________________
લલિત વિસ્તરા - જી હરિભદ્રસૂરિ થિ
= ૧૪૧ પ્રરૂપિત પદાર્થના પ્રત્યે આગામિ-ભવિષ્યકાળમાં બાધા-પીડા-અપાયના પરિહારપૂર્વક હિત કરનારા વીતરાગો હોય છે. તથાહિ-અરિહંત ભગવંતો, પહેલાં કેવલ-જ્ઞાનદર્શન સંપાદન દ્વારા, ઉપરોક્ત સકલલોકને યથાર્થ જાણી-જોઈ (સમવસરણ આદિ સ્થલે) સકલલોક વિષયક સમ્યક પ્રરૂપણાદ્વારા સકલલોકનું આગામિકાલમાં બાધાના પરિહારપૂર્વક હિત-ભલું-કલ્યાણ-શ્રેયઃ સંપાદનદ્વારા સકલલોકના પ્રત્યે હિત કરનારા છે.
વળી સામાન્ય નિયમ છે કે; જે, (ક) જેને, (કર્મરૂપ વસ્તુને) બરોબર યથાસ્વરૂપ યથાર્થ જુવે છે–દેખે છે. અને પછીથી જેવી વસ્તુ જોઈ હતી તે જ પ્રમાણે ભાવિ (ભવિષ્યમાં થનાર) અપાય-બાધાને પરિહરતો (તજતો-દૂર કરતો) વસ્તુવિષયક વ્યવહાર-શબ્દપ્રયોગ કરે છે, પ્રરૂપણા કે દેશના કરે છે. ન કે સત્યવાદી-લૌકિક કૌશિકમુનિની માફક આગામિ કાળમાં થનાર અપાય-બાધાના કારણરૂપ વસ્તુ નિરૂપણ, અહીં સમજવું.) *તે યર્થાથદ્રા-જ્ઞાતા, (બરોબર જોનારો અને તે પ્રમાણે ભાવિહાનિને પરિહરતો પ્રરૂપણા કરનારો) તે વસ્તુ (બરોબર જોવાયેલા અને ભાવિ નુકસાનીના પરિહારપૂર્વક કહેવાયેલ વસ્તુ)ના પ્રત્યે હિત-અનુગ્રહ-ઉપકાર-ભલું-ગુણ કરનાર છે. આવો અહીં હિતશબ્દનો પરમાર્થ પરખવો.
- હિતશબ્દના ઉપર્યુક્ત પરમાર્થનું દલીલ દ્રષ્ટાંત સાથે સમર્થ સમર્થન – इत्थमेव तदिष्टोपपत्तेः, इष्टं च सपरिणामं हितं, स्वादुपथ्यान्न वदतिरोगिणः,
ભાવાર્થ– આ પ્રમાણે જ યથાર્થ વિષયકદર્શન તથા ભાવિ અપાય પરિહારપૂર્વક પ્રરૂપણાદિ પ્રકારથી જ, તે યથાર્થદર્શન- પ્રરૂપણાદિક્રિયા-વ્યાપાર કર્તામાં, ઈષ્ટ-ક્રિયાફલ ઘટી શકે છે. (ચેતન કે અચેતન પદાર્થને વિષય કરીને દર્શનાદિક્રિયા થયે છતે ક્રિયાફલ રૂપ ઈષ્ટ, સ્વગત-ક્રિયાકર્તગત ઘટે છે. અથવા વિશિષ્ટ ચેતનને વિષય કરીને દર્શનાદિક્રિયા થયે છતે ક્રિયાફલ રૂપ ઇષ્ટ, સ્વપરગત ક્રિયાકર્તરૂપ સ્વચેતનગત અને ક્રિયાવિષય ચેતનગત ઘટે છે) અર્થાત્ આ મુદ્દો ધ્યાનમાં રાખીને જ હિતશબ્દનો ઉપર્યુક્ત અર્થ કરેલ
– ઈષ્ટપદાર્થનું વિવેચન –
ઈષ્ટ એટલે સપરિણામ –ઉત્તરોત્તર (ક્રમાનુસાર, એક એકની પછી વધતાં વધતાં, આગળ આગળ) શુભફલના અનુબંધવાળું (એકબીજાની સાથે બંધાયેલું હોય તે સંબંધ - અવિચ્છિન્ન પ્રવાહ તે અનુબંધનો અર્થ સમજવો) અને હિત-સુખકારી જે હોય તે ઈષ્ટ કહેવાય છે. ચાલુ પ્રકરણમાં યથાસ્થિત સ્વરૂપદર્શનપૂર્વક પ્રરૂપણારૂપ હિતયોગસાધ્ય અનુગ્રહ-ઉપકાર એ ઈષ્ટ સમજવું.
૧ બાધા-અડચણ, હરકત, પાપ, દોષ, ઉપદ્રવ, વાંધો વિગેરે ૨ પીડા=વેદના, આપદા, કલેશ, વ્યથા વિગેરે - અપાય નરક દુઃખાદિ દુઃખોનું સાધન, દુઃખ, હાનિ, નાશ, અનિષ્ટનું કારણ વિગેરે
૪ “જરાતિ સ્તી સ્વતિચામવાનું પરના અહિતરૂપહેતુ વિદ્યમાન હોય તો સ્વહિત અસંભવિત છે એ વાત અહીં બરોબર વિચારો.
કસૂરિ મ.સા
ગુજરાતી અનુવાદક .