________________
તાલિત-વિકારા - ઝીરભદ્રસારિ રચિત
{ ૧૨૩
સંબંધનું જ્ઞાન કરતી વખતે વ્યાપ્તિસંબંધનું સ્મરણ થાય છે. અને સાથો સાથ અન્તર્યાપ્તિજ્ઞાનથી પ્રતિવાદીને આ પણ જ્ઞાન થાય છે કે, પ્રસ્તુત પક્ષમાં વર્તમાન હેતુ પણ સાધ્યથી યુક્ત છે. દ્રષ્ટાંત સિવાય પક્ષની અંદર જ હેતુથી સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. માટે અહીં પક્ષથી અતિરિક્ત દ્રષ્ટાંતથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. જે વસ્તુ એક અનેક સ્વભાવવાળી-અનંત ધર્માત્મક નથી, તે વસ્તુ એક અનેક સ્વભાવવાળીઅનંત ધર્માત્મક નથી. તે વસ્તુ પણ નથી. જેમ કે; આકાશફૂલ. આકાશફૂલમાં એક અનેક સ્વભાવ અનંત ધર્મો નથી રહેતા માટે તે વસ્તુ પણ નથી. આ હેતુ કેવલવ્યતિરેકી છે. જ્યાં જ્યાં સાધ્ય નથી રહેતું ત્યાં ત્યાં એક અનેક સ્વભાવ અનંત ધર્મો છે. આ અન્વયવ્યાપ્તિમાં અપાતા પ્રત્યેક દ્રષ્ટાંતો સાધમ્મ દ્રષ્ટાંતો, પક્ષમાં જ ગર્ભિત થઈ જાય છે. અતએવ અહીં અન્વયવ્યાપ્તિ નહીં બતાવી પરંતુ વ્યતિરેકવ્યાપ્તિ બતાવી છે. એમ સમજવું.)
–વસ્તુ સ્વરૂપ નિર્ણયના વિષયની નિપુણન્યાયમુદ્રાપૂર્વક મીમાંસાसत्त्वामूर्त्तत्वचेतनत्वादिधर्मरहितस्य जीवत्वाद्ययोग इति न्यायमुद्रा, न सत्त्वमेवामूर्त्तत्वादि, सर्वत्र तत्प्रसङ्गात्, एवं च मूर्तत्वाद्ययोगः,
ભાવાર્થ-સત્ત્વ (આ સત્ છે, આ સત્ છે, આવા પ્રકારની જે અનુગત પ્રતીતિ, તેને કરાવનાર ધર્મ-સત્ત્વ સમજવો તેમજ સત્ શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તરૂપ ધર્મ-સત્ત્વ જાણવો) અમૂર્તત્વ રૂપ, રસ, ગંધ, સ્પર્શ રહિતપણું-રૂપ આદિ ચારનો અભાવ તે અમૂર્તત્વરૂપ ઘર્મ જાણવો. ચેતનત્વ=ચૈતન્ય-ચેતનાજ્ઞાન દર્શન અન્યતર આત્મક ઉપયોગ સમજવો. આદિ શબ્દથી પ્રમેયત્વ, પ્રદેશવત્ત્વ વિગેરે અનેક ધર્મોનું ગ્રહણ કરવું. તથાચ સત્ત્વ, અમૂર્તત્વ, ચેતનત્વ વિગેરે ચિત્ર-નાના-અનેક ધર્મ-પ્રકાર વિશેષણ રહિત (સત્ત્વ આદિરૂપ અનેક ધર્મરૂપ પ્રકાર વગરની) જીવ આદિ વસ્તુમાં, પરસ્પર ભિન્ન=આજીવત્વ ભિન્ન જીવત્વ, મૂર્તત્વ વિરૂદ્ધ અમૂર્તત્વ વિગેરે અનેક વસ્તુતત્ત્વ-સ્વરૂપનો અભાવ, (વિપરીત સ્વરૂપની આપત્તિ વિગેરે) થાય છે. આવી ન્યાય મુદ્રા-યુક્તિ મર્યાદા-અન્વય વ્યતિરેક વ્યાપ્તિરૂપ યુક્તિ મર્યાદા જાણવી. આ સુંદર ન્યાયમુદ્રાને પ્રતિભાશાળી બીજાઓ પણ ઓળંઘી શકવા સમર્થ થતા નથી.
તથાચ સત્ત્વ આદિ નાનાધર્મવિશિષ્ટજીવ આદિ વસ્તુમાં જીવત્વ આદિ રૂપ વસ્તુ તત્ત્વસંભવિત છે. દા.ત.
૧ આપણે અનુભવ ઉપરથી સમજી શકીએ છીએ કે જે જન્મે છે તે મરે છે. એવો કોઈપણ દેશ નથી કે જ્યાં અમુક પ્રાણી જન્મ્યો હોય છતાં તે મર્યો ન હોય. આથી આપણે બેધડક સ્વીકારીએ છીએ કે જે જે જન્મે છે તે મરે. આ પ્રમાણેનો જન્મ અને મરણનો સંબંધ તે “સહચાર' કહેવાય છે. આના સમર્થનાર્થે ધૂમ અને અગ્નિનું સુપ્રસિદ્ધ દ્રષ્ટાંત વિચારીએ છીએ જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિ છે. એવો કોઈપણ ધૂમવાનું પ્રદેશ નથી કે જ્યાં અગ્નિ ન હોય, આવો તે ધૂમ અને અગ્નિનો પરસ્પર સંબંધ અથવા જન્મ અને મરણનો સંબંધ તે “સહચાર' કહેવાય છે. જમ્યાં છતાં મરે નહિ એમ જો માનવામાં આવે તો જન્મ મરણનો કારણ-કાર્યરૂપ સંબંધ ઊડી જાય છે. આ વ્યભિચાર' કહેવાય છે. ઉપર્યુક્ત દ્રાંતમાં સહચાર (અન્વય વ્યાપ્તિ) ઉપરાંત વ્યભિચારનો અભાવ (વ્યતિરેક વ્યાપ્તિ) હોવાની પ્રતીતિ થતાં જે સિદ્ધાંત ફલિત થાય છે જે નિયમ સૂરે છે તેને વ્યાપ્તિ કહેવામાં આવે છે. જેમકે જ્યાં જ્યાં ધૂમ છે (“જ્યાં જ્યાં ને બદલે જે જે અને એવી રીતે ત્યાં ત્યાં ને બદલે તે તે’ મૂકી શકાય. “જ્યાં જ્યાં’ એ પ્રસંગ દર્શાવવા માટે યોજેલ સ્થલવાચક અવ્યવ છે જ્યારે જે જે એ વ્યક્તિવાચક વિશેષણ છે) ત્યાં ત્યાં અગ્નિ છે જ એ સહચાર અને જ્યાં અગ્નિ નથી ત્યાં ધૂમ નથી જ એ વ્યભિચારનો અભાવ એ
જ
કલાક
Sજરાતી અનુવાદક - , ભદ્રકરિ મ ા