________________
લલિત-વિસ્તરા
આ રભસરિ રચિત
૧૩૫
એકાંતે અભેદની પ્રાપ્તિ થઇ જાય! અને તેથી તમામ ભવ્યોની એકીસાથે મુક્તિનો પ્રસંગ થાય! માટે જ નિશ્ચયનયનો-પરમાર્થનયનો અભિપ્રાય એવો છે કે ‘ભવ્યત્વ, વિચિત્ર=નાના પ્રકાર-રૂપનું છે' સારાશ કે; ભવ્યત્વભેદથી સહકારી દ્રવ્યાદિનો ભેદ, અને સહકારી દ્રવ્યાદિના ભેદથી એકીસાથે તમામ ભવ્યોની મુક્તિનો પ્રસંગ નહીં આવે વિગેરે નિશ્ચિત થાય છે.
(વ્યવહારનયના અભિપ્રાયે તો ભવ્યત્વની તુલ્યતા થાય પણ ખરી. કારણ કે; સાદૃશ્યમાત્રનો આશ્રય કરીને જ, વ્યવહારનય પ્રવૃત્તિ કરે છે.)
સારાંશ કે; લોકોત્તમ એટલે લોકને વિષે ઉત્તમ. અહીં લોકશબ્દથી ભવ્ય પ્રાણીરૂપ લોક લેવાનો છે. અન્યથા અભવ્યની અપેક્ષાએ સર્વ ભવ્યો ઉત્તમ જ છે. તેથી ભગવાનની કાંઇ ઉત્તમતા સાબીત થાય નહીં, સકલ ક્લ્યાણના એક કારણભૂત તથાભવ્યત્વભાવને ધારણ કરનારા હોવાથી ભગવાન સર્વ ભવ્યલોકને વિષે ઉત્તમ છે. ઇતિ-આ પ્રમાણે ‘લોકોત્તમ' પદની વ્યાખ્યાની સમાપ્તિ જાણવી.
શક્રસ્તવના ૧૧ મા પદરૂપ ‘લોકનાથ' એ પદનું વ્યાખ્યાન
तथा 'लोकनाथेम्यः' इति, इह तु लोकशब्देन तथेतरभेदाद्विशिष्ट एव तथा रागाद्युपद्रवरक्षणीयतया बीजाधानादिसंविभक्तो भव्यलोकः परिगृह्यते,
ભાવાર્થ:- તથા પૂર્વોક્ત પ્રકારની એટલે (સમુદાયમાં પ્રવર્તેલ શબ્દો અવયવોમાં પ્રવર્તે છે.' એ ન્યાય દર્શાવવા કહે છે કે 'લોકનથા એવા અરિહંત ભગવંતને સવિનય વંદન હો'
અહીં— ‘લોકનાથ’ એ પદ ઘટક લોકશબ્દથી, ભવ્યતાનો પરીપાક નહીં થયેલો હોવાથી બીજાધાનાદિના અવિષયભૂત ભવ્યત્વ પ્રકાર યુક્ત સકલ ભવ્યરૂપ ઇતરભેદ (અપર પ્રકાર)થી વિશિષ્ટ-પૃથક્-વિશિષ્ટ કક્ષાવાળો જ, તે તે પ્રકારે રાગાદિરૂપ કે રાગાદિજન્ય ઉપદ્રવથી રક્ષણીય હોઇ, ભગવત્-પ્રસાદિલભ્ય બીજાધાનાદિસંવિભક્તસંપન્ન (ધર્મબીજ વપન- ધર્મચિંતન-ધર્મ શ્રવણ વિગેરેના વિષયભૂત- બીજાધાનાદિની યોગ્યતા વિશિષ્ટ) ભવ્યલોક ગ્રહણ કરાય છે. કારણ કે; બીજાધાનાદિ (બીજવપન વિગેરે રૂપક્રિયા)ના અવિષયભૂત-ભવ્યસમાજમાં ભગવંતોનું નાથપણું ઘટી શકતું નથી. પરંતુ બીજાધાનાદિના વિષયભૂત-વિશિષ્ટ ભવ્યસમાજનાં ભગવંતોનું
१ बीजं चेह जनान् दृष्टवा शुद्धानुष्ठानकारिणः । बहुमानप्रशंसाभ्यां चिकीर्षा शुद्धगोचरा ॥ ७७ ॥
અર્થ:-આ જિનશાસનને વિષે શુદ્ધ અનુષ્ઠાન કરનારા મનુષ્યોને જોઈ તેના બહુમાન-આપ્યંતરપ્રાપ્તિ, અને પ્રશંસાશુદ્ધ ક્રિયાની સ્તુતિવડે શુદ્ધ વિષયવાળી, ક્રિયા કરવાની જે ઈચ્છા ઉત્પન્ન થાય છે તે જ બીજરૂપ છે, એટલે ધર્મરૂપી વૃક્ષનું બીજારોપણ કરવામાં કારણભૂત છે. એ સત્યપ્રશંસારૂપ બીજ કહ્યું. અર્થાત્ ધર્મને વિષે' રહેતા સત્પુરૂષોની પ્રશંસા વિગેરે કરવી તે ધર્મરૂપી બીજનું વાવવું છે. અને પછી તે ધર્મનું ચિંતવન વિગેરે કરવું તે અંકુરાદિક છે, અને તેથી થયેલી મુક્તિ, એ ફલની સિદ્ધિ છે. તથાચ ધર્મનું ચિંતન એ અંકુર છે, સત્ શાસ્ત્રનું શ્રવણ એ કાંડરૂપ છે, શાસ્ત્રમાં કહેલ વિધિપૂર્વક ક્રિયા કરવી એ નાળ છે. અને તેથી દેવ તથા મનુષ્યની સંપદાઓ પ્રાપ્ત થાય એ તેના પુષ્પ સમાન છે, મોક્ષ એ ફલ છે.
ગુજરાતી અનુવાદક
1
આ
સર્વકરસૂરિ
મસા