________________
કલનવિરાજ
આ હલકા અને
નવી
૧૭૪ આદિ રૂપ સંકુલેશને સ્વરૂપથી સર્વથા ચલિત-દૂર-વિનાશ કરવા દ્વારા અર્થાત્ પુનઃ નરક આદિભવરૂપ દુઃખ પરંપરાકે ક્રોધ આદિ સંકુલેશનો જન્મ ન થાય એવી રીતે નર આદિ ભવરૂપ દુઃખપરંપરાને તથા ક્રોધ આદિ સંકલેશને મૂળથી હચમચાવી જડમૂળથી નિર્મૂળ કરનાર હોઈ આશ્વાસન (શાંતિ નિવૃત્તિ-નિર્ભયતાસાંત્વન-ધીરજ)ના સ્થાન-નિકેતન સરખું છે.
-સાંખ્ય દર્શન પ્રસિદ્ધ વિવિદિષા સાથે શરણતી તુલના
તથાચ તત્ત્વચિંતનરૂપ અધ્યવસાન-અધ્યવસાય-નિર્ણયાત્મક પરિણામ તે જ વિવિદિષા કહેવાય છે. અને તત્ત્વવિષયક ચિંતા (ચિંતન-મનન-પરિશીલન-નિદિધ્યાસન) રૂપ અધ્યવસાય આત્મધર્મરૂપ વિવિદિષા એજ શરણનો તાત્પર્યાર્થ, મૌલિક અર્થ છે.
–આ વિષયમાં સમયવૃદ્ધ બહુશ્રુતોનો દર્શાવાતો પ્રવાદ
सत्यां चास्यां तत्त्वगोचराः शुश्रुशाश्रवणग्रहणधारणाविज्ञानोहापोहतत्त्वाभिनवेशाः प्रज्ञागुणाः, प्रतिगुणमनन्तपापपरमाण्वपगमेनेते इति समयवृद्धा । | ભાવાર્થ- વળી તત્ત્વવિષયક ચિંતન સ્વરૂપ વિવિદિષારૂપ શરણ હોય તોજ, શુશ્રુષા આદિ બુદ્ધિ ગુણને તત્ત્વગોચર અર્થાત એક એક દર એક એક પછી એક શુશ્રુષા આદિ ગુણની અપેક્ષા રાખીને (સમ્યગુદષ્ટિ ઈત્યાદિની માફક) ઉત્તરોત્તર આગલા આગલા અનંતજ્ઞાન આવરણઆદિક્લિષ્ટકમશરૂપ પાપ પરમાણુઓના શયથી આ શુશ્રુષાદિક બુદ્ધિના આઠ ગુણો (તત્ત્વગોચરતત્વ જેનો વિષય છે, અર્થાત્ તત્ત્વરૂપ વિષય વિષયક) થાય છે.
તથાપિ તત્ત્વગોચર બુદ્ધિના આઠગુણોનું ટૂંકમાં સ્વરૂપ
(૧) શુશ્રુષા= જ્ઞાનાવરણઆદિફિલષ્ટકમશરૂપ અનંતપાપપરમાણુક્ષયજન્ય-તત્ત્વવિષયક શ્રવણેચ્છા, તત્ત્વરૂપ વિષયને સાંભળવાની ઇચ્છા.
(૨) શ્રવણત્રશુશ્રુષાની અપેક્ષા રાખીને પૂર્વ કરતાં વિશેષ જ્ઞાનાવરણઆદિક્લિષ્ટકર્માશરૂપ અનંતપાપપરમાણુક્ષયજન્ય તત્ત્વ વિષયક શ્રવણ-શ્રોત્રેન્દ્રિયનો ઉપયોગ -ઉપયોગપૂર્વક ધ્યાન દઈને સાંભળવું.
(૩) ગ્રહણ શ્રવણની અપેક્ષા રાખીને પૂર્વ કરતાં વિશેષ જ્ઞાનાવરણઆદિફિલષ્ટકમશરૂપ અનંતપાપપરમાણુક્ષયજન્ય તત્ત્વ વિષયક શાસ્ત્રાર્થ માત્રનું ગ્રહણ કરવું.
(૪) ધારણા=પ્રહણની અપેક્ષા રાખીને પૂર્વ કરતાં વિશેષ જ્ઞાનાવરણઆદિફિલકમશરૂપ અનંતપાપપરમાણુક્ષયજન્ય સાંભળેલા અને ગ્રહણ કરેલા તત્ત્વને ભૂલી નહીં જવું. ઘારી રાખવું યાદ રાખવું અપાયરૂપે નિશ્ચિત
१ अध्यवसायः इदमेवमेव-इति विषयपरिच्छेदो निश्चयः । २ शुश्रुषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा । કરોડપોદી વિજ્ઞાન, તત્વજ્ઞાન ૨ થી: અ. ચિ. દ્વિ. કા. શ્લો. | ૨૪ | ૩ બુદ્ધિને ઉપકારકગુણો છે. તે કેવા છે ? તે હવે પછીથી બતલાવેલ છે.
જ
કદાચ
ના
ગુજરાતી અનુવા૭