________________
કરી
?
કે
લલિત dGARારા યUBસારસ
(૧૭૭
અર્થાત્ આભાસભૂત શુશ્રુષા આદિરૂપ કારણજન્ય ફલ “ભવરાગ' છે. જ્યારે તત્ત્વભૂત શુશ્રુષા આદિરૂપકારણ જન્ય ફલ “ભવ વૈરાગ્ય છે. એમ બંને શુશ્રુષા આદિનું ફલ (કાય) જુદું થતું હોઈ એક શુશ્રુષા આદિ “શુશ્રુષા આદિ આભાસ' ઠરે છે. જ્યારે બીજા શુશ્રુષા આદિ, “તત્ત્વગોચર શુશ્રુષા આદિ રૂપે પંકાય છે.
શંકા- શુશ્રુષાત્વાદિરૂપ એક સ્વભાવવાળા બંને (તત્ત્વગોચર-તત્તાગોચર) શુશ્રુષા આદિમાં બહારો આકાર એકસરખો છે. તો આ પ્રમાણેનો ફેલભેદ, કેવી રીતે વ્યાજબી મનાય ? વળી બહારનો આકાર વિગેરે એકસરખું છે. વાસ્તે તત્ત્વગોચરરૂપ શુશ્રુષા આદિજ સંભવે છે ! અને આભાસરૂપ શુશ્રુષા આદિ ન સંભવે ! કહો કે આ વિષયમાં શ્યો જવાબ છે ?
– આ શંકાનું સમાધાન તથા આ ચર્ચા પર વધુ પ્રકાશ
सम्भवन्ति तु वस्त्वन्तरोपायतया तद्विविदिषामन्तरेण न पुनः स्वार्थसाधकत्वेन भावसाराः अन्येषां प्रबोधविप्रकर्षण प्रबलमोहनिद्रोपेतत्वाद्,
ભાવાર્થ– (સમાધાન) તત્ત્વગોચર ભિન્ન તત્ત્વાગોચર-આભાસરૂપ શુશ્રુષા આદિ સંભવશે જ નહીં એમ નહીં પરંતુ તે તત્ત્વગોચર-આભાસરૂપ શુશ્રુષા આદિ સંભવે છે. કારણ કે, તત્ત્વવિવિદિષા (તત્ત્વને જાણવાની ઇચ્છા) સિવાય એટલે બીજી વસ્તુ પૂજા અભિલાષા આદિ પૂજાની ઈચ્છા વિગેરે)ને ફલરૂપધ્યેયરૂપ-કેન્દ્ર કે ઉદ્દેશરૂપ માની તેના પૂજા વિષયક ઇચ્છા આદિના કારણ સાધનરૂપ જે શુશ્રષા આદિ, તે તત્ત્વાગોચર-આભાસરૂપ શુશ્રુષા આદિ સંભવે જ છે. અતએવ કહે છે કે તત્ત્વવિષયક વિવિદિષા (તત્ત્વને જાણવાની ઇચ્છા-જિજ્ઞાસા) સિવાય, ભવ નિર્ગુણતાદિ પરમાર્થ જ્ઞાન સ્વાર્થ (અથવા પ્રતિગુણ અનંત પાપપરમાણુ ક્ષયરૂપ સ્વફલ)ના સાધક નહીં હોવાથી તસ્વાગોચર શુશ્રુષા આદિ, પરમાર્થરૂપ-તત્ત્વરૂપ નથી. અર્થાત્ એ શુશ્રુષા આદિ આભાસરૂપ છે. (જ સ્વાર્થ-સ્વફલ સાધક છે તે જ પરમાર્થરૂપ મનાય છે)એવો નિયમ અહીં નિર્ધારવો.)
શંકા- તે તત્ત્વાગોચર-આભાસરૂપ શુશ્રુષા આદિ, સ્વાર્થ (ભવનિર્ગુણતા આદિ પરમાર્થજ્ઞાનરૂપ સ્વફલા અથવા વિશિષ્ટ પાપપરમાણુ ક્ષયરૂપ સ્વફલ)ના સાધક કેમ નથી ?
સમાધાન– અતિપ્રબલ (બલવત્તર) મિથ્યાત્વમોહરૂપી નિદ્રાનો ઘેરો વિદ્યમાન હોઈ આભાસરૂપ શુશ્રુષા આદિથી તત્ત્વજ્ઞાન-પરમ જાગૃતિરૂપ ફલ દૂર-સુદૂર છે. વાસ્તુ પૂજા અભિલાષા આદિરૂપ વસ્તુને (બીજાફલને કેન્દ્રિત કરી ઉદ્દેશીને પ્રવર્તેલ વિવિદિષારહિત શુશ્રુષા આદિ, ભવનિર્ગુણતા આદિ પરમાર્થજ્ઞાનરૂપ સ્વાર્થ (અથવા વિશિષ્ટ પાપપરમાણુ ક્ષયરૂપ સ્વફલ)ના સાધક નથી.
- પરમતથી પણ દર્શાવાતું આ વિષયનું સમર્થન – - તથા આ વિષયમાં યોનિમાર્ગપ્રણાયક અવધૂતાચાર્યના વચનોનો અવતાર –
બાજરાતી અનુવાદક -
મકરસૂરિ મ આ