________________
લલિત-વિસ્તરા
આ ઉરિભદ્રસુરિ રચિત
૧૧૭
કરવો જોઈએ. આવા નિયમને અનુસરી વ્યાપક અનુગ્રહ કરનારા મહાપુરૂષો-પુરૂષોત્તમો જ હોય છે. કેમકે; મહાપુરૂષોની પ્રવૃત્તિ જ એવી હોય છે કે; જે પ્રવૃત્તિમાં ઉપકારપાત્ર-ઉપકારનેલાયક-ઉપકાર કરવા જેવા પાસેથી બદલો-પ્રત્યુપકાર-પ્રતિફલ-ઉપકારની સામે ઉપકાર મેળવવાની ઈચ્છા સિવાય બદલાની બિલ્કુલ ઈચ્છા વગર કાર્ય-ભલું કરી આપવારૂપ ઉપકાર તરવરતો હોય છે.
તથાચ-યોગ્યતા અનુસારે વ્યાપકભૂત અનુગ્રહ કરવારૂપ કાર્યના પ્રત્યે ઉપકાર્ય પાસે પ્રત્યુપકારની અભિલાષા, પ્રતિબંધક છે. ઉપકાર્ય પાસે બદલાની ઈચ્છા રહે તો યોગ્યતા મુજબ થતો વ્યાપક અનુગ્રહવિધિ અટકી જાય છે. માટે યોગ્યતા પ્રમાણે વ્યાપક અનુગ્રહવિધિરૂપ કાર્યના પ્રત્યે ઉપકાર્ય પાસેથી પ્રત્યુપકાર પ્રાપ્તિની ઈચ્છાનો અભાવ, પ્રતિબંધક અભાવરૂપે કારણ સમજવું. અને એજ રીતે જ મહાપુરૂષો, પાત્રતા પ્રમાણે વ્યાપક અનુગ્રહવિધિવાળા હોઈ પરમવંદનીય-સ્તોતવ્ય છે. એટલે ઉપમા પ્રવૃત્તિ, અદુષ્ટ, સત્ય, સફલ છે.
વળી આ અધિકૃત દંડકનું (શક્રસ્તવ-નમોત્થણં સૂત્રનું) પ્રણયન, રચના, કૃતિ, મહાપુરૂષ કરેલ છે. અર્થાત્ યથાભવ્ય વ્યાપક અનુગ્રહવિધિવિશિષ્ટ પ્રત્યુપકાર નિરપેક્ષ મહાપુરૂષની પ્રવૃત્તિ વિશેષરૂપ આ પ્રણિપાત દંડકનું પ્રણયન છે. કેમકે; આ શક્રસ્તવરૂપ સૂત્રના પ્રણેતા-રચયિતા-કર્તા, પ્રથમ મુનિરૂપ, અરિહંત ભગવંતના શિષ્યો ગણધરોજ હોય છે.
અરિહંતના શિષ્ય-પ્રથમ મુનિરૂપ ગણધર ભગવંત પ્રણીત હોઈ આ પ્રકૃત સ્તોત્રરૂપ સૂત્ર, મહાગંભીર છે, (અર્થથી અને શબ્દથી મોટી ગંભીરતાવાળુ-મોટું અને ગંભીર છે.) સકલ ન્યાયોના (યુક્તિઓનાનયોના) આકર-ખાણરૂપ છે, ભવ્યોને (યોગ્ય-અધિકારી-સુપાત્ર જનગણને) પ્રમોદ=અત્યંત-અમંદ પરમ આનંદના એક કારણરૂપ છે, પ્રમાણભૂત-મહર્ષિની રચનાકૃતિ-વચનરચનારૂપ છે, તેમજ બીજાઓને શ્રુતધરોને નિદર્શન દ્રષ્ટાંત-આર્દશરૂપ છે. એટલે જ શક્રસ્તવના અન્તર્ગત ‘પુરૂષસિંહેભ્યઃ’ આ અત્યંત પરમાત્મારૂપ પુરૂષો સિંહ જેવા છે' આ પદનું સ્થાપન ઉપન્યાસ અને નિરૂપણ ન્યાય યુક્ત છે, સત્ય છે, સમર્થ કે સફળ છે.
-શક્રસ્તવના આઠમાં પદનું વિવરણ
જ્યારે એક બાજુ સાંકૃત નામના વાદીના શિષ્યો સર્વથા ઉપમાનો નિષેધ કરે છે. જ્યારે બીજી બાજુ સુચારૂ નામના વાદીના શિષ્યો ભિન્નજાતીય ઉપમાના નિષેધપૂર્વક અભિન્નજાતીય ઉપમાનું સ્થાપન કરે છે. ત્યારે ‘પુરૂષસિંહ' એ પદના ઉપન્યાસનિરૂપણથી સર્વથા ઉપમાનિષેધક સાંકૃત્યમતનું ખંડન પૂર્વે કર્યું અને હવે ‘પુરૂષવરપુંડરિક' એ પદના ઉપન્યાસ-નિરૂપણદ્વારા, ભિન્નજાતીય-ઉપમાનિષેધક સુચારૂ શિષ્ય સંમત મતનું સચોટ ખંડન-પૂર્વપક્ષ ખંડનપૂર્વક સ્વપક્ષ મંડન કરતા કહે છે કે
१ लोकशास्त्रप्रसिद्धः द्रष्टान्तविशेषः । तत्र लोकप्रसिद्धो यथा अर्कै चेन्मधु विन्देत किमर्थ पर्वत व्रजेत् । इष्टस्यार्थस्य संसिद्धौ को विद्वान् यत्नमाचरेत् ॥ (सांख्य. कौ. श्लो. १ टी.) इति । कदम्बमुकुलन्यायः सूचीकटाहन्यायः इत्यादिश्च । शास्त्रप्रसिद्धस्तु यथा सविशेषणे हि वर्तमानौ विधिनिषेधौ विशेषणमुपसंक्रामतः सति विशेष्ये बाधे इति न्यायः अध्यारोपन्यायः मानाधीना मेयसिद्धिः इति न्याय इत्यादि । प्रमाणैरर्थपरीक्षणम् । किमुक्तं भवति । समस्तप्रमाणव्यापारादर्थाधिगतिर्न्यायः इति ( न्या. वा. १पृ. १४) अत्र व्युत्पत्तिः । नीयते प्राप्यते विविक्षितार्थसिद्धिरनेनेति न्यायः इति । साधनीयस्यार्थस्य यावति शब्दसमूहे सिद्धिः परिसमाप्यते स पञ्चावयवोपेतवाक्यात्मको न्यायः ।
ગુજરાતી અનુવાદક
તકરસૂરિ મ.સા.
આ