________________
લલિત- વિરા - : હરિભદ્રસારિ રચિત
૧૨૫)
જો કેવલ સત્તાને જ જીવ આદિગત અમૂર્તત્વ આદિ ધર્મો તરીકે માનવામાં આવે તો મહાસામાન્યને વિશેષ ધર્મો તરીકે અથવા વિશેષ ધર્મો તરીકે અથવા વિશેષ ધર્મો અને સામાન્યધર્મને પરસ્પર સર્વથા અભિન્ન માનવામાં આવે તો સર્વત્ર-ઘટ આદિ સમસ્ત વસ્તુમાં અમૂર્તત્વ ચેતનત્વ આદિની પ્રાપ્તિ-આપત્તિ થાય. તથાપિ ઘટાદિમૂર્ત પદાર્થમાં સત્તારૂપ મહાસામાન્ય વિદ્યમાન હોઈ અમૂર્તત્વ=ચેતનત્વ આદિ ઘર્મની પ્રાપ્તિઆપત્તિ થાય. કેમકે; અમૂર્તત્વ ચેતનત્વાદિથી સર્વથા અભિન્ન સત્ત્વરૂપ, વસ્તુનું એક સ્વરૂપ કાયમ છે.
તેમજ અમૂર્ત જીવ આદિમાં મૂર્તત્વ-અચેતનત્વ આદિ ધર્મની આપત્તિ આવે ! કેમકે; ત્યાં પણ મૂર્ણત્વ આદિથી સર્વથા અભિન્ન સત્ત્વરૂપ એક વસ્તુનું સ્વરૂપ હૈયાત છે. વળી સર્વ પદાર્થોમાં દ્રશ્યમાન મૂર્તત્વ-અચેતનત્વ આદિ ઘર્મોનો અભાવ થી જાય અને અમૂર્ત આદિનો અભાવ થઈ જાય અર્થાત્ સત્ર સર્વથા વિશેષ ધર્મમાત્રના અભાવનો પ્રસંગ આવીને ઉભો રહે ! ઉપર્યુક્ત મોટામાં મોટી દુસ્તર આપત્તિ નદી કેવી રીતે પાર કરી શકાશે ! તેમજ લોક પ્રતીતિની પૂરેપૂરી બાધા-હાનિ હોવાથી ઈષ્ટાપત્તિ પણ કેમ થઈ શકશે ? અર્થાત નહીં થઈ શકે.
-અવિશિષ્ટ કેવલસત્ત્વ, પૂર્વકથિત યુક્તિથી અમૂર્તત્વ આદિરૂપ થતું નથી. એમ સાબીત કર્યું. હવે વિશિષ્ટ (સ્વપર પક્ષવ્યાવૃત્ત) સત્ત્વ કે જે બૌદ્ધ અભિમત છે તે વિશિષ્ટ સત્ત્વ પણ (સત્ત્વ વિશેષ પણ) અમૂર્તત્વ આદિ રૂપ બની શકતું નથી એમ સાબીત કરતાં કહે છે કે;
सत्त्वविशिष्टताऽपि न, विशेषणमन्तरेणातिप्रसङ्गाद्, एवं नाभिन्ननिमित्तत्वादृते विरोध इति पुरुषवरपुण्डरीकाणि ।
છે. તથાચ અશેષ વિશેષોને વિષે ઉદાસીનતા રાખનાર અને સત્તા માત્રને શુદ્ધ દ્રવ્ય માનનાર “પરસંગ્રહ' કહેવાય છે. આનું ઉદાહરણ “સમગ્ર બ્રહ્માણ્ડ એક છે' એ છે સમસ્ત સંસારમાં સતુપણું એક જ છે. એમાં કાંઈ વિશેષતા નથી એટલે સરૂપતાની અપેક્ષાએ અખિલ વિશ્વ એક છે એમ કહેવું ખોટું નથી. એવંચ સત્તાદ્વૈતનો સ્વીકાર કરનાર અને સમગ્ર વિશેષોનો નિરાસ કરનાર “પરસંગ્રહાભાસ' કહેવાય છે. “સત્તા એ જ તત્ત્વ છે, એનાથી પૃથગુભૂત વિશેષોનું દર્શન નહિ થતું હોવાથી, એ આનું ઉદાહરણ છે.
દ્રવ્યત્વાદિ અવાત્તર સામાન્યોને માનનાર પરંતુ તેના ભેદોને વિષે ગજનિમીલિકાનો આધાર લેનાર અર્થાતુ આંખ મીચામણા કરનાર “અપર સંગ્રહ છે. ધર્માસ્તિકાય આદિ છએ દ્રવ્યો એક છે. દ્રવ્યત્વમાં અભેદ હોવાથી’ એ આનું ઉદાહરણ છે. અહીં દ્રવ્યત્વરૂપ સામાન્ય જ્ઞાનથી અભેદરૂપ છએ દ્રવ્યોની એકતાનું સંગ્રહણ થયેલું છે. જ્યારે ધર્માસ્તિકાય આદિની વિશેષતાઓ તરફ આંખ મીચામણાં કરવામાં આવ્યા છે.
દ્રવ્યવાદિની પ્રતિજ્ઞા કરનાર પરંતુ તેના વિશેષોનો અપલાપ કરનાર જેમ કે ‘દ્રવ્યત્વજ તત્ત્વ છે' ધમસ્તિકાય આદિ દ્રવ્ય નથી એવી નિહ્નવતાને સેવનાર “અપસંગ્રહાભાસ' કહેવાય છે.
૧ જેનાથી બીજાની વ્યાવૃત્તિ-ભેદ કરાય છે. તેને અપોહ કહે છે. બૌદ્ધલોક, અત્યન્ત વ્યાવૃત્ત પરસ્પર વિલક્ષણ સ્વલક્ષણોમાં અનુવૃત્તિ પ્રત્યયકારક સામાન્યને માનતા નથી. બૌદ્ધોની માન્યતા છે કે જે સમય અમને કોઈ શબ્દનું જ્ઞાન થાય છે તે સમયે તે શબ્દથી પદાર્થોનું અસ્તિ અને નાસ્તિ એમ બે રૂપે જ્ઞાન થાય છે દા.ત. જે સમય અમને ગોશબ્દનું જ્ઞાન થાય છે તે સમયે એકી સાથે ગોનું અસ્તિત્વ અને ગોથી ભિન્ન અન્ય સર્વ પદાર્થોનું નાસ્તિત્વ રૂપનું જ્ઞાન થાય છે માટે બૌદ્ધોના મતમાં અતદ્દવ્યાવૃત્તિ (અપોહ) જ શબ્દાર્થ મનાય છે.
કરસૂરિ મ. સા.
ગુજરાતી અનુવાદક -