________________
લલિત-વિસ્તરા
આ ભદ્રસૂરિ રચિત
૧૩૧
-ઉપસંહાર
एवं पुरूषोत्तमसिंहपुण्डरीकगन्धहस्तिधर्म्मातिशययोगत एव एकान्तेनादिमध्यावसानेषु स्तोतव्यसम्पत्सिद्धिरिति स्तोतव्यसम्पद एवासाधारणरूपा हेतु 'सम्पदिति ३ ।
ભાવાર્થ-આ પ્રમાણે, અરિહંત ભગવંતરૂપ સ્તોતવ્ય મહાપુરૂષોમાં પુરૂષોત્તમ સિંહ-પુંડરીક-ગંધહસ્તિના વિશિષ્ટ ધર્મોનો યોગ-સંબંધ હોવાથી જ, એકાંતથી (અવ્યભિચારથી-અબાધિતરીતિએ-નિયમા-વ્યાપકપણાથી) આદિમાં (મોક્ષ અવસ્થાથી પહેલાંની સંસારરૂપ અવસ્થામાં) અનાદિકાળથી સંસારમાં પરોપકાર આદિ ગુણો વડે પુરૂષોત્તમપણું પ્રાપ્ત હોઈ, આદિરૂપ અવસ્થામાં રહેલ અરિહંત ભગવંતના આત્માઓ સ્તોતવ્ય-સ્તુતિને યોગ્ય છે. (૧) મધ્યરૂપ અવસ્થામાં-વ્રતવિધિના વિષયમાં (શૌર્ય આદિ ગુણોવડે) સિંહ અને (ઉપદ્રવ ક્ષુદ્ર ગજ નિવારણ આદિ ગુણો વડે) ગંધ હાથીના ધર્મોને ભજનારા હોઈ સિંહ સમાન અને ગંધહસ્તિસમાન પુરૂષોત્તમ-અરિહંત ભગવંતના આત્માઓ સ્તોતવ્ય છે. (૨) અવસાન-અન્તિમ અવસ્થામાં-(નિર્લેપતા આદિ ગુણો વડે તેરમા, ચૌદમા ગુણસ્થાનકરૂપ મોક્ષ અવસ્થામાં પુંડરીકના ધર્મોને ભજનારા હોઈ, વરપુંડરીક કમલ સમાન પુરૂષોત્તમ-અરિહંત ભગવંતના આત્માઓ સ્તુતિને યોગ્ય છે. આ પ્રમાણે ત્રણેય અવસ્થામાં સ્તોતવ્ય સંપદાની સિદ્ધિ સમજવી. એટલે ઉપર્યુક્ત ચાર પદવાળી, સ્તોતવ્ય સંપદાની જ અસાધારણ રૂપ આ હેતુ સંપદા` જાણવી. આ પ્રમાણે તૃતીય (ત્રીજી) સંપદાની વ્યાખ્યાની સમાપ્તિ થાય છે. -‘લોકોત્તમથી લોક પ્રદ્યોતકર' સુધીના પાંચ પદવાળી ચોથી ‘રઉપયોગ સંપદા'નું વ્યાખ્યાન
१ एषा च स्तोतव्यसम्पद एवासाधारणगुणारूपा हेतुसम्पत्कथिता, पुरुषोत्तमानामेव सिंहपुण्डरीकगन्धहस्तिधर्मभाक्त्वेन स्तोतव्यतोपपत्तेः ॥ આ સંપદા, સ્તોતવ્ય સંપદાની જ અસાધારણ ગુણ રૂપ હેતુસંપદા કહેવાય છે. કારણ કે; પુરૂષોત્તમો જ સિંહપુંડરીક ગ્રંથહસ્તિના ધર્મોને ભજનારા હોઈ સ્તોતવ્ય છે.
૨શક્તિ-તિરોભાવ-પ્રચ્છન્નભાવની અપેક્ષાએ સમજવું.
૧ અરિહંત ભગવંતને જ નમસ્કાર શા માટે કરવો તેનો-સ્તોતવ્ય સંપદા સંબંધી વિશેષ હેતુ દર્શાવનારી પુરિસુત્તમાણથી પુરિસવરગંધહત્યીણ' સુધીની ચાર પદવાળી ત્રીજી ‘વિશેષ હેતુ' સંપદા, તે પણ પહેલી સંપદાના વિશેષ હેતુરૂપ છે. એમ પણ કોઈ સ્થાને કહેલ છે.
૨. હવે તેઓનું આદિકરપણું, તીર્થંકરપણું, સ્વયંસંબુદ્ધપણું કે પુરૂષોત્તમાદિપણું મુમુક્ષુઓને કઈ રીતિએ ઉપયોગી છે, તે જણાવવા માટે ઉપયોગ સંપદાને રજૂ કરવામાં આવી છે. જેઓ સ્વયં ઉત્તમ હોય તેઓ જ બીજાને ઉત્તમ બનાવી શકે છે, ઉત્તમ બનાવવાનો રાહ દર્શાવી શકે છે. એટલે પ્રથમ તેમનું સહજ તથાભવ્યત્વ આદિ ગુણો વડે લોકોત્તમપણું દર્શાવવામાં આવ્યું છે. આવા લોકોત્તમ અરિહંતો રાગ આદિ દોષોથી રક્ષણીય સમસ્ત પ્રાણીઓના યોગ અને ક્ષેમ કરવા વડે તેમના નાથ બને છે. સમ્યક્ત્રરૂપણા વડે વ્યવહાર રાશિમાં આવેલા સર્વજીવોનું હિત કરે છે, સકલસંજ્ઞી પ્રાણીઓના હૃદયમાંથી મોહનો ગાઢ અંધકાર દૂર કરીને તેમને સમ્યક્ત્વ પમાડે છે. અને વિશિષ્ટ ચૌદ પૂર્વધરો જેવા ઉત્તમ કોટીના શ્રુતધરોના પણ સૂક્ષ્મતમ સંદેહો દૂર કરી તથા તેમને વિશેષ બોધ પમાડી તેમનામાં જ્ઞાનનો પ્રદ્યોત કરે છે, એટલે જુદી જુદી કક્ષામાં રહેલા સકલ ભવ્યજીવોને તેઓ એક યા બીજા પ્રકારે ઉપયોગી થાય છે, અને તે જ એમની સ્તોતવ્યતાનું મૌલિક મૂલ છે.
ગુજરાતી અનુવાદક
આ
તીકરસૂરિ મ.સા.