________________
લલિતવિસરા -
છેહરિભાર ચણિકા
ગુણો તત્ત્વગોચર-તત્ત્વરૂપ વિષય વિષયક બને છે. એવંચ તત્ત્વગોચર શુશ્રુષા આદિરૂપ પ્રજ્ઞાગુણાષ્ટકના પ્રત્યે તત્ત્વચિંતાત્મક વિવિદિષારૂપ શરણ, કારણ છે.
તત્ત્વચિંતાત્મક વિવિદિષાના સદ્ભાવમાં જ તત્ત્વગોચર પ્રજ્ઞાગુણાર્કનો સદ્ભાવ છે એમ અન્વય અને તત્ત્વચિંતાત્મક વિવિદિષાના અભાવમાં તત્ત્વગોચર પ્રજ્ઞાગુણાકનો અભાવ છે એમ વ્યતિરેક હોઈ તત્ત્વગોચર પ્રજ્ઞાગણાષ્ટક. તત્ત્વચિંતાત્મક વિવિદિષા રૂપ કાર્ય કારણ ભાવનો નિશ્ચય જાણવો. આ પ્રમાણે સમયવૃદ્ધો-બચ્છતો કહે છે.
ચાલુ વિષયનું હેતુપુરસ્સર સ્પષ્ટ વિવેચનतदन्येभ्यस्तत्त्वज्ञानायोगात्, तदाभासतयैतेषां भिन्नजातीयत्वात्, बाह्याकृतिसाम्येऽपि फलभेदोपपत्तेः,
ભાવાર્થ – વિવિદિષાવિશિઐતિગુણ અનંતપાપપરમાણુ ક્ષયરૂપ કારણ ભિન્ન-અન્ય કારણોથી પેદા થયેલ શુશ્રુષા વિગેરેથી તત્ત્વજ્ઞાન (ભવનિગુર્ણતા આદિ પરમાર્થ જ્ઞાન)નો અસંભવ છે. અત એવ વિવિદિષાવિશિષ્ટ પ્રતિગુણ અનંત પાપપરમાણુ ક્ષયરૂપ કારણજન્યતત્ત્વજ્ઞાનિશુશ્રુષા વિગેરેથી, તત્ત્વજ્ઞાન (ભવ નિર્ગુણતા આદિ પરમાર્થજ્ઞાન) થાય છે. માટે જ, વિવિદિષાવિશિષ્ટ પ્રતિગુણઅનંતપાપપરમાણુક્ષયજન્ય તત્ત્વજ્ઞાનિશુશ્રુષા આદિ તત્ત્વગોચર કહેવાય છે.
તથાચ વિવિદિષાવિશિષ્ટ અતિગુણઅનંતપાપપરમાણુ ક્ષયરૂપ કારણભિન્ન કારણજન્ય શુશ્રુષા આદિ, તત્ત્વજ્ઞાનરૂપ ફલનીપજાવી શકતા નથી. કારણ કે વિવિદિષા વિશિષ્ટ પ્રતિગુણ અનંતપાપપરમાણુક્ષયરૂપ કારણ સિવાય અન્ય કારણોથી પેદા થયેલ શુશ્રુષા આદિ, તત્ત્વજ્ઞાનસ્વભાવવાળા હોઈ બાહ્ય દેખાવથીઅક્ષર-દેહથી તત્ત્વગોચર શુશ્રુષા આદિ સમાન શુશ્રુષા આદિ-આભાસ તરીકે ઓળખાય છે.
શંકા- શબ્દરૂપ બાહ્ય આકાર તો એક સરખો છે. તો (૧) એક તત્ત્વચગોચર શુશ્રુષા આદિ (૨). બીજા શુશ્રુષા આદિ આભાસ, એમ બે વિભાગ કે ભેદમાં શું કારણ છે ?
સમાધાન– આ બે વિભાગમાં ફલભેદ એ જ મુખ્ય કારણ છે તથાપિ (૧) ભવઅનુરાગ (ભવ પ્રત્યેના રાગ) રૂપ ફલના પ્રત્યે તત્ત્વગોચર ભિન્ન અન્ય શુશ્રુષા આદિ કારણ છે. એટલે તત્ત્વગોચર શુશ્રુષાદિ ભિન્ન શુશ્રુષા આદિ આભાસ તરીકે કહેવાય છે.
(૨) ભવવિરાગ (વૈરાગ્ય) આદિરૂપ ફલના પ્રત્યે તત્ત્વગોચર શુશ્રુષા આદિ કારણ છે. વાસ્તે આ શુશ્રષા આદિને તત્ત્વજ્ઞાનિ શુશ્રુષા આદિ તરીકે કહેવાય છે.
૧ “અવસ્વરૂપવિજ્ઞાનાવું તેવાળ્યનાત | તરિપ દ્રા] વૈરાગ્યમુનાતે શ્રી અધ્યાત્મસારે.
સંસારના સ્વરૂપનો વિશેષ બોધ થવાથી તથા નૈર્ગય એટલે સંસારમાં વસતા જીવોને પોતાના આત્મપક્ષે કાંઈ અણુમાત્ર પણ જેમાં ગુણ દેખાતો નથી. અને સોજાથી થયેલી શરીરની પુષ્ટતાની જેમ વ્યર્થ આડંબરને ધારણ કરનાર છે એવા પ્રકારની દ્રષ્ટિ દર્શનથી ઉત્પન્ન થયેલા દ્વેષથી એટલે સંસારના સુખની અરૂચિ થવાથી તે સંસારસંબંધી સુખના અભિલાષની નિવૃત્તિ-ઉદાસીનતા વૈરાગ્ય શીઘ્રતાથી પ્રાપ્ત થાય છે.
રાતી અનુવાદક - , ભરૂસરિ મ. સ.