________________
કિજ
કાકી
લલિત-વિરારા આ ભિખાવ રચિત
કારણ છે. તસ્વરૂચિરૂપ શ્રદ્ધાની હાજરી હોય તો જ તત્ત્વવિષયકબોધ થાય છે. તસ્વરૂચિરૂપશ્રદ્ધાની ગેરહાજરીમાં તત્ત્વદર્શન થતું નથી.
શંકા–તત્ત્વવિષયકદર્શનકારણ, તત્ત્વરૂચિરૂપ-આત્મધર્મરૂપ શ્રદ્ધાચક્ષુ ભલે હો ! પરંતુ આ તત્ત્વરૂચિશ્રદ્ધાનેત્ર, અન્ય હેતુઓથી સાધ્ય હો ! ભગવસાદથી સાધ્ય ન હો ! અર્થાત્ આ વિશિષ્ટ નેત્રને પરમાત્માની પરમ અમી નજરરૂપ પરમ પ્રસાદરૂપ સાધનથી સાધ્ય ન માનીએ અને બીજા હેતુઓથી સાધ્ય માનીએ તો શો વાંધો ?
–પૂર્વોકત શંકાના સમાધાનપૂર્વક શક્રસ્તાવના ‘ચક્ષુદ રૂપ ૧૬ મા પદનો ઉપસંહાર
न चेयं मार्गानुसारिणी सुखमवाप्यते सत्यां चास्यां भवत्येतन्नियोगतः कल्याणचक्षुषीव सद्रूपदर्शनं नह्यत्र प्रतिबन्धो नियमेन ऋते कालादिति निपुणसमयविदः अयं चाप्रतिबन्ध एव, तथा तद्भवनोपयोगित्वात्, तमन्तरेण तत् सिद्धयसिद्धेः, विशिष्टस्योपादानहेतोरेव तथापरिणतिस्वभावत्वात्, तदेषाऽवन्ध्यबीजभूता धर्मकल्पद्रुमस्येति परिभावनीयं । इयं चेह चक्षुरिन्द्रियं चोक्त्वद्भगवद्भ्य इति चक्षुर्ददतीति चक्षुर्दाः १६ ॥
ભાવાર્થ=(સમાધાન) આતત્ત્વચિરૂપ શ્રદ્ધા, સમ્યગુદર્શન આદિરૂપ મોક્ષમાર્ગને અનુસરનારી (મોક્ષમાર્ગ પ્રત્યે અનુકુલપણાએ ચાલનારી)-મોક્ષરૂપ ફલાનુકૂલ-હેતુરૂપ, સુખપૂર્વક-હેજે મહેનત વિના જેમ તેમ-બીજા કારણોથી અર્થાત્ ભગવંતે કરેલ અનુગ્રહ-પ્રસાદ-મીઠી નજરરૂપ કારણ સિવાય બીજા કારણોથી સાંપડતી નથી.-મેળવતી નથી-લભ્ય કે સાધ્ય નથી બનતી.
શંકા–તાદૃશ શ્રદ્ધારૂપ નવલું નયન પરમાત્માના પરમ પ્રસાદથી સાધ્ય ભલે હો ! પરંતુ પદાર્થપ્રતીતિરૂપ સ્વાધ્યાયના પ્રત્યે તાત્કૃશ શ્રદ્ધારૂપ અદ્ભુત નેત્રનું નિયત કારણપણું ન હો! આ શ્રદ્ધારૂપ લોકોત્તર લોચનથી અચૂક-ચોક્કસ નિયમ તત્ત્વદર્શન થાય જ એમ કેમ મનાય ?
સમાધાન-તત્ત્વરૂચિ-શ્રદ્ધારૂપ ચમત્કારી ચક્ષુની હાજરી હોય તો સમ્યગુ પદાર્થ વિષયક જ્ઞાનરૂપ તત્ત્વદર્શનરૂપ સાધ્ય કાર્ય, અવશ્ય થાય જ એમાં બીલકુલ દલીલને પ્રવેશ મળતો જ નથી. દા.ત. જેમ કલ્યાણ (રોગ આદિ દોષ વગરની નિર્મલ અત એવ મંગલરૂપ) દ્રષ્ટિ-નયન-આંખ હોયે છતે યથાર્થ-વિદ્યમાન નીલાદિરૂપ વિષયક દર્શન, અવશ્ય-નિયત ચોક્કસ છે. (કાચ કામલ વિગેરે રોગરૂપ દોષથી અર્થાત કાચ=આંખમાં પડદો આવી જાય છે. તે. કામળ=પિત્તના વિકારથી ઉત્પન્ન થતો એક કામલ નામનો નેત્રરોગ વિશેષ વિગેરે રૂપ દોષથી હણાયેલ કે ઘેરાયેલ આંખથી પદાર્થના સાચા રૂપનું બરોબર ચોખ્ખું દેખવું અસંભવિત છે. વાસ્તે અહીં કલ્યાણ-નિર્મલ-નિર્દોષ-નીરોગ આંખ બતલાવી છે.) તેમ તત્ત્વરુચિરૂપ શ્રદ્ધાન ન હોય તે પદાર્થવિષયક તત્ત્વજ્ઞાન, અવશ્ય થાય જ છે. તથાચ મોક્ષમાર્ગ પ્રત્યે પ્રગતિ કરનારી આગેકૂચ કે આગેકદમ
ગ્રહણ કરનારી શ્રદ્ધા” અને “શબ્દને ગ્રહણ કરનારી મેધા’ એમ એ બંનેનો વિવેકરૂપ અર્થ સમજવો. તથાચ મેધા (બુદ્ધિ) કરતાં શ્રદ્ધાનો કેમ પ્રથમ પ્રયોગ થયો છે ? એ પ્રશ્નનો એક જ જવાબ છે કે, મેધા કરતા શ્રદ્ધા, પૂજ્ય-અર્ચ્યુ છે. કેમ કે; તે અર્થનું ગ્રહણ કરે છે.
અનુવાદક
સારી
કરસૂરિ મહારાજ