________________
લલિત-વિસ્તરા
હરિભદ્રસુરિ રચિત
વ્યતિરેક-પ્રકાશના પ્રધાન કારણરૂપ પ્રવચન કિરણોથી, તથા દર્શન, અભવ્યોને વર્તતું જ નથી. શંકાભવ્યમાત્રને પણ વચનિકરણોથી આલોકમાત્રનો અભાવ હોઈ આ નિયમ કેમ ઘટે ?
આ ૧૫૧
સમાધાન=જે ભવ્યોમાં તથાદર્શનરૂપ કાર્યનો અભાવ છે તે ભવ્યોના પ્રત્યે આલોકરૂપ કારણ, અકિંચિત્કરઅનુપયોગી-નકામો છે." અર્થાત્ તે આલોક જ કહેવાતો નથી. કારણ કે; જે સ્વ (પોતાનું) કાર્યકારી હોય તે જ વસ્તુ કહેવાય છે. (સ્વકાર્યકારિત્વ વસ્તુનઃ લક્ષણમ્) અને આવું એવંભૂત' શ્રુતનય-વચનનું પ્રમાણપણું છે.
અર્થાત્ પૂર્વોક્ત અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણદ્વારા અહીં લોકશબ્દથી ભવ્યલોક લેવો જોઈએ પણ આ સૂત્રમાં (‘લોકપ્રદ્યોતકર' સૂત્રમાં) રહેલ લોકશબ્દથી, ઉત્કૃષ્ટ પ્રતિભા સંપન્ન (ઔત્પાતિકીવિગેરે વિશિષ્ટબુદ્ધિવૈભવ સંપન્ન-ગણધરપદપ્રયોગ્ય-પ્રતિષ્ઠાપ્ય) ભવ્ય સત્ત્વ-પ્રાણિ લોક જ લેવાય છે. બીજા ભવ્યો નહીં. તથાચ સર્વશ્રેષ્ઠ પ્રખર પ્રતિભાના સ્વામી ગણધરરૂપ ભવ્યલોકનું જ લોકશબ્દથી અહીં ગ્રહણ કરાય છે. કારણ કે; સર્વાતિશાયિબુદ્ધિલક્ષ્મીપતિગણધર પદની યોગ્યતા વિશિષ્ટ ભવ્યલોક પ્રત્યે ભગવંતો તત્ત્વથીનિશ્ચયવૃત્તિથી પ્રદ્યોત-પૂર્વોક્ત પ્રકાશ પાથરવાના સ્વભાવવાળા છે. તથાહિ-જે પ્રથમ (પ્રારંભિક-પહેલવહેલાશરૂઆતના) સમવસરણમાં જ અરિહંતે આપેલી ત્રિપદી (માતૃકારૂપ પદયત્રી) ને સાંભળવાથી પ્રદ્યોત (પ્રકાશપ્રકાશ્યવિષયકતથાદર્શન) ની પ્રવૃત્તિ થયે છતે, સકલ અભિલાપ્ય રૂપ પ્રદ્યોત્ય-પ્રકાશ્ય જીવાદિ સાત (નવ) તત્વોના આરપાર દ્રષ્ટા, સકલશ્રુત-ગ્રંથના પ્રણેતા તત્કાળ-તરત જ થાય છે. તે અહીં સર્વશ્રેષ્ઠ પ્રતિભા સંપન્ન ભવ્યલોક લેવો. કારણ કે, ઉપ્પન્નઈ વા (૧) વિગમેઈ વા (૨) ધુવેઈ વા (૩) આ ત્રણ પદના સમૂહરૂપ ત્રિપદીના ઉપન્યાસદ્વારા, સર્વોત્તમ મતિમાલીક ભવ્ય લોકમાં જ તત્ત્વથી પ્રદ્યોતને કરવાનો-સ્વભાવ ભગવંતનો છે.
૧ શબ્દના અર્થ વિશેષને શોધવામાં તત્પર અધ્યવસાય ‘એવંભૂત' કહેવાય છે. ખાસ કરીને શબ્દથી ઉદ્ભવતા અર્થ પ્રમાણે ક્રિયા થતી હોય ત્યારે જ તે વસ્તુનો ને શબ્દથી વ્યવહાર થઈ શકે એમ સ્વીકારનારા અધ્યવસાયને ‘એવંભૂતનય’ કહેવામાં આવે છે. જેમકે ગોશબ્દથી જે ગાય, ગમનક્રિયા કરતી હોય તે જ ગાયનો વ્યવહાર થઈ શકે, નહિ કે બીજી સૂતેલી કે બેઠેલી ગાયનો, એમ આ માને છે,
૨ અશ્રુતનિશ્રિત મતિના ચાર ભેદોઃ-(૧) ઔતપાતિકી="રોહા”ની જેમ જાણ્યું કે જોયું ન હોય અને પ્રસંગે (અવસરે) જે સ્ફૂરે તે. (૨) વૈનયકીબુદ્ધિ=વિનય કરતાં પ્રાપ્ત થયેલી બુદ્ધિ જેનાથી પગલું માત્ર જોવાથી હાથણી વિગેરેને જાણનાર વિદ્યાર્થીની જેમ જાણી શકાય છે. (૩) કર્મજા બુદ્ધિ=વિનય કરતાં કરતાં પેદા થાય તે. જેમકે-ખેડૂતની ખેતીસંબંધી બુદ્ધિ, આ બુદ્ધિ "કાર્મિકી' એવા નામથી ઓળખાય છે. (૪) પરિણામિકી બુદ્ધિ=વયના (ઉંમરના) પરિપાકથી થનાર સમ્યગ્દષ્ટિની બુદ્ધિ (જે આર્યવજસ્વામી મહારાજ આદિને હતી.)
૧ માતૃકા=જૈનશાસનની જનેતા રૂપ, મૂળાક્ષર, આઘેંક, બારાખડી રૂપ.
૨ ભગવાનશ્રી જીનેશ્વરદેવોના શ્રીમુખેથી ત્રિપદીનું શ્રવણ કરવા માત્રથી જ, ગણધર ભગવાનોના આત્માઓમાં રહેલું દ્વાદશાંગીની રચના કરવા જોગું અદ્ભુત સામર્થ્ય આવિર્ભૂત થાય છે. કોઈ કહેશે કે—–ભગવાન શ્રી જિનેશ્વરદેવથી ઉચ્ચારાએલી
ગુજરાતી અનુવાદક
ભદ્રંકરસૂરિ મ.સા.
આ