________________
લલિત-વિસરા
વિસનારા
ભારતીય
(૧૫૮) જ્યારે સ્તવોમાં પણ આ પ્રમાણે જ વાચક પ્રવૃત્તિ છે. એમ પ્રમાણિત થયું ત્યારે કેટલાકનું એવું કહેવું થાય છે કે “સ્તવમાં-મંગલકારક વિઘ્નહારક સ્તોત્રમાં, અપુષ્કલ (સંપૂર્ણરૂપ સ્વઅર્થરૂઢ એવા સંપૂર્ણરૂપ અર્થને નહીં કહેનાર-ન્યૂન-અપૂર્ણવાચક) શબ્દ, પ્રત્યાય માટે (બાધા-દુઃખ-પાપ-અનિષ્ટજનક માટે) થાય છે.” આવું પ્રતિપાદન, ઉપરોક્ત પ્રોઢ પ્રતિપાદનથી ખંડિત થાય છે. અર્થાતુ આ લોકોત્તમ આદિ પાંચ પદોના વ્યાખ્યાનથી "સ્તવમાં અપુષ્કલશબ્દ-સંપૂર્ણલોકમાં રૂઢ એવા પોતાના લોકશબ્દના અર્થને નહીં કહેનારલોકોત્તમાદિ પાંચ પદોમાં અન્તર્ગત લોકશબ્દ, પ્રત્યવાય-દુઃખ-પાપ-અનિષ્ટ-અમંગલજનક છે. એવું નિરૂપણ ખંડિત થાય છે. કારણ કે; તત્ત્વથી-વાસ્તવિક સ્તવનવૃત્તિની અપેક્ષા રાખીને, આવા વિભાગથી પ્રવર્તેલ લોકશબ્દમાં, સંપૂર્ણ લોકરૂપ સ્વાર્થનું અકથન હોવા છતાં જરાય અસંપૂર્ણવાચકતા નથી-ન્યૂનવાચકત કદાચિત લોકાઢ-સંપર્ણ લોકરૂપ સ્વાર્થની અપેક્ષાએ ન્યુનતા પણ ઘટે પરંત તત્ત્વની અપેક્ષાએ-વાસ્તવિક રીતે ન્યૂનતા નથી. તત્ત્વદ્રષ્ટિએ અપુષ્કલવાચકતા નથી. એમ શાસ્ત્રકારનું નિરૂપણ છે.
ઈતિ-આ પ્રમાણે "લોકપ્રદ્યોતકર” રૂપ શક્રસ્તવના ૧૪ મા પદની વ્યાખ્યા પૂરી થાય છે. –શક્રસ્તવની ચોથી સંપદાનો ઉપસંહાર
एवं लोकोत्तमतया लोकनाथभावतो लोकहितत्वसिद्धेर्लोकप्रदीपभावात्, लोकप्रद्योतकरत्वेन परार्थकरणात् स्तोतव्यसम्पद एव 'सामान्येनोपयोगसम्पदिति ४ ॥
ભાવાર્થ-તથાચ આ પ્રમાણે લોકોત્તમો જ લોકનાથ થાય છે અને લોકનાથ થાય છે તોજ લોકહિતપણાની સિદ્ધિ છે. અને લોકહિતપણાની સિદ્ધિ છે તોજ લોકપ્રદીપ થાય છે. અને લોકપ્રદીપ છે તોજ લોકપ્રદ્યોતકર બની પરોપકાર કરે છે. (પૂર્વ પૂર્વ કારણ પર પર કાર્ય એ ન્યાયથી પૂર્વ પૂર્વ કારણ અને પરંપર કાર્ય માની અર્થ સંકલના કરવી.) એવંચ સમસ્ત ભવ્યલોકના પ્રત્યે ઉત્તમપણાએ, વિશિષ્ટ-બીજાધાનાદિસંવિભક્તભવ્યલોકના પ્રત્યે નાથપણાએ, સકલ પ્રાણિલોક કે સકલ પંચાસ્તિકાયાત્મક લોકપ્રત્યે હિત (કારી) પણાએ, સમ્યગદર્શનનયનસંપન્ન સંોિલોક પ્રત્યે પ્રદીપપણાએ, ઉત્કૃષ્ટચતુર્દશપૂર્વધરગણધરલોકપ્રત્યે પ્રદ્યોતકરપણાએ, ભિન્નભિન્નલોકરૂપ ભિન્નભિન્નક્ષેત્રોમાં અરિહંતભગવંતો પરાર્થ-ઉપકાર કરનારા છે. અર્થાતુ અરિહંત ભગવંતો સામાન્યપણે સર્વ લોકને ઉપકારી હોવાથી તેમના લોકોત્તમાદિ પાંચ વિશેષણપદો છે. માટે એ પાંચેય પદોમાં પરાર્થપણારૂપ (પરમાર્થ કરવારૂપ) ઉપયોગ સમાયેલો હોવાથી-પાંચપદોમાં પહેલી જ સ્તોતવ્યસંપદાનો સામાન્યથી ઉપયોગ (વ્યાપકપણાએ ઉપયોગ) સર્વ લોકોને પરમાર્થ કરવારૂપ, સમાયેલો હોવાથી તે પાંચપદવાળી ચોથી સંપદા “સામાજોપયોગસંપદા' કહેવાય છે.
આ પ્રમાણે ચોથી સંપદાનું વ્યાખ્યાન પૂરૂ થાય છે. સમાપ્ત થાય છે. -પાંચમી “ઉપયોગસંપદા દાનીતુસંપદાનું નિરૂપણ...
૧ જેટલો લોક છે - જેટલા પ્રકારનો લોક છે - તમામ લોકવ્યાપી પરમાર્થ કરવારૂપ ઉપયોગ એ અર્થ અહીં ઘટાવવો.
૧ શ્રી અરિહંતદેવોની આ ઉપયોગિતા જે હેતુઓવડે સિદ્ધ થાય છે, તેનો નિર્દેશ ઉપયોગહેતુ કે તહેતુ-સંપદાદ્વારા
ગજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિમા