________________
લલિત વિકસાવાઈ: CRભારત
"મા" (૧૩૪) આ પ્રમાણે સામાન્યથી ભવ્યત્વનો પરિષ્કાર કરી તે જ ભવ્યત્વ, વિશિષ્ટ થતું તથાભવ્યત્વ બને છે. તેનો અર્થાતુ વિશિષ્ટભવ્યત્વરૂપ તથાભવ્યત્વનો પરિષ્કાર કરે છે કે; તથાભવ્યત્વ એટલે તથા - તે અનિયત પ્રકારની અર્થાત્ તે તે અનિયત-નાના પ્રકારના વિશિષ્ટ સિદ્ધિગમનયોગ્યત્વરૂપ ભવ્યત્વ તથાભવ્યત્વ' સમજવું.
તથાચ આ તથાભવ્યત્વ, વિચિત્ર છે. -નાનાભેદ-રૂપવાળું અર્થાતુ આજ ભવ્યત્વ, નાનારૂપ-અનેકભેદપ્રકારવાળું થતું તથાભવ્યત્વ કહેવાય છે. કારણ કે; સહકારિ (સાથે રહી કાર્ય કરનાર) કાલ, ક્ષેત્ર, ગુરૂ વિગેરે રૂપ દ્રવ્ય (નિમિત્ત-કારણ)ની વિચિત્રતાથી-અનેકભેદથી, જીવોને ધર્મપ્રશંસા આદિરૂપ બીજની તથા આદિશબ્દથી ધર્મચિંતન-ધર્મશ્રવણાદિની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે.
તથાચ તથાભવ્યત્યાદિનો, દરેક જીવદીઠ ભેદ હોવાથી કોઈ જીવ અમુક વખતે અને કોઈ ભવ્યજીવ અમુક વખતે સિદ્ધ થાય એવો ભેદ કેમ હોય?’ આવી શંકાને અવકાશ નથી રહેતો. કારણ કે, તથાભવ્યત્વાદિક, જુદે જુદે કાળે જુદુજુદુ ફળ આપનાર હોઈ વિચિત્ર-નાના પ્રકારનું છે. જો સર્વથા-એકાંતથી, યોગ્યતાને એક આકારવાળી-એકરૂપ-અભિન્ન માનવામાં આવે તો, કાલવિગેરેના ભેદથી બીજ વિગેરેની સિદ્ધિ પ્રાપ્તિનો અભાવ થઈ જાય!
વળી કાર્યના ભેદમાં કારણનો ભેદ કારણ છે, એટલે કારણના ભેદપૂર્વક જ કાર્યનો ભેદ થાય છે. એ ન્યાયનો અહીં બરાબર પરામર્શ કરવો.
શંકા-સર્વ ભવ્યજીવોમાં પરિણામિક હેતુરૂપ ભવ્યત્વ, અભિન્નરૂપ-એકસરખું છે, પણ સહકારી કારણોના ભેદથી ફળમાં ભેદ દેખાય છે. એમ માનવામાં શો વાંધો? શો દોષ આવે?
સમાધાન-તથાભવ્યતાદિક, જો વિચિત્ર-નાના પ્રકારનું ન હોય તો સહકારીનો ભેદ હોઈ શકે નહીં. એટલે કે તથાભવ્યત્વાદિક, જુદા જુદા પ્રકારનું છે. તેથી જ સહકારી કારણો પણ જુદાં જુદાં જુદે જુદે વખતે મળી શકે છે. કેમ કે સહકારીના ભેદને તથાભવ્યત્વાદિક ભેદની અપેક્ષા છે. અર્થાત્ ભવ્યત્વાદિકનો તેવો સ્વભાવ ન હોય તો સહકારીની તેવી પ્રવૃત્તિ ન હોય. આનું નામ જ અનેકાંતવાદ (સ્યાદ્વાદ) છે અને તે જ તાત્ત્વિક છે. તે અનેકાંતવાદ, તથાભવ્યત્વાદિક જુદા જુદા માનવાથી ઘટે છે. અન્યથા એટલે સર્વથા ભવ્યત્વાદિક તુલ્યતા માનીએ તો તે એકાંતવાદ કહેવાય. આ એકાંતવાદ માનવાથી કાંઈ પણ વ્યવસ્થા થઈ શકે નહીં. કેમ કે; તથાભવ્યતાદિકનો ભેદ ન માનવાથી સહકારીનો પણ ભેદ થઈ શકે નહીં. એવંચ ભવ્યત્વના સહકારી (અતિશય કરનાર) વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર વિગેરે પણ તુલ્ય-એકસરખા થઈ જાય! (અપિ શબ્દથી ફક્ત ભવ્યત્વજ એક સરખું થાય એમ નહીં પણ સહકારી દ્રવ્ય આદિ પણ એકસરખા થાય એ અર્થ સમજવો) જો સહકારી દ્રવ્ય ક્ષેત્ર વિગેરે પણ એકસરખાં ન માનો તો ભવ્યત્વ એકરૂપ-એકસરખું ઘટી શકે નહીં, વાસ્તે ભવ્યત્વને એકસરખું માનવામાં સહકારી દ્રવ્ય ક્ષેત્ર વિગેરેને એકસરખા માનવા પડશે જ ને? મતલબ કે; યોગ્યતાના ભવ્યત્વના અભેદમાં અર્થાતુ જો ભવ્યત્વ, વિચિત્ર-વિશિષ્ટ પ્રકારનું ન માનવામાં આવે તો એકી સાથે એક સમયમાં, તેના સહકારી દ્રવ્યક્ષેત્ર વિગેરેના નિયમો
રાતી અનુવાદ
સદી પરિભાષા