________________
:
લલિત-વિસરાતી
જફર
રાહ
Gરા થી ઉભા રચિત
{ ૧૩૮) ભાવાર્થ– (સમાધાન) કોઈપણ તીર્થંકરના યોગ અને ક્ષેમ, એ બન્ને સકલ-તમામ ભવ્યોને વિષય કરીને -આશ્રીને પ્રવર્તતા નથી. પરંતુ ઉપર કહેલ વિશિષ્ટ ભવ્યોને અપેક્ષીને યોગક્ષેમ ઉભય પ્રવર્તે છે.
જો કોઈ એક વિશિષ્ટ-વિવક્ષિત તીર્થંકરરૂપ વ્યક્તિનો યોગક્ષેમ ઉભય, સકલ ભવ્યોને વિષય કરીને પ્રવર્તે છે. એમ માનો તો, સઘળા ભવ્યોમાં યોગક્ષેમની પ્રાપ્તિ હોઈ સકલ ભવ્યોની મુક્તિનો પ્રસંગ આવી જાય ! મોક્ષની પ્રાપ્તિ, યોગક્ષેમ સાધ્ય છે.
–આ વિષયની ચાલુ પ્રૌઢ મીમાંસા – - આ તીર્થંકરો પ્રાયે -બહુધા-મોટેભોગે (શરીરની ઊંચાઈ, જીવિતસ્થિતિ-કાલમર્યાદા વગેરેની અપેક્ષાએ જુદા પણ એક સરખા ન પણ હોય એટલે પ્રાયઃ શબ્દ મૂકેલ છે.) તુલ્ય ગુણવાળાઓ એક સરખી જ્ઞાન આદિ શક્તિશાલીઓ હોય છે.
તેથી જ તીર્થકરો એક સરખા ગુણવંતો હોવાથી જ, ચિરતરકાલાતીત-પુલપરાવર્તરૂપ પર-દૂર કાળમાં થયેલા, ભરત વિગેરે (પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ વિગેરે) રૂપ પંદર કર્મભૂમિમાંથી કોઈ એક ભૂમિમાં થનારા; તીર્થંકરની બીજાથાનાદિની (ઉપર કહેલ ઘર્મબીજ વપન, અંકુર કરણરૂપ ઉભેદ, સત્ શ્રુતિ આદિ પોષણાદિની) સિદ્ધિ થવાથી થોડા કાળમાં પુદ્ગલપરાવર્ત મધ્યગત કાળમાં જ તમામ ભવ્યો સિદ્ધ થઈ જાય!
(પુદ્ગલ પરાવર્તરૂપ સંસાર કાળ દરમ્યાન સકલભવ્યોની મુક્તિનો પ્રસંગ એવી રીતે આવે છે કે, પુદ્ગલપરાવર્તકાળ દરમ્યાન પ્રથમ તીર્થંકરથી માંડી અંતિમ તીર્થંકરદ્વારા અર્થાતુ પ્રથમ થયેલ કે પછી થનાર તીર્થંકરથી ગમે તે તીર્થંકરથી સકલ ભવ્યવ્યાપક બીજાથાનાદિ વિષયકયોગ ક્ષેમ થવાથી પુદ્ગલપરાવર્ત દરમ્યાન સકલભવ્યોની મુક્તિ થઈ જાય (એ રૂપ અનિષ્ટ-સકલભવ્યમુક્તિપ્રસંગ આવે છે.)
શંકા- અનાદિકાલથી પણ બીજાધાનાદિની કલ્પના કરીએ તો કેવી રીતે થોડા કાળમાં સકલભવ્યોની મુક્તિનો પ્રસંગ આવે?
સમાધાન– તમારી કલ્પના કેવલ કલ્પના માત્ર છે. કારણ કે; વસ્તુત એવી છે કે; જે તીવ્ર પરિણામવડે પાપકર્મ નથી બાંધતો’ વિગેરે- લક્ષણવાળા, ચરમ પુદ્ગલપરાવર્તાન્ત સંસાર કાલવર્તી અપુનબંધકનેજ (માર્ગાનુસારીને જ) ઘર્મપ્રશંસા આદિરૂપ બીજાઘાન પણ હોય છે. (“સમકિત આદિની વાત તો દૂર હો પણ” એ અપિ શબ્દનો અર્થ સમજવો.) વળી આ અપુનબંધકનો પણ (‘સમ્યદ્રષ્ટિ-સમકતી વિગેરેની વાત તો દૂર રહો પણ એ અપિ શબ્દનો અર્થ સમજવો.)સમયસિદ્ધ (શાસ્ત્રમાં પ્રસિદ્ધ-પરિભાષિત) સંપૂર્ણ પુદ્ગલપરાવર્તરૂપ સંસારકાળ નથી જ હોતો. આ પ્રકારના મુદ્દાથી જ કહ્યું કે; થોડા જ કાળમાં- પુદ્ગલપરાવર્ત સંસારકાળ દરમ્યાન (ભગવંતોનું સંકલભવ્યવ્યાપકનાથત્વ-યોગક્ષેમકારિત્વ માનો તો) સર્વ ભવ્યોની
૧ "જે પ્રાણી તીવ્ર પરીણામ ન કરે, ઘરસંસારને બહુ ન માને અર્થાત સંસારનું દીલથી બહુમાન ન કરે, સર્વત્ર ઉચિત સ્થિતિનું સેવન કરે તે અપુનબંધક કહેવાય છે.”
આ સાલી
સલરિક