________________
S
લલિત-
વિરાછા ૨ભદ્રભાવિ રચિત
૧૦૯ ;
ભેદમાં યુક્તિની ઘટના
जात्यनुच्छेदेन गुणप्रकर्षाभावाद्, इत्थं चैतदेवं प्रत्येकबुद्धादिवचनप्रामाण्यात्, तद्भेदानुपपत्तेः, न तुल्यभाजनतायां तद्भेदो न्याय्य इति,
ભાવાર્થ-કાચ આદિ સ્વભાવરૂપ જાતિને (કાચ આદિપણાને) નહીં ઓળંઘવાથી-છોડવાથી કાન્તિ આદિરૂપ ગુણોની વૃદ્ધિરૂપ ગુણપ્રકર્ષનો કાચ આદિમાં અભાવ છે. એટલે કાચ આદિ, પારાગ આદિ સરખા બની શકતા નથી. અહીં એમ સમજવું કે; સંસ્કારસંયોગમાં પણ સ્વસ્વભાવ જાતિના અનુચ્છેદ-અનુલ્લંઘન કૃત ગુણવૃદ્ધિનો અભાવ અને સદ્ભાવ છે.
નહિ ઃ પર મવતિ' કાચને ગમે તેટલો પુટપાક આદિ સંયોગ રૂપ સંસ્કાર આપો, છતાંય તે કાચ, કાચ મટી પઘરાગ બનતો નથી. અર્થાત્ કાચ, કાચપણાને છોડી પદ્મરાગને પામતો નથી. કાચ પદ્મરાગ જેવો નથી. છતાં તે પદ્મરાગ જેવો છે એમ પણ કદી વદી કે કથી શકાય નહીં.'
જાત્યરત્ન અજાત્યરત્નની ભેદસિદ્ધિમાં વિશિષ્ટનિરૂપણ-તથાચ અજાત્યરત્નરૂપ કાચ આદિગત, સંસ્કાર સંયોગમાં પણ (કાંતિ આદિ ગુણોની વૃદ્ધિના અભાવના હેતુ, કાચ આદિનિષ્ઠ સ્વસ્વભાવ-જાતિનું અનુલ્લંઘન છે-કાચઆદિનો અનુલ્લંધિત-અનુચ્છિન્ન સ્વસ્વભાવ જાતિ છે. એવું જાત્યરત્નગત કાંતિ આદિ ગુણોની વૃદ્ધિના સદભાવમાં હતું, જાત્યરત્ન-પદ્મરાગ આદિ નિષ્ઠ સ્વસ્વભાવ-જાતિનું અનુલ્લંઘન છે કે પદ્મરાગ આદિનો અનુચ્છિન્ન સ્વસ્વભાવ જાતિ છે.
અત એવ અશુદ્ધ-અસંસ્કારિત જાત્યરત્નપારાગાદિમાં સંસ્કાર સંયોગ થયે છતે કાન્તિ આદિ ગુણવૃદ્ધિની ઉત્પત્તિમાં અનુચ્છિન્ન સ્વજાતિ-સ્વભાવ એજ હેતુ છે. સ્વજાતિ-સ્વભાવ-યોગ્યતાકૃત જાત્યરત્ન-અજાત્યાનમાં ભેદ સમજવો.
એવું અનુચ્છિન્ન જાતિભેદેન (સ્વસ્વભાવ-યોગ્યતા ભેદન) શુદ્ધ અશુદ્ધ જાત્યરત્ન-અજાત્યરત્નમાં ભેદ (અસમાનતા) જાણવો.
-આગમ (શબ્દ) પ્રમાણથી જાત્યરત્નના ભેદની સિદ્ધિભિન્નભિન્ન સ્વરૂપવાળા-પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, સ્વયંબુદ્ધ આદિના નિરૂપક-પ્રતિપાદક વચન-શબ્દોનું
૨ અપર: પ્રારા સપનાનત્તથા પરિ' જ્યારે એક વસ્તુ બીજા જેવી નથી છતાં તે બીજા જેવી છે, એમ જણાવવું હોય ત્યાં “શ્વિ' પ્રત્યય લગાડાય છે. સં. વ્યા. ગુ. પૃ. ૩૧૫
'अभूततद्भावे कृभ्वस्ति योगेनाम्नश्चिः'
૧ સંધ્યા સમયના વાદળાના રંગો બદલવાથી સંસારમાં તેવા તેવા પ્રકારની ચીજોનાં તેવા તેવાં સ્વરૂપ દેખીનેઈત્યાદિ નિમિત્ત પામીને વૈરાગ્યભાવના પ્રગટતાં કેવલજ્ઞાન પામી મોક્ષે જાય તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ કહેવાય છે.
૨ બુદ્ધ-ગુરૂ વિગેરેથી, બોધિત-બોધ પામેલા અર્થાત્ જેઓને ગુરૂ આદિકના ઉપદેશથી સંસારનું સ્વરૂપ અસાર લાગતાં વૈરાગ્યભાવના પ્રગટ થવાથી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયા હોય તેઓ બુદ્ધબોધિત કહેવાય છે.
રાતી અનુવાદક - આ ભદ્રાકરસૂરિ મ