________________
લલિત-વિસ્તરા
આ રિભદ્રસુરિ રચિત
ભગવંતોને નમસ્કાર થાઓ’ એ રૂપ વાક્ય વૃત્તિ ‘તીર્થંકર’ રૂપ ચોથા (૪) પદનું વ્યાખ્યાન-બીજી સંપદાના બીજાપદનું વ્યાખ્યાન પૂર્ણ થાય છે .
હવે શાસ્ત્રકાર, બીજી સંપદાના ‘સ્વયં સંબુદ્ધ' રૂપ ત્રીજા પદનું અવતરણિકા સહિત વ્યાખ્યાન કરતા કહે છે કે,
- एतेऽप्यप्रत्ययानुग्रहबोधतन्त्रैः सदाशिववादिभिस्तदनुग्रहबोधवन्तोऽभ्युपगम्यन्ते 'महेशानुग्रहात् बोधनियमाविति वचनात् ', एतद्व्यपोहायाह - "स्वयंसम्बुद्धेभ्यः”
ભાવાર્થ-અપ્રત્યય એટલે મહેશ (હેતુની અપેક્ષા રાખ્યા વગર-અનુગ્રાહ્ય કેવો છે ? એની દરકાર કર્યા વગર અનુગ્રહ કરનાર હોઈ મહેશનું ‘અપ્રત્યય' એવું સાર્થક નામ છે.) એના અનુગ્રહથી-બોધયોગ્ય સ્વરૂપ સંપાદનરૂપ ઉપકારથી સમાં પ્રવૃત્તિ અને અસત્થી નિવૃત્તિ કરાવનાર જ્ઞાન વિશેષરૂપ બોધ થાય છે. આવા-તથાવિધ બોધની મુખ્યતાવાળા આગમને માનનારા ‘સદા શિવવાદીઓ’ ઈશ્વરને કા૨ણ ત૨ીકે માનનારાઓ અર્થાત્
(૧) પહેલાં મહેશનો બોધયોગ્યતાસંપાદનરૂપ અનુગ્રહ થાય છે .
(૨) પછીથી સત્ પ્રવૃત્તિ-અસત્ નિવૃત્તિના કારણરૂપ વિશિષ્ટ જ્ઞાનરૂપ બોધ થાય છે .
તથાચ તાદૃશોધરૂપ કાર્યના પ્રત્યે મહેશકૃતતાદૃશ અનુગ્રહ કારણ છે. એવા કાર્ય કારણ પ્રધાન આગમના અનુયાયી સદાશિવવાદીઓ બોધમાં ઈશ્વ૨ને કા૨ણ તરીકે માનનારાઓ, પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ ‘તીર્થંકર અરિહંત ભગવંતોને, મહેશકૃત અનુગ્રહજન્ય તાદૃશોધવાળા (સત્ કર્તવ્યમાં પ્રવર્ત્તક અસત્ કર્તવ્યોથી નિવર્શક એવા જ્ઞાનવિશેષરૂપ બોધવાળા) માને છે. કારણ કે; આ વિષયમાં સદાશિવવાદીઓના આગમનું વચન છે કે; “મહેશની મ્હેરબાનીથી સદાચારમાં પ્રવૃત્તિ અને દુરાચારથી નિવૃત્તિ કરાવનાર જે જ્ઞાનવિશેષરૂપ બોધ, અને સદાચાર પ્રવૃત્તિ-દુરાચાર નિવૃત્તિરૂપ નિયમ-વિધિ-સંયમપાલન વિગેરે પ્રાપ્ત થાય છે.”
(અથવા ‘વોષનિયમાહિતિ’આવા પાઠાંતરથી ‘તાદૃશબોધનો નિયમ છે' એમ અર્થ થાય છે . અર્થાત્ જે જે તાદૃશબોધ હોય કે થાય છે તે તે અવશ્ય મહેશકૃત અનુગ્રહ જન્ય હોય અથવા મહેશકૃત અનુગ્રહથી જ થાય છે. આવો નિયમ અહીં સમજવો. અથવા વોનિષ્ઠવ્યાપ્યતા (ાર્યતા) નિરૂપિતવ્યાપતા (વ્યારાતા) महेशकृतानुग्रहे इत्येवं बोध्यम्)
આ પ્રમાણેના એકાંતવાદીઓના મતનું નિરસન ક૨વા કહે છે કે;
માટે જ તીર્થંકરપદ બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનારૂં છે' અર્થાત્ તીર્થંકર વચનથી મોહાંધકાર ટળે છે, તેથી સૂક્ષ્મપદાર્થો અને ભાવો ઝટ સમજાય છે. અને તેથી શ્રદ્ધા અમૃતઆસ્વાદ થાય છે. પછી તે આદરવામાં આવે છે, તેથી અનર્થનો નાશ થાય છે. અને સુખનો ઉદ્ભવ થાય છે. પરોપકારથી વિશેષ સુખ મળે છે. એ પ્રમાણે ઉત્તરોત્તર વિશેષ સુખ પ્રાપ્ત રતાં કરતાં અંતે મોક્ષ મળે છે. માટે જ તીર્થંકર પદને બીજાનું ઉત્કૃષ્ટ કલ્યાણ કરનારૂં ગણવામાં આવ્યું છે. (ધ. બિ. ગ્રન્થે.)
ગુજરાતી અનુવાદક
ત કરસૂરિ મ.સા.