________________
લલિત-વિસ્તરા - એ
ભદ્રસૂરિ રચિત
જે આત્માનું-જીવનું સ્વરૂપમાં રહેવારૂપ સ્વાચ્ય (તંદુરસ્તી-આરોગ્ય-સ્વસ્થતા) તે અભયનો મર્મ સમજવો. અર્થાત્ જેનું મોક્ષરૂપ ફલ છે એવા સમ્યગદર્શનાદિ ધર્મની ભૂમિકા-બીજરૂપ માર્ગ બહુમાન આદિ ગુણ (માર્ગ બહુમાન-માર્ગપ્રવેશ-માર્ગપ્રવર્તન આદિમાં પ્રેમરૂપગુણ) ના કારણભૂત, આત્માના પોતાના સ્વરૂપના નિર્ણયરૂપ ધૃતિ, અભય તરીકે પરિભાષિત કરાય છે. અર્થાત્ સકલ ભયપરિણામોથી પોતાનું સ્વરૂપ જુદું છે, પોતે અભયરૂપ છે એવો જે નિર્ણય તેને સાંખ્યની પરિભાષામાં “વૃતિ' કહે છે. અભયનું બીજું નામ ધૃતિ. અભય કહો કે ધૃતિ કહો એકની એક વાત છે. ભગવાન્ પરિવ્રાજક ગોપેન્દ્રના શબ્દોમાં “અભય” ધૃતિ તરીકે કહેવાય છે.
-આત્મગત વિશિષ્ટ સ્વાથ્યરૂપ ધૃતિ-અભયની અન્વયવ્યતિરેક પૂર્વક સુન્દર સમીક્ષા
વિશિષ્ટ આત્મિક સ્વારૂપ અભયત્વ ઘર્મની નહીં ઉત્પત્તિ થયે છતે-ગેરહાજરી હોયે છતે મોક્ષ ફલક સમ્યગદર્શનાદિ ધર્મોની ઉત્પત્તિ કે વિદ્યમાનતા-હાજરીનો અભાવ થાય છે. કારણ કે; મનમાં વર્તતા સાત ભેટવાળા ભયરૂપ ઉપદ્રવો (પીડા-વેદના-વ્યથાઓ) થી મનનું આત્યંતિક પીડન થાય છે,-ચિત્તવર્તી આ સાતભેદવાળા ભયરૂપ સંતાપો મનને ખૂબ વીતાડનારા છે. જ્યારે ચિત્તની ત્રસ્ત કે ભયગ્રસ્ત દશા હોય ત્યારે અભયનો અભાવ હોઈ મોક્ષફલક સમ્યકત્વાદિનો તો નિતાંત અભાવ હોય ! એમાં દલીલ શી? મતલબ કે; ચિત્તની અત્રસ્ત દશાના સદ્ભાવમાં આત્મગત વિશિષ્ટ સ્વસ્થતારૂપ અભય હોય, અને અભયની સત્તામાં જ મોક્ષજનક સમ્યકત્વાદિની હાજરી હોય જ.
–આજ વિષય ઉપર ફેંકાતો વધુ પુષ્ટ કે સ્પષ્ટ પ્રકાશ
चेतःस्वास्थ्यसाध्यश्चाधिकृतो धर्मः, तत्स्वभावत्वात्, विरूद्धश्च भयपरिणामेन, तस्य तथास्वास्थ्यकारित्वात्, अतोऽस्य गुणप्रकर्षरूपत्वात्, अचिन्त्यशक्ति युक्तत्वात्, तथाभावेनावस्थितः, सर्वथापरार्धकरणात्, भगवद्भ्य एव सिद्धिरिति । तदित्यंभूतमभयं ददतीत्यभयदाः १५॥
ભાવાર્થ-વળી અધિકૃતધર્મ-સમ્યગદર્શન આદિ રૂપ મોક્ષફલકધર્મ, ચિત્તના સ્વાચ્ય (સમાધિ-સમતા-શાંતિઅચલતા-સ્થિરતા-એકતા) રૂપ સાધનથી સાધ્ય છે. અર્થાત્ સમ્યગદર્શન આદિરૂપ મોક્ષ ઘર્મરૂપ સાધ્ય (કાર્યફલ) ના પ્રત્યે ચિત્તની સ્વસ્થ દશા-અકંપતા-અચલતા એ કારણ છે. કારણ કે, સમ્યગુદર્શનાદિ ધર્મરૂપ કાર્યનો સ્વભાવ જ છે કે; ચિત્તની સ્થિરતારૂપ સાધનથી સાધ્ય બને છે.
૧ ‘ભય ચંચળતા હો જે પરિણામની રે ઢેષ અરોચક ભાવ. ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીએ રે દોષ અધ લખાવ. સંભવ. ૨. આ. ચો. ૩ જા સ્તવનમાં-જિનેશ્વરની સેવા કરવા માટેના કારણરૂપ પહેલી ભૂમિકામાં અભય, અદ્વેષ અખેદરૂપ એ ત્રણ ગુણ તો ખાસ જોઈએ. ભય=મનના-આત્માના સારા ભાવમાં અસ્થિરતા-વિષયારસની આસક્તિજન્ય મનની ચિંચલતા. દ્વેષ ધર્મ ઉપર અરોચકભાવ-અણગમો ખેદ-ધાર્મિક પ્રવૃત્તિ કરતા કંટાળો અને થાક લાગે. દોષ=અજ્ઞાનતા-
મિથ્યાત્વ આ શબ્દોના ચાર અર્થ સમજો-ધ્યાનમાં લ્યો ભૂમિકારૂપ અભય, પ્રાથમિક અષ, અખેદ પ્રાપ્ત થવા જોઈએ. અને પછી દોષનો મિથ્યાત્વનો નાશ થવો જોઈએ. અથવા પ્રથમની ચાર દ્રષ્ટિ સુધીમાં અનુક્રમે ભય, દ્વેષ, ખેદ, દોષ એ ચાર દોષ જવા જોઈએ, ત્યાર પછી જ મિથ્યાત્વ જાય ત્યારે સમ્યકત્વ થાય.
२ 'प्रकृत्यर्थे प्रकारीभूतधर्मो भावप्रत्ययार्थ इति न्यायेन, तद्वत्त्वं, तद्विशिष्टत्वं, तयुक्तत्वं तदेव, यथा गन्धविशिष्टत्वं, गन्धयुक्तत्वं च गन्ध एव । तथाऽत्रापि अचिन्त्यशक्तियुक्तत्वं-अचिन्त्यशक्तिरेवेति बोध्यम् ॥
અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ. સા