________________
તિ- વિરાર જ હeભાર રશ્ચિત
{ ૧૭૩ (૩) જય (પ્રતિબંધકને આપેલો પરાભવ) વિબવિજય
અનિવૃત્તિકરણ (૪) આનંદ (તમો ગ્રંથિભેદજન્ય આનંદ)
સમ્યગદર્શનની પ્રાપ્તિ (૫) ઋતંભર (ત-સત્યની પુષ્ટિભરતી રૂપ હોઈ) સમ્યગદર્શનપૂર્વક દેવતાપૂજનાદિ વ્યાપાર
તથાચ “પ્રવૃત્તિ-પરાક્રમ-જય-આનંદ-ઋતંભર રૂપ પાંચ પ્રકારનો કર્મયોગ (ક્રિયારૂપયોગ જાણવો. ઈચ્છારૂપ પ્રણિધાન યોગ નહીં. એમ યોગની સાથે રહેલ કર્મ' સૂચન કરે છે. સબબ કે સામાન્યથી અન્યત્ર પ્રણિધાપ્રવૃત્તિ વિધ્વજય-સિદ્ધિ-વિનિયોગ રૂપ પાંચ પ્રકારનો શુભાશયરૂપ યોગ જણાવેલ છે.) ઈત્યાદિ (આદિ શબ્દથી ઈચ્છાયોગ આદિ વચનનો સંગ્રહ સમજવો) વિચિત્ર-નાનાવિધ વચનનો પૂરાવો હોવાથી કહેવાય છે કે ગ્રંથિભેદ આદિરૂપ વસ્તુને યોગાચાર્યો નામાંતરથી માને છે.”
–માર્ગપદાર્થનો ઉપસંહારन चेदं यथोदितमार्गाभावे, स चोक्तवद्भगवद्भ्य इति मार्ग ददतीति मार्गदाः १७ ॥
ભાવાર્થ-તથાચ મિથ્યાત્વમોહનીય આદિ ક્ષયોપશમ રૂપમાર્ગ કે જેનું બીજું નામ “સુખા” છે તે યથોદિતપૂર્વોક્ત સ્વરૂપવાળા માર્ગના અભાવમાં, આ સમ્યગદર્શન આદિગુણોનો લાભ ન થઈ શકે. વળી તે મિથ્યાત્વમોહનીયઆદિક્ષયોપશમરૂપ માર્ગના સભાવમાં જ આ-સમ્યગદર્શન આદિ ગુણોનો લાભ થઈ શકે છે. અને તે મિથ્યાત્વમોહનીય આદિ ક્ષયોપશમરૂપ માર્ગ, અભય-ચક્ષુની માફક ભગવંતોથી જ ભગવંતોને નવાજવામાં કે સંબોધવામાં આવે છે કે “માર્ગદાતા અરિહંત ભગવંતોને પુનઃ પુનઃ પ્રણામપંક્તિ હો”
આ પ્રમાણે “માર્ગદ' નામક, શક્રસ્તાવના ૧૭મા પદની વ્યાખ્યા પુરી થાય છે. “શરણદ' નામક, શક્રસ્તવના ૧૮મા પદનું અનોખું વ્યાખ્યાન.
तथा 'सरणदयाणं' इह शरणं-भयार्त्तत्राणं, तच्च संसारकान्तारगतानां अतिप्रबल रागादिपीडितानां दुःखपरम्परासकलेशविक्षोभतः समास्वा(श्वा) सनस्थानकल्पं, तत्त्वचिन्तारूपमध्यवसानं विवि-'दिषेत्यर्थः,
ભાવાર્થ- તથા જેમ અરિહંત ભગવંતો “અભયદ' “ચલુઈ “માર્ગદ' છે. તેમ શરણના આપનાર છે. અર્થાત્ શરણદાતા એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો અહીં “શરણદ' એ સૂત્રઘટિત શરણ શબ્દનો અર્થ કરે છે કે, શરણ-ભયથી બીક-ડર-ધાસ્તીથી) આર્ત-પીડિત (ગભરાયેલ-અકળાયેલ) જનોનું ત્રાણ (રક્ષણઆશ્રય) અર્થાત રક્ષણ કરવું આશ્રય આપવો તેનું નામ શરણદાન કહેવાય. વળી તે શરણ-ભય પીડિતજનરક્ષણ, દઈમસારજંગલમાં ગયેલા (સંસારના દુર્ગમ માર્ગે ચડેલા ભૂલા પડેલા) રમેલા અને અતિપ્રબળ (આત્યંતિક) રાગ આદિ દોષોથી પીડિત હેરાન પરેશાન થયેલ પ્રાણીઓને, નરકઆદિ ભવરૂપ દુઃખપરંપરાને તથા ક્રોધ
૧ વ્યાવૃત્તિ-નિવૃત્તિ-ફેરફાર વિનાના જે અધ્યવસાયો વડે અતિ પરમ આનંદજનક સમ્યકત્વ પ્રાપ્ત કરે તે અધ્યવસાયનું નામ "અનિવૃત્તિકરણ” કહેવાય.
૨ ભગવાન્ પરિવ્રાજક ગોપેન્દ્રના શબ્દોમાં શરણ "વિવિદિષા” તરીકે કહેવાય છે.
હાજરાતી અનુવાદક - ભદ્રકરસૂરિ મ.