________________
લલિત-વિસરા
ઉત્તરા -
હરિભકાસાર રથત ૧૭૮
उक्तं चैतदन्यैरप्यध्यात्मचिन्तकैः यदाहावधुताचार्यः- 'नाप्रत्ययानुग्रहमनतरेण तत्त्वशुश्रूषादयः 'उदकपयोऽमृतकल्पज्ञानाजनकत्वात लोकसिद्धाष्तु सुप्तनृपाख्यानकगोचरा इवान्यार्था एवति'
ભાવાર્થ- અધ્યાત્મચિંતક-આત્મતત્ત્વગવેષક અમારી અપેક્ષાથી અન્ય બીજા ભિન્નજાતીય-દર્શનાંતરીય પુરુષોએ મુમુલુપુરૂષોએ પણ (અમારું તો આ વિષયમાં પૂછવું જ શું પણ- બીજાઓએ પણ એ અપિશબ્દનો અર્થ લેવો) આ પ્રકત વસ્તુ પૂજાઅભિલાષા આદિરૂપ બીજી વસ્તુને ઉદેશી પ્રવર્તેલ શઋષા આદિ, તત્ત્વજ્ઞાનરૂપ ફલજનક નથી આ રૂપ વિષય)નું નિરૂપણ કરેલ છે. ' તથાચ યોનિમાર્ગપ્રણાયક (પ્રણેતા કે પ્રકૃષ્ટનાયક) અવધૂતાચાર્ય કહે છે કે; સદાશિવે-મહેશે કરેલ અનુગ્રહ (ઉપકાર-મહેરબાની-કૃપા-પ્રસાદ) સિવાય, પૂર્વે કહેલ તત્ત્વ શુષા આદિ થતા નથી કારણ કે વિષયની (કામભોગની) તૃષ્ણા (આશા-તરસ) ને દૂર કરનાર છીપાવનાર-શમાવનાર એવા, જલસરખા શ્રુતજ્ઞાન, લીરસરખા ચિંતાજ્ઞાન અને અમૃતસરખા ભાવનાજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાનસમ્યજ્ઞાનરૂપ ફલના સાધક નહીં હોવાથી તે શુશ્રુષા આદિ, તત્ત્વરૂપ શુશ્રુષાઆદિ, કહેવાતા નથી. (જધન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ અવસ્થાવાળા તત્ત્વગોચર શુશ્રુષા આદિ, જલસદૃશશ્રુતજ્ઞાન પીરસવૃશ ચિંતાજ્ઞાન, અમૃતસશ ભાવનાજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાનરૂપ ફલના સાધક
તથાચ સામાન્યથી લોકપ્રતિષ્ઠિત લોકસિદ્ધ શુશ્રુષા આદિ તો સુતેલા શયામાં પોઢેલા રાજાને, નિદ્રાની પ્રાપ્તિ માટે પ્રવર્તેલ આખ્યાન-કથાના વિષયવાળા શુશ્રુષાઆદિ, બીજાફલને આપનાર થાય છે. પરંતુ આખ્યાનના પરિજ્ઞાનરૂપ સ્વફલને આપનાર નથી. અર્થાત્ જેમ રાજા શયામાં સુતો થકો યાચકોના ગીત કથા શ્રવણ કરે, પણ વિષય કષાયમાં પ્રસ્ત કે મસ્ત હોવાથી તે ગીતમાં ધ્યાન નહીં રહેવાથી, આ શુશ્રુષા આદિ, વફલજનક નથી કહેવાતા, તેમ વિવિદિષા વગર શુશ્રુષા આદિ તત્ત્વજ્ઞાનફલ સ્વફલ થતાં નથી. એટલે તે તત્ત્વરૂપ શુશ્રુષા આદિ કહેવાતાં જ નથી. પરંતુ આભાસરૂપ શુશ્રુષા આદિ કહેવાય છે.
ઈતિ શબ્દ-અવધૂતાચાર્યના વચનની સમાપ્તિનું સૂચન કરે છે.
- શરણપદાર્થનો સ્વગીણતાત્પર્યાર્થ તથા “શરણદ' પદનો ઉપસંહાર –
विषयतृडपहार्येव हि ज्ञानं विशिष्टकर्मक्षयोपशमजं, 'नाऽन्यद्, अभक्ष्यास्पर्शनीयन्यायेनाज्ञानत्वात् न चेदं यथोदितशरणाभावे, तच्च पूर्ववद्भगवद्भ्य इति शरणं ददतीति शरणदाः ॥१८॥
, 'उदकपयोऽमृतकल्पं पुसां सज्झानमेवमाख्यातम्, विधियत्नवत्तुगुरूभिर्विषयतृडपहारि नियमेन' ॥ १३ ॥ षोडशकप्रकरणे पृ. २६
“સમ્યગુજ્ઞાનરૂપ ત્રણ જ્ઞાનના રસભેદને દ્રષ્ટાંતદ્વારા દર્શાવે છે કે; “શ્રુતજ્ઞાન=સ્વચ્છ-સ્વાદુપથ્થજલના આસ્વાદ સરખું છે. ચિંતાજ્ઞાન=ક્ષીર (બીર-દૂધ) રસના આસ્વાદ-સરખું છે. ભાવનાજ્ઞાન અમૃતરસના તુલ્ય છે. વિધિપૂર્વક યત્નવાળું-સમ્યગુજ્ઞાન અચૂક, વિષયતૃષ્ણારૂપ મૃગતૃષ્ણાને દૂર કરે છે. એમ ગુરૂવરો વદે છે.' વિશેષાર્થીએ ષોડશક પ્રકરણ જોવું.
२ तज्झानमेय न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिर्दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥
નાક વાદક
ભકરસૂરિ મ.સા.
પાણીના ગુજરાતી અવાક બાર