________________
લલિત-વિખરા - ઝી હરિભદ્રસૂરિ ચ
૧૬૫ કહેવાય. આ ઉપકરણેન્દ્રિય, હણાયે-ઘવાયે કે નષ્ટ થયે છતે નિવૃત્તિઈન્દ્રિય કાયમ હોય છતાંય વિષયગ્રહણ થઈ શકતું જ નથી.
૪ ભાવેન્દ્રિયના બે ભેદો :
(૧) લબ્ધિ ઈન્દ્રિયઃકર્ણ આદિ ઈન્દ્રિયોનો જે શબ્દ આદિ વિષય છે. તે સંબંધીના જ્ઞાનના આવરણનો લયોપશમ વિશેષ તે “લબ્ધિ ઈન્દ્રિય' કહેવાય છે. અથવા જે સાધન દ્વારા આત્મા દ્રવ્યન્દ્રિયને રચવાનો વ્યાપાર કરે છે તે સાધનને “લબ્ધિ ઈન્દ્રિય' કહેવામાં આવે છે.
(૨) ઉપયોગ ઈન્દ્રિય=પોત પોતાની ક્ષયોપશમરૂપ લબ્ધિ અનુસાર એટલે કે જે ઈન્દ્રિયની જે લબ્ધિ હોય તે પ્રમાણે વિષયોને વિષે થતો આત્માનો વ્યાપાર તે "ઉપયોગઈન્દ્રિય” કહેવાય છે. અર્થાત્ સ્વવિષયમાં (ઈન્દ્રિયવિષયમાં) જે જ્ઞાનરૂપ વ્યાપાર તે ઉપયોગરૂપ ભાવેન્દ્રિય કહેવાય છે. જીવ, જે ઈન્દ્રિયના ઉપયોગમાંવિષય ગ્રહણમાં વર્તતો હોય તે ઈન્દ્રિય ઉપયોગરૂપ ભાવેન્દ્રિય કહેવાય છે. એવંચ ઈન્દ્રિયપણાએ પ્રસિદ્ધ જે ચક્ષુ તે સામાન્યચક્ષુ સમજવી.
અતએવ “ચબુદયાણં' એ સૂત્ર ઘટિતચક્ષુ કોઈ વિશિષ્ટ જ ચક્ષુ લેવી સામાન્ય ચક્ષુ નહીં. -વિશિષ્ટ કે વિવલિત ચક્ષુનો પરિચય
આત્મધર્મરૂપ, (વિશિષ્ટ ઉપયોગરૂપ હોવાથી જીવસ્વભાવભૂત) તત્ત્વઅવબોધ નિબંધન શ્રદ્ધાનામક સ્વભાવરૂપ ચક્ષુ (જીવ આદિ પદાર્થવિષયક પ્રતીતિ-નિર્ણયઆત્મકબોધની હેતુભૂત જે શ્રદ્ધા-રૂચિ-ઘર્મપ્રશંસા આદિરૂપ રૂચિનામકસ્વભાવ ચક્ષુ) વિશિષ્ટ કે વિવક્ષિત-ચક્ષુ તરીકે લેવાય છે. અર્થાત “તત્ત્વજ્ઞાન-દર્શનકારણ શ્રદ્ધા રૂચિ' એ વિશિષ્ટચસુનું લક્ષણ જાણવું. જે ઉપયોગવિશેષ હોઈ આત્મધર્મજીવ સ્વભાવરૂપ છે. તે જ “ચક્ષુદ' એ સૂત્રઘટિત ચક્ષુપદથી વિશિષ્ટ ચક્ષુ લેવી.
શંકા=પદાર્થપ્રતીતિરૂપ દર્શનનું કારણ, જ્ઞાન આવરણ આદિ ક્ષયોપશમ હોઈ જ્ઞાનઆવરણ આદિ ક્ષયોપશમને જ વિશિષ્ટ ચક્ષુ તરીકે કહેવું વ્યાજબી છે, નહીં કે મિથ્યાત્વમોહ ક્ષયોપશમસાધ્યતત્ત્વરૂચિરૂપ શ્રદ્ધા. અર્થાત્ દર્શનકારણ જ્ઞાનાવરણ આદિ ક્ષયોપશમને છોડી મિથ્યાત્વમોહ ક્ષયોપશમસાધ્યતત્ત્વરૂચિરૂપ શ્રદ્ધાને વિશિષ્ટદિવ્યચક્ષુ તરીકે કેમ દર્શાવી ?
સમાધાન=નિરૂફત-ઉપરોકત તસ્વરૂચિ-શ્રદ્ધારૂપ લોકોત્તર દ્રષ્ટિ વગરનાને (ભાવ આંધળાને) જીવ આદિરૂપ તત્ત્વવિષયક દર્શન-બોધનો સદંતર અભાવ છે. જેમ દુનિયામાં આંખ વગરના-આંધળાને, કાળા-ધોળા-લાલલીલા વિગેરે રૂપ-વર્ણ-રંગનું જોવું અસંભવિત છે તેમ અહીં શ્રદ્ધાનયનશૂન્યને તત્ત્વદર્શન, અસંભવિત છે. માટે શ્રદ્ધાને 'અભ્યહિંત-પૂજ્ય તરીકે લોકમાં પણ માનેલ છે. તથાચ તત્ત્વદર્શનના પ્રત્યે તત્ત્વરૂચિરૂપ શ્રદ્ધા
१ 'लध्वक्षराऽसखीदुत्स्वरायदल्पस्वरा~मेकम्' (सि. ३-१-१६०) इत्यत्र सूत्रे 'श्रद्धामेधे' इति अर्थग्राहिणी श्रद्धा, शब्दग्राहिणी मेधेति માયા: પૂર્વમુ-કમ=૮ન્દ્રસમાસમાં પદોને ક્યા ક્રમમાં ગોઠવવા માટે કેટલાક નિયમ છે. તે પૈકી અભ્યહિંત-અય્ય-પૂજ્ય નામનો પ્રથમ પ્રયોગ થાય છે. દા.ત. “શ્રદ્ધામેઘા” “મા-બાપ” “પાર્વતીપરમેશ્વર' વિગેરે “શ્રદ્ધામેધા’ રૂ૫ ૮૬ સમાસમાં “અર્થને
ગુજરાતી અનુવાદક. , ભદ્રકરસૂરિ મ ા