________________
લલિત-વિસ્તરા
ભદ્રસૂરિ રચિત
મુક્તિ-સિદ્ધિ થઇ જાય! વાસ્તે બીજાધાનાદિ સંવિભક્ત-વિશિષ્ટ ભવ્યલોકમાં વસ્તુતાએ નાથપણું ઘટમાન થાય છે. અતએવ વિશિષ્ટ ભવ્યલોકના નાથ એવા અરિહંત ભગવતને કોટીશઃ નમન હો' એ ‘લોકનાથ'પદનો અર્થ સમજવો.
આ
૧૩૯
આ પ્રમાણે ‘લોકનાથ' એ સૂત્રની વ્યાખ્યા પૂરી થાય છે.
ઉપયોગસંપદાન્તર્ગત ‘લોકહિત' એ પદનું વિવિધતાભર્યું વિવેચન
तथा ‘लोकहितेभ्यः’ इह लोकशब्देन सकलसांव्यवहारिकादिभेदभिन्नः प्राणिलोको गृह्णाते, पञ्चास्तिकायात्मको सकल एव, एवं चालोकस्यापि लोग एवान्तर्भावः, आकाशास्तिकायस्यो भयात्मकत्वात्, लोकादिव्यवस्थानिबन्धनं तूक्तमेव, तदेवंविधाय 'लोकाय हिताः,
ભાવાર્થ તથા=‘સમુદાયોમાં પ્રવર્તેલ શબ્દોમાં અવયવોમાં પ્રવર્તે છે' એ ન્યાય બતાવવા સારૂ કહે છે કે 'લોકના હિત એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો' અહીં લોક શબ્દનો શ્યો અર્થ લેવો? વળી લોકના પ્રત્યે હિત કેવી રીતે કરે છે? વિગેરે પ્રશ્નોને ઉકેલતા કહે છે કે; અહીં- ‘લોકહિત' એ પદ ઘટક લોકશબ્દનો પ્રથમ અર્થઃ (૧) સકલસાંવ્યવહારિકનરનાક વિગેરે, લોકપ્રસિદ્ધ (જગ જાહેર) જે વ્યવહાર તે સંવ્યવહાર, તે સંવ્યવહારે થયેલા સાંવ્યવહારિક જીવો તથા આદિ શબ્દથી સાંવ્યવહારિકથી વિપરીત તે અસંવ્યવહારિક જીવો નિત્યનિગોદરૂપ અવસ્થાવાળા જીવો, તથાચ સમસ્ત-સાંવ્યવહારિક, અસાંવ્યવહારિક આદિ ભેદ-પ્રકારવાળો પ્રાણિ (પ્રાણધારી) લોક, જાણવો, અર્થાત્ લોકશબ્દનો પ્રાણિલોકરૂપ અર્થ પહેલો સમજવો હવે લોક શબ્દનો વા' કહી બીજો અર્થ જણાવે છે. ‘લોકહિત' એ પદઘટક લોકશબ્દનો બીજો અર્થઃ (૨)
સઘળોય *પંચ અસ્તિકાયરૂપ લોક ગણવો. આવું નિરૂપણ કરવાથી અલોકનો પણ લોકમાં જ અંત:વ
૨ વિશિષ્ટ એટલે અપુનર્બંધક-માર્ગાનુસારી ભવ્યલોક સમજવો અથવા બીજાધાનાદિયોગ્યતાવિશિષ્ટચરમપુદ્ગલપરાવર્ત્તત્ત્ત ભવ્યલોક જાણવો.
૧ હિતાવિમિઃ'' (૭-૩-૩૧) સિદ્ધહેમ ‘ચતુર્થાં હિતાવિમિઃ સમસ્યતે'
૨ જે જીવો સૂક્ષ્મનિગોદમાંથી નીકળી બાદર નિગોદ અથવા પૃથ્વીકાય વિગેરેમાં આવ્યા હોય તે વ્યવહારરાશિના જીવ કહેવાય. એકવાર વ્યવહાર રાશિમાં આવ્યા પછી ફરીથી સૂક્ષ્મનિગોદમાં જાય તે વ્યવહારરાશિના જીવો કહેવાય. જેટલા જીવો વ્યવહાર રાશિમાંથી મોક્ષમાં જાય એટલા જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે એવી કુદરત છે.
૩ અનંતા જીવો વચ્ચે એક શરીર એવા અસંખ્યાતા શરી૨ ભેગા થવા છતા પણ જે ચર્મચક્ષુઓથી જોઈ શકાય નહીં. તે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અથવા સૂક્ષ્મ નિગોદ કહેવાય. એ સૂક્ષ્મ નિગોદના જીવો ચૌદ રાજલોકમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરેલા છે. સૂક્ષ્મ હોવાથી જગતના વ્યવહારમાં આવતા નથી. કોઈના માર્યા મરતા નથી. બાળ્યા બળતા નથી, છેદ્યા છેદાતા નથી, પરંતુ તેમનુ આયુષ્ય ટૂંકું હોવાથી ઘણા જન્મ-મરણ કરે છે. અનાદિકાળથી નિગોદમાં જીવના જન્મ-મરણ ચાલુ હોય છે. જે જીવો નિગોદમાંથી કોઈ કાળે નીકળ્યા નથી, અને જગતના વ્યવહારમાં આવ્યા જ નથી, તે અવ્યવહાર રાશિના જીવ કહેવાય છે.
ગુજરાતી અનુવાદક
૪ ધર્મ-અધર્મ-આકાશ-જીવ-પુદ્ગલ એ પાંચ, પ્રદેશોના સમૂહરૂપ હોવાથી ‘અસ્તિકાય' કહેવાય છે. અસ્તિ-સર્વ પ્રદેશોનો, કાર્ય-સમૂહ, એમ અહીં વ્યુત્પત્તિ સમજવી.
આ
ભદ્રંકરસૂરિ મ.સા.