________________
લલિત-વિસરા
CRભલશોર રાવત
ઝુંપડી-પર્ણશીલા) વિગેરે, અપ્રદીપપણામાં રૂઢ જ છે. કટકુટી વિગેરે, અપ્રદીપ કહેવાય અને પ્રદીપ તે પ્રદીપ જ કહેવાય એમ વ્યવહારનય વદે છે. તથાચ ભગવંતો પણ સર્વ લોક તરફ દીવા જેવા છે. કેટલાક લોક તરફ દીપકરૂપ ભગવંતો સ્વકાર્ય (તત્ત્વજ્ઞાનરૂપ પ્રકાશ કાર્ય) ન કરી શકે તેટલા માત્રથી અપ્રદીપ ન કહેવાય પરંતુ પ્રદીપ જ કહેવાય. નિશ્ચયનયવાદી-જુસૂત્ર વિગેરે રૂપ નિશ્ચયનયથી તો, જે, જેમાં (જેના પ્રત્યે) ઉપયોગી નથી (ઉપયોગનો-કામનો-લાભકારક નથી) તે, તેની અપેક્ષાએ કાંઈ નથી. (અકિંચિત્કર-અન્યથા સિદ્ધ છે.) આ નિશ્ચયનયના સિદ્ધાંતના અનુસારે, ભગવંતો પણ વિશિષ્ટસંજ્ઞીલોકભિન્ન લોકમાં (લોક તરફ) ઉપયોગી નહીં થતા હોવાથી અર્થાત પોતાનું તત્ત્વજ્ઞાનરૂપપ્રકાશકાય નહીં કરનારા હોવાથી, વિશિષ્ટસંજ્ઞિલોકભિન્નલોકરૂપ અંધ પ્રત્યે અપ્રદીપ જ કહેવાય. કારણ કે; ગુરૂલાઘવ=ગુરૂ-નિશ્ચયનય અને તેનાથી જુદો તે લઘુ-વ્યવહાર, તેનો ભાવ-પણું તે “ગુરૂલાઘવ' આ બંને પક્ષમાં સત્ય અર્થ વિષયવાળો અને સમ્યગુભાવ ગ્રાહક હોઈ ગુરૂપ જ આશ્રય કરવા લાયક છે. લઘુપક્ષ નહીં. આ પ્રમાણેના “તત્ત્વપક્ષની ઉપેક્ષા કરવારૂપ-ગુરૂ લાઘવની અપેક્ષાનો અભાવ હોઈ તત્ત્વાનુભવપ્રાપ્તિશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ હોવાથી (અથવા ગુણદોષ વિષયક ગુરૂ લાઘવને આશ્રી બુદ્ધિશાલીની પણ કવચિત્ વ્યવહારથી પણ તત્ત્વોપલંભશૂન્ય પ્રવૃત્તિ થાય, આ ન્યાય અહીં નથી, એથી જ તેના નિષેધ સારૂ કહે છે કે “અનપેક્ષિત ગુરૂ લાઘવ'-ગુરૂ લાઘવની અપેક્ષા વગર તત્ત્વોપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ હોવાથી) અર્થાત્ ગુરૂ લાઘવની અપેક્ષા સિવાય માત્ર વ્યવહાર પણનો જ આશ્રય કરો તો સ્તવનીય (સ્તવવા યોગ્ય-સ્તોતવ્ય અરિહંત ભગવંતોના સ્વભાવ-સ્વરૂપ વિષયક સંવિત્તિ (સંવેદન-જ્ઞાન) વાળી પ્રસ્તુત ખવરૂપ (લોકપ્રદીપરૂપ સ્તુતિરૂપ) પ્રવૃત્તિના અભાવની સિદ્ધિ હોય, તીર્થંકરના દેશનાકિરણોથી પણ તત્ત્વજ્ઞાનપ્રકાશના અભાવવાળા, વિશિષ્ટસંજ્ઞિલોકભિન્નલોક, અંધતુલ્ય છે. તે અંધ પ્રત્યે અરિહંત ભગવંતો અપ્રદીપ છે.
ચાલુ વિષયનો ઉપસંહાર
तदेवंभूतं लोकं प्रति भगवन्तोऽपि अप्रदीपा एव, तत्कार्याकरणादित्युक्तमेतत्, न चैवमपि भगवतां भगवत्त्वायोगः, वस्तुस्वभावविषयत्वादस्य,
ભાવાર્થ તેથી ઉપરોક્ત ચર્ચાથી વિશિષ્ટસંશિલોકભિન્નલોકના પ્રત્યે ભગવંતો પણ અપ્રદીપ જ છે. કારણ કે, તેના તરફ સ્વ-પોતાનું કાર્ય નહીં કરવાથી વિગેરે યુક્તિઓ-દલીલો દ્રષ્ટાંતથી પૂરવાર-સાબિત કરી દીધેલ છે.
શંકા-જ્યારે ભગવંતો વિશિષ્ટ સંજ્ઞીલોક પ્રત્યે જ પ્રદીપ જેવા છે અને તદભિન્ન લોકરૂપ અંધ પ્રત્યે અમદીપ જ છે. છતાં ભગવંતોમાં ભગવત્તાની જરાપણ ક્ષતિ-ત્રુટિ-ઉણપ નથી એમ કહેવાય ?
સમાધાન-ભગવંતો વિશિષ્ટ સંશિલોક પ્રત્યે પ્રદીપ જ છે. તભિન્નલોકરૂપ અંધ પ્રત્યે અપ્રદીપ છે. આ નિરૂપણથી ભગવંતોમાં ભગવત્તાનો અભાવ થતો નથી. કારણ કે, આ પ્રકૃતસ્તવનો (ભગવંતોની "લોકપ્રદીપ"રૂપ સ્તુતિનો) વિષય વસ્તુસ્વભાવ છે અને વળી વસ્તુનિષ્ઠ સ્વભાવ વિષયક પ્રકૃતસ્તુતિની પ્રવૃત્તિ છે. એટલે ક્ષતિનો સર્વથા અભાવ છે. આવી સ્તુતિથી તો ભગવંતોની ભગવત્તા, શાશ્વતી સ્થાપિત થાય છે.
સતીશ
ભકિસમિસ