपकार्यात्प्रत्युपकारलिप्साऽभावेन महतां प्रवर्त्तनात्, महापुरुषप्रणीतश्चाधिकृतदण्डकः, आदिमुनिभिरर्हच्छिष्यैर्गणधरैः प्रणीतत्वाद् अत एवैष महागम्भीरः, सकलन्यायाकरः, भव्यप्रमोदहेतुः परमार्षरूपो निदर्शनमन्येषामिति, न्याय्यमेतद्यदुत 'पुरुषसिंहा' इति ।
ભાવાર્થ-(સમાધાન)
છે, જે પ્રકારે ઉપકારને યોગ્ય હોય, તેના ઉપર તે પ્રકારે ઉપકાર કરવો એ ઉપકારવિધિની વ્યાપકતાનો પરમ આદર્શ છે.”
તથાચ અનુગ્રાહ્ય-કૃપાપાત્રની યોગ્યતા-લાયકાત-પાત્રતાને અનુસારે વ્યાપકસર્વજગજનઅનુગત, અનુગ્રહવિધિઉપકારનું કરવું હોય છે. આ એક અનુપમ નિયમના અનુસારે પરોપકાર પરાયણ પરમપુરૂષો, ભિન્નભિન્ન પાત્રતાવાળા સર્વઉપકાર્ય-અનુગ્રાહ્ય ઉપર એક પદ્ધતિથી ઉપકાર કરતા નથી. પરંતુ પાત્રની પાત્રતા અનુસાર વ્યાપકરૂપે-સર્વ પાત્ર ઉપર અનુગ્રહ કરે છે. જો પાત્રતાની પરવા કર્યા સિવાય અનુગ્રહ થઈ શકતો નથી! કેટલીક-યત્કિંચિત્ વ્યક્તિઓ ઉપર જ અનુગ્રહ થાય ! એટલે અવ્યાપક ગણાય. સબબ કે; જેણે વ્યાપકસકલજગજીવવ્યાપી ઉપકાર કરવો હોય તેણે અવશ્યમેવ યોગ્યતા પારખી તે અનુસાર-પ્રકારે પદ્ધતિએ ઉપકાર
ગાજરાતી અનુવાદક. , ભદ્રકરસૂરિ મ. સા.