________________
દ્વિ-વિકાર
વાર ગણત
જો
આ
એને
વસ્તુની ઉત્પત્તિનો આધાર બે કારણો ઉપર છે. જેમકે, ઘટ ઉત્પન્ન કરવો હોય તો તેનાં ચક્ર-દંડ-કુંભાર વિગેરે બાહ્ય કારણોની જરૂર પડે છે. તેમજ માટી, તેની સ્નિગ્ધતા ઈત્યાદિ તેનાં અત્યંતર કારણોની અપેક્ષા રહે છે.) એવંચ કાલ પણ દ્રવ્યના પર્યાયરૂપ હોવાથી આત્મદ્રવ્યના પર્યાયરૂપ શ્રદ્ધા તત્ત્વદર્શનરૂપ કાર્યમાં પરિણમે છે કેમકે; શ્રદ્ધારૂપ વિશિષ્ટ ઉપાદાનકારણ-પરિણામિકરણનો તેવો સ્વભાવ છે.
અંતતો ગત્વા એ ફલિત થાય છે કે; આત્મદ્રવ્ય પર્યાય વિશેષરૂપ કાલાભિન્ન શ્રદ્ધારૂપ ઉપાદાન કારણ, દર્શન આકારે પરિણમતું હોઈ શ્રદ્ધાસાવ્યતત્ત્વદર્શનના પ્રત્યે કોઈ પ્રતિબંધક-બાધક છે જ નહીં. હવે આ વિષયને ઉપસંહારતા શાસ્ત્રકાર કહે છે કે, તેથી જ-ઉપરોક્ત વિવેચનથી આ તત્ત્વરૂચિરૂપ-માર્ગાનુસાર શ્રદ્ધા, સમ્યગદર્શનાદિ ઘર્મરૂપ કલ્પવૃક્ષના પ્રત્યે અવંધ્ય બીજભૂત (નિયત ફલજનકરૂપ) છે. આ પ્રમાણે પ્રૌઢપરામર્શ કે પરિશીલન કરો !
વળી આ વિરાટવિશ્વમાં આ માર્ગાનુસાર તત્ત્વરૂચિ-શ્રદ્ધારૂપ વિશિષ્ટ લોકોત્તર ચક્ષુઈન્દ્રિય, અરિહંત ભગવંતોના પ્રસાદથી લભ્ય કે સાધ્ય બને છે. તથાચ જેમ અભયરૂપ અદ્ભુતધર્મ ભગવંતોથી સાધ્ય છે. તેમ આ શ્રદ્ધારૂપ શ્રેષ્ઠચક્ષુ ભગવંતોથી જ પ્રાપ્ય છે. ભગવંતથી ભિન્ન બીજાઓથી કે સ્વતઃ–પોતાથી સાધ્ય નથી.
એવચં “માર્ગાનુસાર તત્ત્વરૂચિરૂપ શ્રદ્ધારૂપ ભાવચક્ષુને આપનારા એવા અરિહંતભગવંતોને નમસ્કાર હો !” આ પ્રમાણે શક્રવસ્તવના “ચક્ષુદી એ રૂપ ૧૬ મા પદની વ્યાખ્યા પૂરી થાય છે.
–શક્રસ્તવના “માર્ગદ' એ રૂપ ૧૭ મા પદનું વ્યાખ્યાન
तथा 'मग्गदयाणं' इह मार्गः-चेतसोऽवक्रगमनं, भुजङ्गमनलिकायामतुल्यो विशिष्टगुणास्थानावाप्तिप्रगुणः स्वरसवाही भयोपशमविशेषः, हेतुस्वरूपफलशुद्धा सुखेत्यर्थः,
૧ કાલના બે પ્રકારો છે. (૧) પર્યાયરૂપ (૨) દ્રવ્યરૂપ. તેમાં , (નૈશ્ચયિકકાલરૂ૫) પ્રથમ પ્રકાર, પાંચ અસ્તિકાયોનો વર્તનારૂપ પરિણામ જ છે. અર્થાત્ વસ્તુના પર્યાયરૂપકાલ સમજવો. કિંતુ તે અન્ય દ્રવ્ય નથી. (૩) બીજા પ્રકારનો અર્થાત્ દ્રવ્યરૂપકાલ, અઢીદ્વીપ અને બે સમુદ્ર આશ્રીને છે. વળી તે અનંતસમયરૂપ છે. સૂર્યની ક્રિયાથી તે વ્યક્ત થાય છે. અને વર્તનાદિ અન્ય દ્રવ્યના પરિણામની અપેક્ષાથી રહિત છે અર્થાતુ સમયક્ષેત્રમાં વ્યવહારિક દ્રવ્યકાલ સમજવો. અથવા દ્રવ્યસમય, ઉત્પાદ અને વિનાશથી મુક્ત છે. જ્યારે પર્યાયસમય, બેથી યુક્ત છે. તથાચ બીજા દ્રવ્યોમાં વર્તનાતુતારૂપ ગુણદ્વારા ધારાપ્રવાહી ગુણપર્યાયવત્તાનો કાલમાં સ્વીકાર થઈ શકે તેમ છે. કારણ કે, અન્યાન્ય સમયાદિ પર્યાયોડે તેનો સ્વભાવ છે. એ ધ્યાનમાં રાખવું કે સમયાદિપર્યાય, મુખ્યદ્રવ્ય સમયરૂપ કાલદ્રવ્યથી જુદો પણ નથી તેમ એકરૂપ પણ નથી, પરંતુ તે ભેદભેદ સ્વરૂપી છે. જે સમય, નવનવા પર્યાયરૂપ છે. તેજ સમય તેના ઉત્તરવર્તી પુદ્ગલ આદિ દ્રવ્યોમાં વર્તના કારણરૂપે જે સમય છે તેની અપેક્ષાએ દ્રવ્યરૂપ છે. અને તે પણ ઉત્તર સમય ત્રીજા સમયની અપેક્ષાએ દ્રવ્યરૂપ છે. આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાયમાં સમાનાધિકરણતા હોવાથી એનું ભેદભેદસ્વરૂપ સિદ્ધ થાય છે.
२ फलाव्यवच्छिन्नकारणभूता, साक्षात्फलजनकरूपबीजभूता श्रद्धेत्यर्थः ।
૩ "દરિસણ દુર્લભ, સુલભ કૃપાથકી, આનંદધન મહારાજ" આ. ચો. ૪ થા સ્તવને-૬-"જો કે આપનું દર્શન દુર્લભ છે. પણ જો આપની કૃપા થાય તો તે ઘણું સરસ-સુલભ છે. માટે આપ એ કૃપા કરો.
કે
કકકડક
દર
બારાતી અનુવાદ મકરસ મસા બાજુ
હા