________________
આલિત-
વિરા -
હરિભદ્રસર ચય
૧૩૭)
પ્રયોજક કે નિયામક નથી. અત એવ ગુણસંપનો કે વિભૂતિસંપનો-મોટાઓ “નાથ” કહેવાતા નથી. પરંતુ યોગક્ષેમરૂપ વિશિષ્ટ ઉપકારના કરનારમાં જ નાથપણું તત્ત્વથી-વસ્તુતઃ ઘટતું હોઈ યોગક્ષેમરૂપ વિશિષ્ટ ઉપકાર કરનારાઓ જ નાથ કહેવાય. બીજાઓ નહીં.
શંકા- તમારું કહેવું ઠીક છે. પણ ઉપચારથી-આરોપ કરીને જે ગુણોથી કે વિભૂતિથી મહાન-મોટો છે તેને નાથ કહીએ તો શો વાંધો?
સમાધાન- તમો ખરા જબરા લાગો છો હોં! કે જેમ તેમ કરીને જે વસ્તુતઃ નાથ નથી તેમાં નાથપણાનો પગદંડો જમાવવા માગો છો! પરંતુ યાદ રાખો કે; ઔપચારિક વચન વ્યાપારરૂપ વાવૃત્તિથી (વસ્તુતઃ નાથ નથી તેમાં મહત્ત્વના સાધચ્ચેથી નાથત્વ ધર્મનો આરોપ કરી અનાથ-મહાનોની સ્તુતેરૂપ વચન વ્યાપારરૂપ ઔપચારિક વાગુવૃત્તિથી) પારમાર્થિક-સત્યાર્થ- તત્ત્વાર્થરૂપ સ્તવ-સ્તુતિનો અભાવ થઈ જાય! કે જે અનિષ્ટરૂપ છે. વાસ્તે બીજવપનાદિરૂપ ક્રિયાના અવિષયભૂત ભવ્યોમાં ભગવંતોનું નાથપણું યોગક્ષેમકરિત્વ નથી. પરંતુ બીજવપનાદિસંવિભક્ત-વિષયભૂત- વિશિષ્ટ ભવ્ય લોકમાં ભગવંતોનું અવશ્ય નાથપણું-યોગક્ષેમકારિત્વ ઘટે છે એમ ઘટના સમજવી.
-વિવક્ષિત ભવ્યોના જ પ્રત્યે ભગવત્ કૃત યોગક્ષેમરૂપ ઉપકારનો સમન્વયतदिह येषामेव बीजाधानोभेदपोषणैर्योगः, क्षेमं च तत्तदुपद्रवायभावेन, त एवेह भव्याःपरिगृह्यन्ते,
ભાવાર્થ- પૂર્વપ્રતિપાદિત કારણસર, અહીં-લોકનાથ' રૂપ સૂત્રઘટક લોકશબ્દથી, આગળ પર કહેવાતી બીજવપનાદિ જે ક્રિયા તે ક્રિયાના વિષયભૂત- જે ભવ્યોના જ પ્રત્યે ધર્મ પ્રશંસા વિગેરે રૂપ ધર્મ બીજના વાનરૂપ ક્રિયાદ્વારા, ઘર્મચિંતન આદિ રૂપ અંકુર કરવારૂપ ઉભેદ વડે, ધર્મશાસ્ત્ર શ્રવણરૂપ શ્રવણરૂપ ડાળ, તથા ધર્માનુષ્ઠાનરૂપ નાલ,અને દેવતા મનુષ્યની સંપત્તિ વગેરરૂપ ફુલ, તથા મોક્ષરૂપ ફલ આદિના સંપાદનરૂપ પોષણ દ્વારા, યોગરૂપ ઉપકાર, (જે નથી મળેલ તે બીજાધાનાદિની પ્રાપ્તિરૂપ યોગરૂપ ઉપકાર) તે તે ઉપદ્રવોનો વિધવિધ-નાના પ્રકારના નરક વિગેરે દુઃખોરૂપ અને આદિ શબ્દથી તે તે દુઃખોના કારણભૂત રાગ આદિરૂપ ઉપદ્રવોનો અભાવ-અત્યંત ઉચ્છેદ-ધ્વંસ કરવા દ્વારા લેમરૂપ ઉપકાર (લબ્ધ-પ્રાપ્ત કરેલ બીજાંકુરાદિનું પાલન-રક્ષણ રૂપક્ષેમ રૂપ ઉપકાર) થાય છે. તેઓ જ વિવલિત-ભવ્યો જ લેવા. બીજાઓ લેવા નહીં.
શંકા- અચિંત્ય શક્તિસંપન્નો ભગવંતો તમામ ભવ્યોને તારવાના સામર્થ્યવાળાઓ છે. એમ મહારું માનવું છે. તો બીજાધાનાદિસંવિભક્ત-વિશિષ્ટ ભવ્યસમાજમાં ભગવંતોનું નાથત્વ-યોગક્ષેમકર્તુત્વ છે. બીજા ભવ્યોમાં નહીં. આવો ભેદ વિશેષ કેમ?
- ઉપર્યુક્ત શંકાના સમાધાનપૂર્વક “લોકનાથ' એ પદની વ્યાખ્યાનો ઉપસંહાર
नचैते कस्यचित्सकलभव्यविषये, ततस्तत्प्राप्त्या सर्वेषामेव मुक्ति प्रसङ्गात्, तुल्यगुणा ह्येते प्रायेण, ततश्च चिरतरकालातीतादन्यतरस्माद्भगवतो बीजाधानादिसिद्धेरल्पेनैव कालेन सकलभव्यमुक्तिः स्यात्, बीजाधानमपि ह्यपुनर्बन्धकस्य नचास्यापि, पुद्गलपरावर्त्तः संसार इति कृत्वा, तदेवं लोकनाथाः ॥ ११ ॥
કરી
છે.
વાતી અનુવાદક - અ, ભદ્રકરસૂરિ મ. સા. બાબરા