________________
લલિત-વિખરા આ ઉભપ્રસારિ રચિત
૧૫૫ ચતુર્દશપૂર્વના વેત્તારૂપ લોકને જ અધિકારી રાખીને-વિષય કરીને-ઉદેશીને જ નહીં કે બીજા-છસ્થાન હીનશ્રુતલબ્ધિવાળા પુરૂષોની અપેક્ષા રાખીને કારણ કે; હીનદ્રુતલબ્ધિવાળા પ્રત્યે ભગવંતોનું પ્રદીપત્વ સમજવું પ્રદ્યોતકરત્વ નહીં.) પ્રદ્યોત કરનારા અરિહંત ભગવંતો છે. સારાંશ કે; ભગવંતની પ્રજ્ઞાપના (દેશના) જન્ય ઉત્કૃષ્ટ પ્રકાશરૂપ ત્રિપદીરૂપ પ્રદ્યોતને પામી જેમણે જાણ્યા છે-સમસ્ત અભિલાપ્ય પદાર્થ સમૂહો એવા ગણઘરો જ ઉત્કૃષ્ટ ચતુર્દશ પૂર્વવેત્તાઓ કહેવાય છે. કારણ કે; ગણધરરૂપ અધિકારીઓમાં જ ભગવંતની પ્રજ્ઞાપનાનું, ઉત્કૃષ્ટ પ્રકાશરૂપ પ્રદ્યોત સંપાદનનું સંપૂર્ણ રીતે સામર્થ્ય છે.
અર્થાતુ ભગવંતો ત્રિપદીની પ્રજ્ઞાપનાદ્વારા સકલ અભિલાપ્ય પદાર્થ વિષયક શ્રુતાવરણાદિ ક્ષયોપશમરૂપ ઉત્કૃષ્ટ પ્રકાશરૂપ પ્રદ્યોત, ગણધરોમાં વિનિહિત-સ્થાપિત કરે છે. કારણ કે; ભગવંતની તાદ્રેશ પ્રજ્ઞાપનમાં એવું જ અપૂર્વ સામર્થ્ય છે.
શંકા-જો આવી જ હકીકત છે તો ગણધર વ્યક્તિભિન્ન વ્યક્તિઓમાં તો ભગવંતના વચનથી પ્રકાશનો અભાવ જ પ્રાપ્ત થશે જ ને ?
સમાધાન-આમ ન બોલો ! કારણ કે; ત્રિપદીરૂપ ભગવંતના વચનથી સાધ્ય-સકલ અભિલાપ્યપદાર્થવિષયક બોધ-દર્શનરૂપ પ્રદ્યોતના એક દેશનો (સર્વાશે નહીં પરંતુ એક ભાગનો એક અંશનો) ગણધર ભિન્ન અના વ્યક્તિઓમાં ભગવંતના વચનથી સદ્ભાવ છે. દા.ત. દિગદર્શક પ્રકાશનો (દિપ્રકાશક સૂર્યના પ્રકાશનો) પૃથગુ પૃથર્ પૂર્વવિગેરેદિશાઓમાં જેમ સદ્ભાવ છે. તેમ અહીં સમજવું.
-સામર્થ્યગમ્ય, પ્રદ્યોત્ય-પ્રદ્યોતવિષયપદાર્થનું નિર્ધારણ
प्रद्योत्यं तु सप्तप्रकारं जीवादितत्त्वं, सामर्थ्यगम्यमेतत्, तथाशाब्दन्यायात्, अन्यथा अचेतनेषु प्रद्योतनायोगः, प्रद्योतनं प्रद्योत इति भावसाधनस्यासम्भवात्,
ભાવાર્થ-સાત પ્રકારના જીવાદિ રૂપ તત્ત્વો (જીવ-અજીવ-આશ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષરૂપ સાત પદાર્થો) પ્રદ્યોત્ય-ઉત્કૃષ્ટ પ્રકાશરૂપ પ્રદ્યોતક્રિયાના વિષયરૂપ છે. અહીં-"લોકપ્રદ્યોતકર” એ સૂત્રમાં પ્રદ્યોત્યનું-પ્રદ્યોતવિષયનું
લાભ વડે સમાન છે. અર્થાતુ અક્ષરશ્નતની અપેક્ષાએ બધા ચૌદ પૂર્વધરો સરખા છે, છતાં શ્રતવિશેષથી-ક્ષયોપશમની વિચિત્રતાથી તેઓ હીનાધિક છે. આથી કરીને ચૌદ પૂર્વધરોને સ્થાન પતિત કહ્યા છે. એટલે કે કોઈ ઉત્કૃષ્ટ પૂર્વધર, સર્વ અભિલાખ વસ્તુને જાણે છે. તેમનાથી બીજાઓ ઓછું ઓછું જાણે છે; જે સૌથી ઓછા અભિલાખ ભાવોને જાણે છે, તે જધન્ય ચૌદ પૂર્વધર છે.
૧-ચૈતન્યલક્ષણવાળી જીવવસ્તુ (૧) ચૈતન્યલક્ષણ રહિત જે જડસ્વભાવી વસ્તુ તે અજીવવસ્તુ (૨) આશ્રવ વસ્તુ જીવ. જેના વડે સુખ ભોગવે તે કર્મ પુણ્ય કહેવાય અને જીવ જેના વડે દુઃખ ભોગવે તે કર્મ પાપ કહેવાય. જીવાજીવને, આશ્રયી પેદા થયેલી શુભાશુભ પ્રવૃત્તિ તે આશ્રવ-જીવોમાં કર્મોનું આવવું તે. આમાં પુણ્યપાપનો સમાવેશ થાય છે. (૩) બંધવસ્તુ જીવની સાથે કર્મોનું જે પરસ્પર મળી જવું-બંધાવું તે (૪) સંવરવસ્તુ-જીવમાં આવતાં કર્મોનું જે રોકાવું. (૫) નિર્જરાવસ્તુ કર્મોનો જે દેશથી-અલ્પાંશે ક્ષય થવો તે. (૬) મોક્ષવસ્તુ=આત્માની સાથે લાગેલા સર્વ કર્મોનો જે સવાશ-સંપૂર્ણતયા ક્ષય થવો તે. (૭)
ગુજરાતી અનુવાદક - મકરસૂરિ મ. સા.