________________
લલિત-વિસ્તરા . અબ હરિભદ્રસૂરિ રચિત
दृष्टश्च दरिद्रेश्वरयोरप्यविशिष्टो मृत्युः, आयुःक्षयाविशेषात्, न चैतावता तयोः प्रागप्यविशेषः, तदन्यहेतुविशेषात्, निदर्शनमात्रमेतदिति पुरुषोत्तमाः ॥ ६ ॥
ભાવાર્થ-વળી વિશિષ્ટ પુરૂષરૂપ (દરિદ્રત્વ વિશેષણ વિશિષ્ટ) ગરીબ અને (ઈશ્વરત્વ વિશેષણ વિશિષ્ટ) તવંગરમાં પણ તેજ વિશિષ્ટ નથી અર્થાત્ એકસરખા હોય તેમાં તો પૂછવું જ શું ? એમ અપિ શબ્દનો અર્થ સમજવો.) સ્વસ્વયાત્માણવિયોગરૂપ મરણ એકસરખું છે. એમ દેખેલ છે-અનુભવેલ છે પ્રસિદ્ધ છે કારણ કે; સ્વસ્વયાવત્રાણવિયોગરૂપમરણના કારણભૂત આયુષ્યક્ષયમાં કોઈ ભેદ નથી. સબબ કે; કાર્યવિશેષના પ્રત્યે કારણવિશેષ કારણ છે. કાર્યભેદના અભાવપ્રત્યે કારણભેદનો અભાવ હેતુ છે. વાસ્તે અહીં કારણભેદ નહીં હોવાથી કાર્યભેદ નથી એમ જાણવું.
શંકા-જો આમ છે તો ગરીબ અને તવંગર, મરણ અવસ્થા પહેલાંની અવસ્થામાં એકસરખા કેમ નહીં ? ભેદ શાથી ?
સમાધાન-ગરીબ અને તવંગરમાં મરણ અવસ્થા પહેલાંની અવસ્થામાં આયુષ્યક્ષયને છોડીને બીજા કારણો ભેદ પાડનાર મોજુદ છે. સાંભળો ! આ ગરીબ તેથી કહેવાય છે કે; એની પાસે ધનનો-વૈભવનો અભાવ છે. તો સમજો કે ધનનો અભાવ ગરીબ થવામાં કારણ છે. એટલે તવંગરથી જુદો પડે છે. હવે પૈસાદાર એટલે વૈભવશાલી. વૈભવ-માલમત્તા-પૈસાની હાજરી હોઈ ગરીબથી જુદો પડે છે. આ ગરીબ છે. એમ ભેદ પાડનાર કોણ ? એનો જવાબ એજ કે; પૈસાનો અભાવ-ગેરહાજરી આ પૈસાદાર છે એમ 'ગરીબથી ભેદ પાડનાર કોણ ? એનો જવાબ એજ કે; પૈસાની હાજરી. વાસ્તે પહેલાંની અવસ્થામાં ભેદ છે-વિશેષતા છે જુદાઈ છે હવે બંને જણમાં જ્યારે આયુષ્યક્ષયરૂપ એકસરખું કારણ વિદ્યમાન છે, ત્યારે મરણઅવસ્થામાં બંને એકસરખા જ ગણાય. કારણ કે; કારણમાં વિશેષતા નથી. સઘળા કર્મોનો ક્ષયધ્વંસ જેઓને થયેલો છે એવા મુક્તઆત્માઓની, જેઓને કેવળ આયુષ્યકર્માશવિશેષનો ક્ષય થયેલો છે એવા ગરીબ અને તવંગરની સાથે સરખામણી જરાય પરમાર્થથી-વસ્તુતઃ-તત્ત્વતઃ નથી. પરંતુ અહીં અંશથી ઉદાહરણ માત્ર જ સમજવાનું છે. કારણ કે; કારણમાં અભેદ હોઈ કાર્યના અભેદ માત્રના દર્શનમાં પર્યાપ્ત છે. ઈતિ
પુરૂષોત્તમ-અહંત-ભગવંતોને નમસ્કાર હો !” આ પ્રમાણે શક્રસ્તવના પુરૂષોત્તમ રૂપ છ8ાપદની વ્યાખ્યા પૂરી થાય છે.
શક્રસ્તવના સપ્તમપદનું વ્યાખ્યાન-સાંકૃત્યમતવ્યવચ્છેદ સમર્થ “પુરૂષસિંહ' રૂપ વિશેષણ પદનું વિશિષ્ટ સમર્થન
एते च बाह्यार्थसंवादिसत्यवादिभिः साङ्कृत्यरूपमावैतथ्येन निरूपमस्तवार्हा एवेष्यन्ते 'हीनाधिकाभ्यामुपमा मृषेति' बचनाद्, एतद्व्यवच्छेदार्थमाह 'पुरुषसिंहेभ्यः' इति,
ભાવાર્થ-સમ્યગુભાવ-શુભ ભાવના પ્રવર્તક અને અશુભ ભાવથી અટકાવનાર વચન-વાક્ય, ભલે સત્ય હોય કે અસત્ય, તમામ વાક્ય નિશ્ચયથી-વાસ્તવથી સત્ય છે. સબબ કે; નિશ્ચયનય, સત્ય વાક્ય તેને
જરાતી અનુવાદક -
ભદ્રકરસૂરિ મ. સા.