________________
લલિત-વિતરા - ઝી) હરિભદ્રસાર રચિત
૧૦૪ -બીજી સંપદાના નિપુણ નિરુપણ બાદ કેટલાક બુદ્ધમતાનુયાયીઓ, “સર્વ જીવો એક સરખી યોગ્યતાવાળા છે. કોઈપણ જીવ, કોઈપણ જીવ કરતાં વિશિષ્ટ યોગ્યતા ધરાવનાર નથી' એમ પ્રતિપાદન કરે છે. તેનું ત્રીજી સંપદાના પુરૂષોત્તમેભ્ય રૂપ પ્રથમપદ દ્વારા નિરાકરણ
एते च सर्वसत्त्वैवंभाववादिभिर्बोद्धविशेषैः सामान्यगुणत्वेन न प्रधानतयाऽङ्गीक्रियन्ते, 'नास्तीह कश्चिदभाजनं सत्त्वः' इति वचनात्, तदेतन्निराचिकीर्षयाऽऽह- पुरुषोत्तमेभ्यः' इति,
ભાવાર્થ-તમામ જીવો, વિવલિત એક પ્રકારવાળા છે-એક સરખા છે.” એમ બોલવાના સ્વભાવવાળા, બૌદ્ધ વિશેષો (બૌદ્ધના પેટાભેદમાં વર્તનાર વૈભાષિક નામના ભેદવાળા બૌદ્ધો લેવા, એમ કલ્પના-સંભાવના કરાય છે. કારણ કે; તે વૈભાષિક બૌદ્ધો “ભેદભાવ વગરના બધા જીવો છે' એમ માને છે. અર્થાત્ તમામ એક સરખા છે. કોઈમાં કોઈ જાતનો ભેદ નથી એમ માને છે.) આ અહંત ભગવંતોને સામાન્ય (સાધારણ સર્વ પુરૂષના સરખા ગુણ પરોપકાર વિગેરે ગુણવાળા તરીકે માને છે. પણ પ્રધાન-મોટા-વિશિષ્ટવિલક્ષણ (જદી જાતના-વિશિષ્ટકોટીના) માનતા નથી. અર્થાત તે વૈભાષિક બૌદ્ધ વિશેષો, તમામ જીવોથી અરિહંત ભગવંતોને પ્રધાનપણે-શ્રેષ્ઠપણે-અતિશયવંત તરીકે સ્વીકારતા નથી. પરંતુ સઘળા જીવો સરખા છે. એમ માને છે. આ વિષયમાં તેઓના વચન આગમની સાક્ષી આપે છે કે; “આ લોકમાં કોઈપણ નરનારક વિગેરે પ્રાણી અભાજન અપાત્ર-અયોગ્ય નથી' અર્થાત સર્વ જીવો એક સરખા યોગ્યતા-સ્વભાવવાળા છે. બૌદ્ધિવિશેષના મતનું ખંડન કરવાની ઈચ્છાથી કહે છે કે “પુરૂષોમાં ઉત્તમ-શ્રેષ્ઠ અરિહંતભગવંતોને નમસ્કાર હો !' ઈતિ.
-વ્યુત્પત્તિપૂર્વક, “પુરૂષોત્તમ પદનું વિવરણपुरि शयनात् पुरुषाः-सत्त्वा एव, तेषां उत्तमाः-सहजतथाभव्यत्वादिभावतः प्रधानाः पुरुषोत्तमाः,
ભાવાર્થ-શરીરનો આશ્રય કરનાર હોઈ (શરીરરૂપ અવચ્છેદકાવચ્છિન્ન) પુરૂષો-સત્ત્વો (પ્રાણીઓ જીવાત્માઓ જ) કહેવાય છે. (પુર ગામને, શુષનું, પુર રેરે શેતે, શી. ૩. પૃષો. પુN:) તે પુરૂષોના મધ્યમાં ઉત્તમ (વડના બીજમાં જેમ વડનો અંગીકાર કરાય છે તેમ) સહજ (સ્વાભાવિક) તથાભવ્યત્વ વિગેરેના ભાવથીસદુભાવથી-હૈયાતીથી પ્રધાન વિશિષ્ટ છે. મહાનું છે. સંસારી જીવોના મધ્યમાં સહજ તથાભવ્યત્યાદિને લઈને સદાકાળ પરોપકારપરાયણતા આદિ ગુણ ગ્રામના સંબંધથી ઉત્તમ-પ્રધાન-શ્રેષ્ઠ ચડીયાતા અરિહંત પરમાત્માના આત્માઓ છે.
-અનાદિકાલથી પરમેશ્વરના આત્માઓની ઉત્તમતાની નિશાનીઓનું દિગ્ગદર્શન
૧ સ્વરૂપયોગ્યતા રૂપે પણ ફલોપધાયકતા રૂપે નહિ. સ્વરૂપયોગ્યતા એટલે કારણસત્તા અને ફલોપધાયકતા એટલે કાર્યસત્તા. કારણરૂપે અસ્તિત્વ અનાદિ કાળથી હોય છે, અને કાર્યરૂપે અસ્તિત્વ જ્યારે સહકારિસામગ્રી મળે ત્યારે આવે छ. 'स्वरूपयोग्यत्वं-तदवच्छेदकधर्मवत्त्वं जनकत्वादिकम् यथा अरण्यस्थस्यापि दण्डस्य घटं प्रति जनकत्वं स्वरूपयोग्यत्वम्, फलोपधायकत्वं फलनिष्पादकत्वम्.'
ન જવારે સવારસામગ્રી અને ત્યાર બાદ
સ
રસૂરિ મ.સા.
ગુજરાતી અનુવાદક