________________
લિત-વિરારા Gરભકરાર રચિત
એમઓય ૧૩૦) અસિદ્ધ છે. અર્થાત અભિધેય જ ક્રમ-ઉત્ક્રમ આદિ પ્રકારે અભિધાન-કથન કે શબ્દ) ને યોગ્ય સ્વભાવમાં પરિણત થાય છે એટલે એકાંતે ક્રમરહિતપણાનો અભાવ છે. તથાચ અભિધેયની પરિણતિની અપેક્ષા રાખીને અભિધાન (કથન કે શબ્દો દ્વારા ગુણોનો ક્રમ અને અક્રમ કહેલો છે.
–વસ્તુ સ્વભાવનું નિરૂપણ...
સ્યાદ્વાદીઓએ અનેકાન્તવાદીઓએ ક્રમથી-અક્રમથી-કે ક્રમાક્રમ ઉભય સાધારણપણાથી હીન-અધિક આદિ ગુણોની (અભિધેયરૂપ પર્યાયોની) જીવ આદિરૂપ ગુણવાનોમાં વ્યવસ્થાનો (સ્વરૂપ પ્રાપ્તિરૂપ વિશિષ્ટ અવસ્થાનો) સ્વીકાર કરેલો છે. અત એવ અભિધેય પણ અક્રમવાળો હોવાથી અસત્ નથી પરંતુ સત્ છે. (પૂર્વનુપૂર્વીપશ્ચાનુપૂર્વી-અનાનુપૂર્વી અન્યતમ વાચ્યવાચક ક્રમયુક્ત વસ્તુ સત્ છે.)
અર્થાત-પુંડરીકરૂપ ઉપમાથી ઉપનીત (જાણેલ કે જણાવેલ, લક્ષિત, અર્પિત) અત્યંત અતિશાયી-સર્વશ્રેષ્ઠ ગુણરૂપ અભિધેયની સિદ્ધિ થયે છતે, ગંધગજ (ગંધહાથી) રૂપ ઉપમાદ્વારા વિહારગુણ (અભિધેય) નું અર્પણ, બોધજાણવું કે જણાવવું) પરવાદીએ માનેલ હનઆદિ ગુણના ક્રમની અપેક્ષાથી અક્રમવાળું પણ અસત્ નથી પરંતુ સત છે.
જો ગુણની ક્રમ અક્રમ વ્યવસ્થા અને ગુણોનો પૂર્વાનુપૂર્વી-પશ્ચાનુપૂર્વી-અનાનુપૂર્વીથી અભિધેયસ્વભાવ ન માનો તો, જેમાં વાચ્ય-અભિધેય ગુણ નિમિત્ત છે એવી પ્રસ્તુત ઉપમા (પુંડરીક ઉપમા) ના ઉપન્યાસરૂપ શબ્દ પ્રવૃત્તિ ન થાય ! કારણ કે હીન આદિ ક્રમથી જ ગુણોની ઉત્પત્તિનો નિયમ માન્ય છતે, અને પૂર્વાનુપૂર્વીથી જ નિ કે પશ્ચાનુપૂર્વી કે અનાનુપૂર્વીથી) ગુણોનો અભિધેય સ્વીકાર્યું છતે, પૂર્વાનુપૂર્વી રૂપ ક્રમ વિશિષ્ટ અભિધેય રૂપ ગુણ નિમિત્તવાળો શબ્દનો વ્યવહાર પ્રયોગપ્રણાલિકા કલ્પે છd, “પુરુષવરપુંડરીક ઈતિ સૂત્રના કથન પછી “પુરૂષવરગંઘહસ્તિ' ઈતિ સૂત્રરૂપ શબ્દ પ્રવૃત્તિ કેવી રીતે યુક્તિયુક્ત થાય ? અર્થાત્ ન જ થાય. મતલબ કે વસ્તુનિબંધન (પૂર્વાનુપૂર્વી-પશ્ચાનુપૂર્વી-અનાનુપૂર્વી અન્યતમક્રમ-અક્રમ-ઉત્ક્રમ વિશિષ્ટ વાચ્ય ગુણના નિમિત્તવાળી) શબ્દ પ્રવૃત્તિનો અભાવ થઈ જાય ! વળી વસ્તુ નિબંધન શબ્દ પ્રવૃત્તિનો અભાવ થતાં (માનતા) અધિકૃત સ્તવની (શક્રસ્તવ રૂપસ્તવની કે નમોત્થણે સૂત્રગત પુરૂષવર પુંડરીક પુરૂષવર ગંધહસ્તિરૂપ ઉપમા ગર્ભિત સ્તુતિ પ્રતિપાદક વાક્યની) વ્યર્થતા-નિષ્ફળતા થાય ! કારણ કે; અસભૂત અર્થના કથન દ્વારા સ્તવ ધર્મને ઓળંઘી સ્તવરૂપ કાર્યનું કરવું થતું નથી.
એવંચ અંધારામાં કરેલ નાચના સરખો સ્તવરૂપ પ્રયાસ નિરર્થક જશે ને ? નહિ નહિ, નિરર્થક નહિ પરંતુ સાર્થક છે. જરા ઉંડા ઉતરીને વિચારો કે આ સ્તવરૂપ પ્રયાસ નિષ્ફળ નથી પરંતુ સફલ છે. કારણ કે; સફલ આરંભવાળા મહાપુરૂષોએ આ સ્તવની રચના કરેલ છે. આ સ્તવના પ્રણેતા (કર્તારચયિતા) ગણધર મહાપુરૂષો છે. તેથી જ પુંડરીકરૂપ ઉપમાથી ઉપમેય (સરખાવવા-ઘટાવવા-સાધવા યોગ્ય) કેવલજ્ઞાન આદિની સિદ્ધિ થયે છતે, ગંધગજ (ઉત્તમ ગંધ હાથી) રૂપ ઉપમાથી ઉપમેય વિહાર ગુણની સિદ્ધિ, અદુષ્ટ-નિરવદ્ય-યુક્તિ-યુક્ત સત્ય સંગત જ છે.
-અરિહંત ભગવંતની સ્તુતિના અસાધારણ કારણને જણાવનાર-પુરૂષોત્તમ આદિ ચાર પદવાળી અસાઘારણરૂપ હેતુ સંપદાની વ્યાખ્યાનો
બકરસૂરિ મ. સા.
માતા હસ્તક
છે
ગુજરાતી અનુવાદ
.