________________
લલિત-વિસ્તારા - અભિવારિ રચિત
ભાવાર્થ-જેમ અરિહંત ભગવંતો અભય, (વૃતિ) ચક્ષુ (શ્રદ્ધા) આપનારા છે. તેમ માર્ગનું દાન કરનારા છે. અર્થાત “માર્ગદાતા અરિહંત ભગવંતોને નમસ્કાર હો !”
–અહીં– “માર્ગદ' એ સૂત્રઘટિતમાર્ગપદાર્થનું મનનીય મંથન
માર્ગ-મનનું અવક્રગમન. અર્થાત્ મનની સરલ પ્રવૃત્તિ તેનું નામ માર્ગ. હવે આ વિષયને ઉદાહરણ આપી પુષ્ટ કરે છે કે જે નળી દ્વારા સાપ અંદર દાખલ થઈ શકે છે એવી જે સાપને જવાની નલિકા છિદ્રવાળા વાંસ વિગેરે રૂપ નળી-મુંગળી) ના આયામ-લંબાઈ સરખા, વળી આગળ કહેવાતા વિશિષ્ટ ગુણોના લાભનું કારણ, સ્વરસવાડી-પોતાની અભિલાષારૂચિથી પ્રવર્તેલ, એવા ક્ષયોપશમ વિશેષને દુઃખકારણ જે દર્શનમોહ વિગેરે છે તેનો વિશિષ્ટક્ષય તે અહીં ક્ષયોપશમ વિશેષ સમજવો. તેને) માર્ગ કહે છે. તથાપિ જેમ ભુંગળી નળીમાં પેસવાને આતુર એવા સાપને પેસવામાં (જવામાં) એટલી સીધી ગતી કરવામાં સીધી નળીની લંબાઈ (વિસ્તાર) ઈષ્ટસ્થાન મેળવવામાં હેતુ છે. કારણ કે; વાંકી ગતિ કરે તો સીધી નળીમાં પેસી ઈષ્ટસ્થાનમાં જઈ શકે નહીં (અથવા વાંકી નળીનો વિસતાર હોય તો પણ જઈ શકે નહીં) તેમ મનની સીધી પ્રવૃત્તિમાં જ, સ્વાભાવિક મિથ્યાત્વમોહનીય આદિ ક્ષયોપશમ, સમ્યગદર્શન આદિ ગુણસ્થાનના લાભમાં કારણ છે. મનની કુટિલ પ્રવૃત્તિમાં નલિકાનાઆમતુલ્ય-સ્વાભાવિકલયોપશમ વિશેષ ગુણસ્થાનની પ્રાપ્તિમાં કારણ નથી. | (ઉગ આદિનો ત્યાગ કરીને ચિત્તને સ્વસ્થ કરવું તે વૃત્તિ. (અભય) ચિત્ત, સ્વસ્થ થવાથી માર્ગનુસારિણી રૂચિ ઉત્પન્ન થાય તે શ્રદ્ધા (ચક્ષુ) તથા માર્ગનુસારિણી શ્રદ્ધા થવાથી ક્ષયોપશમ વિશેષરૂપ ભાવ, ઉત્પન્ન થાય, જેમ સર્પ બહાર વાંકો ચાલે પણ રાફડામાં પેસતા સીધો થઈ જાય છે તેમ શ્રવણ આદિમાં બુદ્ધિમનની સરલતા થવી તે સુખા (માર્ગ) કહેવાય છે. સાંખ્ય દર્શનમાં-ભગવાન્ પરિવ્રાજક ગોપેન્દ્રના શબ્દોમાં માર્ગ સુખાતરીકે કહેવાય છે.).
-માર્ચસ્વરૂપ નિશ્ચય
(૧) હેતુ શુદ્ધ માર્ગ–પૂર્વકથિત-માર્ગાનુસાર તત્ત્વચિરૂપ શ્રદ્ધારૂપ હેતુથી શુદ્ધ-નિર્દોષ છે અત એવ તૃષ્ણાક્ષયજન્યઅખંડ ઉપશમ-શાંતરસજન્ય સમતા સુખરૂપ પ્રકૃત માર્ગ છે. | (૨) સ્વરૂપ શુદ્ધ માર્ગ સ્વગત, વિમલ-વિમલતર-વિમલતમરૂપ સ્વરૂપથી શુદ્ધ નિર્દોષ છે. અત એવ ઉપશમ-સમતાસુખરૂપ પ્રકૃત માર્ગ છે.
(૩) ફલ શુદ્ધ માર્ગ–વિવિદિષા આદિ ફલથી શુદ્ધ-નિર્દોષ છે અત એવ નિરંતર શાંતિ-સમતા સુખરૂપ પ્રત માર્ગ છે. અત એવા હેતુ-સ્વરૂપ-ફલશુદ્ધ આ પ્રકૃત માર્ગને, ઉપશમ સુખરૂપ હોઈ સાંખ્ય દર્શનમાં સુખા” “સુખાસિકા' તરીકે નવાજવામાં આવે છે.
૧ ઉદયમાં આવેલ મિથ્યાત્વનો ક્ષય અને નહીં ઉદયમાં આવેલ મિથ્યાત્વનો ઉપશમ તે અહીં ક્ષયોપશમ સમજવો.
બકરસૂરિ મા,
ગુજરાતી અનુવાદક