________________
લલિત વિસરા
ભવસાર રાણિક
૬ ૧૪૪
થાય છે. અને કર્મ, કર્તાની અપેક્ષા રાખીને વ્યાપાર-ક્રિયાવિષય થાય છે. જેમ કે; પ્રકાશ્ય (પ્રકાશક્રિયાવિષય) ઘટ આદિની અપેક્ષા રાખીને-આશ્રીને પ્રદીપ આદિ, (દીવા વિગેરે) પ્રકાશક-પ્રકાશકર્તા થાય છે. અને તે દીવાવગેરે પ્રકાશ કર્તા હોયે છતે ઘટ આદિ (કર્મ) પ્રકાશ્ય-પ્રકાશક્રિયાવિષય થાય છે. તેમ અહીં પણ, તથાવિધ કાર્યરૂપ પાપ બંધ થાય છે. તો જ વિપરીત જ્ઞાન આદિ રૂપ પાપ કારણવાળો પુરુષ, પાપકર્તા અવશ્ય હોઈ શકે. તે પાપકર્તા છે તો જ તથાવિધ કાર્યરૂપ પાપ બંધ પણ હોઈ શકે.
તથાચ બીજા-જુદા પ્રકારની ચેષ્ટા-વિપરીત ચેષ્ટા, અનિષ્ટરૂપ છે. કારણ કે; હિતયોગ (ઉત્તરોત્તર શુભ ફળદાયક તથા સુખકારી યોગ-સંબંધ)થી વિપરીત-ભિન્ન-ઉલ્ટી જુદી છે. અર્થાત્ ઉત્તરોત્તર અશુભ ફલની જનેતા બની દુઃખકારી છે. વળી વિપરીતક્રિયાવિષયના તરફ વિપરીત ચેષ્ટાનું અહિત યોગપણું પણ અખંડિત છે.
શંકા=વિપરીતાના વિષયભૂત અચેતન (જડ) પદાર્થોમાં વિપરીતચેષ્ટાનું અહિતયોગપણું કેવી રીતે? કારણ કે, અહિતયોગસાધ્ય, ક્રિયા ફલરૂપ અપાય-બાધાહાનિ-નુકશાનીનો જડપદાર્થોમાં અસંભવ છે. વળી જો અચેતનપદાર્થગત અહિતયોગ, ઉપચરિત કહેશો તો અચેતનપદાર્થ-ગતિહિતયોગ, ઉપચરિતપણાનો પ્રસંગ, દોષ, આપત્તિ આવશે! વળી આ સ્તવમાં, ભગવંતની પ્રસ્તુત સ્તુતિમાં ઉપચરિત હિતયોગનો પ્રયોગવાક્યરચના થઈ શકે નહીં કારણ કે, સ્તવ, સ્તુતિ, સભૃતાર્થ, અનુપચરિત, સત્ય અર્થને વિષય કરીને પ્રવર્તે છે. તો અહીં પ્રશ્ન ઉપજે છે કે; અચેતન પદાર્થગત હિતયોગનો અસંભવ હોઈ ભગવંતો પંચ અસ્તિકાયાત્મક સકલલોકનું હિત કરનારા કેવી રીતે ?
સમાધાન= અચેતન (અજીવ) પદાર્થરૂપ ધર્માસ્તિકાય વિગેરેમાં =, અહિતયોગ-અપાય-હાનિના, કારણભૂત મિથ્યા (વિપરીત) દર્શન આદિવ્યાપાર, (ક્રિયા, ચેણ) ઉપચરિત-આરોપિત નથી. (જેમ “અગ્નિર્માણવક:” ઈતિઆદિ પ્રયોગમાં માણવકમાં (વિદુષકમાં) અગ્નિપણું ઊપચરિત-આરોપિત છે. તેમ અહીં ઉપચરિત અહિતયોગ નથી.) અર્થાત્ અપાયજનકમિથ્યાદર્શનાદિવ્યાપારરૂપ અહિતયોગ, અચેતનગત, આરોપિત નથી પરંતુ સત્ય
છે.
- ચાલુ વિષયનું હેતુપૂર્વક પ્રતિપાદન – पुनरागमकर्मकत्वेन सचेतनस्यापि एवंविधस्यैव नायमिति दर्शनार्थः, ભાવાર્થ= પાછો ફરીને (વક્રી બનીને, ફરીથી બીજી વાર એની એ ક્રિયા કરીને) કર્તાને ક્રિયા
१ 'अग्निर्माणवकः' इत्यत्राग्निपदशक्यार्थस्याग्निनिष्ठशुचित्वकान्त्यादिसजातीयशुचित्वकान्त्यादिविशिष्टे लक्षणा । (शक्यार्थत्यागेन लक्षणयाऽन्यार्थबोधनमुपचारः, यथा मञ्चाः क्रोशन्ति, अग्निर्माणवक इत्यादौ अत्र तु अन्वयानुपपत्तिरेवोपचारबीजम् ॥)
અર્થાત-અગ્નિર્માણવક' એ પ્રયોગસ્થળમાં પવિત્રતા કાંતિ વિગેરે સરખા ધર્મ લઈ માણવકમાં જેમ અગ્નિનો આરોપ કરાય છે.
બારાતી અનાદિ
ભકરિ મા