________________
લલિત-વિસ
આ હરિભકસર રારિ
અને ચોમાસામાં ૧૦૩ છે. અને અતીર્થકરવૃત્તિ (અન્તકૃત-કેવલિઆદિવૃત્તિબોધિ) જુદી છે. એટલે જ વિશિષ્ટફલ અને સામાન્યફલની ઉપપત્તિઘટના બરાબર ઘટી શકે છે. એમ વિચારો !
-પૂર્વકથિત વિષયનો ઉપસંહાર
તે તે કલ્યાણ-તીર્થકરરૂપ ફલકારણ વરબોધિલાભરૂપ વિશિષ્ટ કલ્યાણના, અથવા વરબોધિ યોજ્ય તીર્થકરત્વ (પરાકાષ્ઠપ્રાપ્ત પુણ્યાનુબંધિપુણ્યફલરૂપ તીર્થકરત્વ) રૂપ કલ્યાણના આક્ષેપક (આકર્ષનાર-ખેંચી લાવનાર અનુમાપક-વ્યંજક-દીપક-લલક-જ્ઞાપક) અનાદિકાલિન તથાભવ્યત્વરૂપ પરિણામિકભાવવિશેષને વિશિષ્ટકોટીના અનાદિ તથાભવ્યત્વરૂપ પારિણામિકભાવને ભજનારા તથાચ વિશિષ્ટકલ્યાણજનક અનાદિ તથાભવ્યત્વરૂપ ભાવવંતો આ અરિહંત ભગવંતો જ છે.
આ પ્રમાણે સ્વયંસંબુદ્ધપણાની સિદ્ધિ સમજવી.
આ પ્રમાણે શક્રસ્તવનું પાંચમુ પદ પુરૂ થાય છે.-બીજી સંપદાનું ત્રીજું પદ પુરું થાય છે. તેની સાથે બીજી સંપદાનું વ્યાખ્યાન પણ સમાપ્ત થાય છે.
-બીજી સંપદાનો સાન્તર્થસમન્વયएवमादिकर्तृणां तीर्थकरत्वेनान्यासाधारणस्वयंसम्बोधेनेति स्तोतव्यसम्पद एव प्रधाना साधारणासाधारणरूपा हेतुसम्पदेति २
ભાવાર્થ-આ પ્રમાણે આદિકરોમાં (મોક્ષ અવસ્થાથી પહેલાની સંસારઅવસ્થામાં જન્માદિ પ્રપંચને કરવાના સ્વભાવવાળાઓમાં) તીર્થંકરપણાએ કરી (તીર્થંકર વ્યક્તિ ભિન્ન સકલ વ્યક્તિમાં નહિ વર્તતો હોવાથી અન્ય અસાધારણ-તીર્થકર વ્યક્તિ ભિન્ન વ્યક્તિ નિષ્ઠ બોધિથી તીર્થંકરપદ પ્રાપક વિશિષ્ટ વરબોધિ હોઈ) અન્ય અસાધારણ-પરોપદેશ નિરપેક્ષ-સ્વતંત્ર-યથાર્થ ય ઉપાદેય ઉપેક્ષણીય સકલ વસ્તુ વિષયક તત્ત્વજ્ઞાનરૂપ સ્વયંસંબોધથી વિશિષ્ટ અરિહંતો ભગવંતો હોય છે. એટલે જ “મારાં નિત્યારા સંવૃદ્ધા આ ત્રણ પદની બીજી સંપદા, સ્તોતવ્યસંપદાની જ (પ્રથમ સંપદાનીજ) પ્રધાન, સાધારણ અસાધારણરૂપ હેતુ સંપદા નામની સમજવી. | (સ્તોતવ્ય અરિહંત ભગવંતની સ્તુતિના કારણો પૈકી આદિકરત્વ (સર્વજીવાત્મવૃત્તિ જન્માદિપ્રપંચ કર્તુત્વરૂપ આદિકરત્વ) એ પ્રધાનરૂપ સાધારણ હેતુ છે. જ્યારે તીર્થંકરપણું છે એટલે જ અનન્યવૃત્તિ સ્વયંસંબોધ છે. માટે તીર્થંકર નામ કર્મ, કારણ અને અનન્યવૃત્તિ સ્વયંસંબોધ કાર્ય છે. એમ કાર્યકારણ ભાવ માની તીર્થકરત્વજન્યાનન્યવૃત્તિ સ્વયંસંબોધ, એ પ્રધાન અસાધારણ હેતુ છે. અથવા પૃથગુ પૃથગરૂપે તીર્થકરત્વ અને તીર્થંકરભિન્ન વ્યક્તિ અવૃત્તિ સ્વયંસંબોધ, એ બંને સ્વતંત્ર પ્રધાન અસાધારણહેતુ પ્રતિપાદકપદ, “તીર્થંકર' સ્વયંસંબુદ્ધ' એ બે પદો-પ્રધાન અસાધારણ હેતુ સૂચક પદો હોઈ આખી બીજી સંપદા પ્રધાન-સાધારણ અસાધારણ હેતુ સંપદા' તરીકે નવાજાય છે.) અહીં “અરિહંત ભગવંતને જ શા માટે નમસ્કાર કરવો તેનો, પહેલી સંપદા (સ્તોતવ્યસંપદા)ને અંગે ઓવહેતુ એટલે સામાન્ય હેતુ છે' એમ પણ કહેલ છે.
ઈતિ દ્વિતીયસંપદાવ્યાખ્યાન.
૧ અહીં આદિકરત્વ, સાધારણ ધર્મ સમજવો. સવારનવ દિ તાવેતરવૃત્તિ
નત્તિ તર્ણિવર્ણ, સ્વાભાવિક વાં.
બાજરાતી અનુવાદક - , ભદ્રકરસૂરિ મ