________________
કરી છે જેમાં
લલિત-વિરપરા આ હરિભદ્રસાર રચિત
( ૧૪૨ – દ્રષ્ટાંતપૂર્વક ઈષ્ટાર્થનું સ્પષ્ટીકરણ –
જેમ કે; સ્વાદુ-લહેજતદાર, રસાળ (તત્કાળ જીભને આનંદ-સંતોષ-પ્રીતિ-તૃપ્તિ આપનાર) અને પથ્યપસંદ પડતું. રુચતું (ભવિષ્યમાં સારું) અન્ન (ખોરાક-ખાવાની વસ્તુ-રાંધેલું અનાજ) જેમ તદ્દન રોગ વગરનાને ઇષ્ટ મનાય છે. કારણ કે, નવા રોગવાળાને તો પથ્ય પણ ખોરાક, -પસંદ પડતો ખોરાક, અહિતનુકસાન કરનાર હોઇ પથ્ય ખોરાકનો અધિકાર નથી. (અન્ન, અપથ્ય છતાં સ્વાદુ એકાંત અનિષ્ટ છે તેવી રીતે અસ્વાદુ છતાં પથ્થ એકાંતે ઈષ્ટ નથી. એકાંતે ઈષ્ટ તે જ લેખાય છે કે; જે સ્વાદુ અને પથ્ય અન્ન હોય.) એવંચ સ્વાદુ અને પથ્ય અન્ન જ એકાંતે ઈષ્ટ છે. વળી સ્વાદુ પથ્ય અન્નથી થતો ઉપકાર-લાભ-ફાયદો-ગુણ તે જ વસ્તુતઃ ઈષ્ટ છે. કહ્યુ છે કે; “કાર્યની ઇચ્છાવાળાએ, જેનાથી તરત જ કાર્ય થતું હોય એવું કારણ, ચાહવું જોઇએ. જેમ આહારથી થતી તૃપ્તિ (કાર્ય)ની ઈચ્છાવાળાએ ખોરાકની ઇચ્છા જરૂર કરવી જોઈએ તેમ અહીં વ્યવહારથી-કારણ હોવાથી સ્વાદુ પથ્ય અન્નની ઈષ્ટતા છે. પરંતુ સ્વાદુ પથ્ય અન્ન જન્ય અનુગ્રહ (તૃપ્તિરૂપ કાર્યલાભ)ની વસ્તુતઃ મુખ્યત્વે ઈષ્ટતા છે. હવે ચાલુ વિષયમાં શાસ્ત્રકાર ઘટાવે છે કે; વસ્તુતઃ યથાસ્થિત-સ્વરૂપ દર્શનપૂર્વક, ભાવિ અપાયપરિહારપૂર્વક પ્રરૂપણા જન્ય ઉપકાર (ાર્ય-ગુણ) જ ઈષ્ટ છે, તો પણ અનંતર (અવ્યવહિત) કારણ હોઈ આ યથાસ્થિતસ્વરૂપ દર્શનપૂર્વક ભાવિ અપાય પરિહારપૂર્વક પ્રરૂપણારૂપ હિતયોગલક્ષણક્રિયા પણ ઈષ્ટ છે એમ સ્વતઃસિદ્ધ થાય છે. (વિશિષ્ણનુગ્રહરૂપેષ્ઠ પ્રતિ યથાસ્થિતસ્વરૂપદર્શનાદિપૂર્વકપ્રરૂપણારૂપહિતયોગ-લક્ષણ ક્રિયા કારણે ઇતિ કાર્યકારણભાવ:).
અન્વયનો અભિનય- જે જે વસ્તુને બરોબર જેવી જુવે છે, આવતી કાળની હાનિને પરિહરતો તદનુરૂપ (તેવી જ) પ્રરૂપણારૂપ ચેષ્ટા હોય તો તે ક્રિયા ઈષ્ટસુખકારી મનાયેલ છે.
- “ઉલ્ટી ચેષ્ટા અનિષ્ટ-દુઃખકારી છે' એ રૂપ વ્યતિરેક વિષયનું વિગતવાર વર્ણન – अतोऽन्यथा तदनिष्टत्वसिद्धिः, तत्कर्तुरनिष्टाप्तिहेतुत्वेन.
ભાવાર્થ= જે વસ્તુ જેવી છે તેવી નહીં જોતાં ઊલટી રીતે વિપરીત પ્રકારે જોઈ, વિપરીત પ્રરૂપણા કરે છે. તેની તાદ્રેશ વિપરીત પ્રરૂપણારૂપ ચેષ્ટા, અનિષ્ટ-દુઃખકારી, મોટી નુકસાની કે ગેરફાયદો કરનારી છે, કેમ કે, પહેલાં ઉલટું જ્ઞાન-દર્શન પછીથી ભાવિમાં આપદા આપનારી વિપરીત પ્રરૂપણા આદિ વિરુદ્ધ વર્તન છે. અત. એવ ચેતનપદાર્થ તરફ કે અચેતનપદાર્થ તરફ અનુરૂપ વ્યથાયોગ્ય (સરખે સરખું જેમ ઘટતું હોય તેમવ્યાજબી-બરોબર-ખરી રીતે) નહીં પ્રવર્તતો અર્થાત વિપરીત રીતે વર્તનાર (ઉચિત ચેષ્ટા કરવા છતાં પણ આગામિભવિષ્યમાં થનારી બાધા-હાનિને નહીં પરિહરનાર પણ) નિયમથી-અવશ્ય-એકાંતે અશુભ-પાપકર્મથી બંધાય છે, લેપાય છે. આમ કહેવાથી વિપરીત ચેષ્ટા કર્તામાં (અસમ્યક-પ્રરૂપકઆદિમાં) અનિષ્ટ-અશુભ કર્મબંધ દર્શાવ્યો.
પરંતુ વિપરીતદર્શનપ્રરૂપણાદિ ક્રિયાના વિષયભૂત ચેતન કે અચેતનમાં, અનિપ્રાપ્તિના હેતુ તરીકે વિપરીતબોધ, થાયે ખરો અને ન પણ થાય એમ અનેકાંત છે. અર્થાત અચેતન પદાર્થ પ્રત્યે વિપરીતબોધ,
અનિષ્ટપ્રાપ્તિમાં હેતુ ન થાય અને ચેતનપદાર્થ પ્રત્યે વિપરીતબોધ, અશુભકર્મના બંધમાં કારણભૂત થાય પણ ખરો એમ અહીં અનેકાંતનું રહસ્ય સમજવું.
વાદક -
મકરસૂરિ મ. સા.
ગુજરાતી અનુવાદક