________________
લલિત-વિસ્તરા
આ હરિભદ્રસુરિ ચિત
૧૧૦
(વીતરાગરૂપ આપ્તકથિત વચનોનું) પ્રામાણ્ય-સાચો પુરાવો-નગદ હકીકત છે. અર્થાત્ તીર્થંકરવ્યકિત અને તીર્થંકરભિન્ન પ્રત્યેકબુદ્ધ આદિ ભિન્ન ભિન્ન છે એમ શાસ્રસિદ્ધ વસ્તુ છે એટલે જાત્યરત્ન સમાન પુરૂષોત્તમ અરિહંત ભગવંતો છે અને અજાત્યરત્ન સમાન પ્રત્યેક બુદ્ધ આદિ, તીર્થંકર ભિન્ન વ્યક્તિઓ છે. એમ અનુચ્છિન્નજાતિ-સ્વભાવ-યોગ્યતાકૃતભેદ (વૈષમ્ય-અસમાનતા) શાસ્રસિદ્ધ છે એમ જાણવું.
અહીં અન્યથા શબ્દનો અધ્યારોપ (આક્ષેપ-અધ્યાહાર) હોઈ અન્યથા-જાત્યરત્ન અને અજાત્યરત્નમાં ભેદ ન માનો તો અર્થાત્ જાત્યરત્ન અને અજાત્યરત્નની સરખી યોગ્યતા, (સ્વભાવજાતિ) માનો તો પ્રત્યેક બુદ્ધ આદિનો જે ભેદ શાસ્ત્ર-યુક્તિથી સંગત છે તે ન્યાયયુક્ત ન બની શકે ! વાસ્તુ પુરૂષોત્તમ-અરિહંત ભગવંતો (જાત્યરત્ન) સમાન અને પ્રત્યેકબુદ્ધ આદિ (અજાત્યરત્ન સમાન) માં ભેદ (વિષમતા-અસમાનતા) અવશ્યમેવ સ્વીકારવો જ પડશે.
અર્થાત્ જાતિ-યોગ્યતા-સ્વભાવના ભેદથી જીવો જુદા જુદા છે એમ માનવું જોઈએ.
શંકા-જો અહીં સંસારમાં પુરૂષોત્તમ, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, સ્વયંબુદ્ધ વિગેરે જ્યારે પરસ્પર જુદા છે. તો મુક્તિમાં પણ તેઓમાં ભેદ પ્રસંગ કેમ નહીં આવે ?
ઉપર્યુક્ત શંકાનું સમાધાન
न चात एव मुक्तावपि विशेषः, कृत्स्नकर्म्मक्षयका 'र्यत्वात्, तस्य चाविशिष्टत्वात्,
ભાવાર્થ-(સમાધાન) અહીં-સંસારમાં પ્રાણીઓની પરસ્પરની ભેદની સિદ્ધિ હોઈ જેમ પ્રાણીઓમાં ભેદ છે. તેમ મોક્ષમાં પણ સત્ત્વમાત્ર (સકલપ્રાણી) હોઈ કેમ ભેદ નહીં ? આ પ્રમાણે જે વાદીએ શંકા ઉઠાવી છે તે ઠીક નથી. કારણ કે; જ્ઞાનાવરણ આદિ સકલકર્મના ક્ષય થયા પછી ઉત્તકાલમાં-ઉત્તરક્ષણમાં થવાવાળી મુક્તિ છે. અર્થાત્ મુક્તિ એ સકલકર્મના ક્ષય બાદ તરત જ થનારૂં કાર્ય છે. અને તે સકલકર્મનો ક્ષય સઘળા સિદ્ધજીવોમાં એકસરખો છે. માટે ભેદ હોઈ શકે નહીં. કારણ કે; હેતુમાં વિશેષતા ન હોય તો કાર્યમાં વિશેષતા ન આવે. જો સકલકર્મના ક્ષયરૂપ કારણમાં કંઈપણ વિશેષતા ભેદ હોત તો કૃત્સ્નકર્મક્ષયજનકમુક્તિરૂપ કાર્યમાં ભેદ આવત ! એમ તો છે જ નહિ માટે ભેદ નથી. જેમ કે; દરિદ્ર (કંગાલ) અને ઈશ્વર (માલદાર) માં પહેલાં ભેદ હોવા છતાંય ભેદ વગરના આયુષ્યક્ષયરૂપકારણજન્ય-મરણરૂપ કાર્યમાં ભેદ નથી. એમ સમજવું. આજ દ્રષ્ટાંતને આગળ પર સચોટ દર્શાવે છે.
કારણભેદ હોય તો જ કાર્યભેદ છે. કારણભેદના અભાવમાં કાર્યભેદનો અભાવ છે. આ વિષય ઉપર દ્રષ્ટાંત
૩ ગુરૂના ઉપદેશ વિના તથા પ્રકારે કર્મ પાતળાં પડવાથી કંઈપણ નિમિત્ત વિના પોતાને જ સંસાર સ્વરૂપ અસાર લાગવાથી વૈરાગ્યભાવના પ્રગટતાં કેલલજ્ઞાન પામી મોક્ષે જાય તે સ્વયંબુદ્ધસિદ્ધ કહેવાય છે.
૧ ‘તાતીયાયેવ દેતોસ્તખાતીયાર્યમુદ્દતે કૃતિ પરમાર્થ:' શા. સ. ટી. પૃ. ૩૨૭
ગુજરાતી અનુવાદક
આ.
ત કરસૂરિ મ.સા.