________________
લિત-વિસ્તરા - એ ભદ્રસારિ રચિત
૧૧૩) તરીકે હોય અને ઉપમાનવાચકપદ (જની સાથે સરખાવાય છે તે ઉપમાન કહેવાય છે જેમ કે; અહીં સિંહ આદિ ઉપમાન છે.) ઉત્તરપદ તરીકે હોય તો બંનેનો સમાસ થાય છે. અને તેને કર્મધારય તરીકે ઓળખવામાં આવે છે. સિંહા રૂવ સિંહ પુરૂષા, પુરૂષાચ તે સિદાચ પુસિહા સત વિપ્રદ સમજવો)
તથાચ આ પ્રધાન પુરૂષો-ઉત્તમ પુરૂષો, પ્રધાનભૂત શૌર્ય આદિ ગુણોની સત્તાથી વિખ્યાત-જગમશહૂર થયેલા છે કે, જેથી સિંહ જેવા ગણાય છે. તો તેઓશ્રીના પ્રખ્યાતિકારક ગુણધર્મો દર્શાવવા જોઈએ એટલે ગુણ ધર્મો દર્શાવે છે કે,
(૧) કર્મરૂપી અંતરના-ભીતરના શત્રુઓના-દુશ્મનોના પ્રત્યે શૂરપણાએ આ પુરૂષો મશહૂર છે. શૌર્યશૂરાતન વગર, ઘર કરીને-અડ્ડો જમાવીને બેઠેલો-પૅઘેલા કર્મશત્રુઓને હરાવી કે હંફાવી ન શકાય માટે શૌરશાલી આ પુરૂષો હોઈ સિંહ જેવા છે.
(૨) કર્મરૂપ ભાવ દુશ્મનોના ધ્વસ-આત્યંતિક વિનાશના પ્રત્યે ક્રૂરપણાએ પ્રખ્યાત થયેલા આ પુરૂષો છે. ક્રૂરતા વગર ભીમતા સિવાય-લાલચોળ આંખ કર્યા વગર ભાઈબાપા કરવાથી આ રાગ આદિ આન્તર રિપુઓ ગચ્છતી કરી જાય એવા નથી. વાસ્તે ભીતરના દુશ્મનોને હાંકી કાઢવા શૂરપણાએ વિશિષ્ટ હોઈ આ પુરૂષો સિંહ સરખા છે.
(૩) ક્રોધ આદિના પ્રત્યે અસહનતાવડેક્ષમા-માફી નહીં બક્ષનારા તરીકે આ પુરૂષો પ્રસિદ્ધ થયેલા છે. અર્થાત ક્રોધ આદિને સહન કરી શકે નહિ એવા-નહીં ખમનારા-નહીં સાંખી રહેનારા, અનાદિના આત્માના ગુનેગાર-દંડનીય ક્રોધ આદિને શોધી શોધીને જેર-મહાત કરનારા હોઈ અસહનતા વિશિષ્ટ આ પુરૂષો સિંહવત્ લેખાય છે.
(૪) રાગ આદિના તરફ, વીર્ય (વર્યાન્તરાય કર્મના નાશથી ઉત્પન્ન થયેલી શક્તિરૂપ, પરાક્રમ, બળ-તેજ-પુરૂષાર્થ)ના યોગ વ્યાપાર-ઉપયોગથી પ્રસિદ્ધ થયેલા આ પુરૂષો, સિંહસદ્રશ કહેવાય છે. તથા વિર્યનો ઉપયોગ કર્યા સિવાય ભવબીજાંકુર જનક રાગ આદિનો ક્ષય અસંભવિત છે. એટલે રાગ આદિના પ્રત્યે વીર્યયોગવિશિષ્ટ પુરૂષો-પુરૂષસિંહો ગણાય છે.
(૫) તપ કર્મ-પત કર્મ-તપશ્ચર્યારૂપ કાર્ય તરફ, વીરપણાએ મશહૂર થયેલા આ પુરૂષો સિંહ સમાન લેખાય છે. તથાચ વીરતાની હાજરી હોય તો જ તપ કર્મ શક્ય છે. અને વીરતાની ગેરહાજરીમાં તપ કર્મ અશક્ય છે. એટલે વીરો જ તપ કર્મમાં સમર્થ હોઈ તપ કર્મના પ્રત્યે વીરતારૂપ મહાગુણવિશિષ્ટપુરૂષોપુરૂષસિંહો ગણાય એમાં નવાઈ શી ?
(૬) પરિષદો એ વળી શી ચીજ છે ? એનું શું ગજુ છે ? એમ પરીષહોના તરફ અવજ્ઞા
-२ अचण्डवीरवृत्तिना शमिना शमवर्तिना । त्वया काममकुट्यन्त कुटिलाः कर्मकण्टकाः ॥ वी. स्तो. १ रागादिषु नृशंसेन सर्वात्मसुकृपालुना । भीमकान्तगुणेनोचैः साम्राज्यं साधितं त्वया ॥ वी. स्तो. ૨ પરિ-સંમતાત્ સર્વ બાજુથી અથવા સર્વ પ્રકારે સહ-સહન કરવું પણ સદોષ આચરણ ન કરવું તે પરિષહ કહેવાય
બાજરાતી અનુવાદક - અભદ્રકરસૂરિ મ. સાશાળાના