________________
લલિત-વિસ્તરા
આ ઉરિભદ્રસુરિ રચિત
૧૦૧
પડે કે, પાકની યોગ્યતા માષમાં અને શિક્ષણની યોગ્યતા ઘોડામાં જ છે માટે જ પાક ક્રિયાના પ્રત્યે અડદની અને શિક્ષા ક્રિયા પ્રત્યે અશ્વની વિષયપણાએ પરિણમવાની શક્તિ-યોગ્યતા છે. અહીં પ્રથમ આદિ શબ્દથી લાક્ષારાગ (લાખનો રંગ) નું ગ્રહણ કરવું અર્થાત્ લાક્ષારાગ પ્રત્યે વિષયપણાએ પરિણમવાની યોગ્યતા કપાસ આદિમાં છે. તથાચ તથાક્રિયાનો વિષય તથાયોગ્યતાવાળો પદાર્થ જ બની શકતો નથી. તે કારણથી જ અયોગ્ય પદાર્થમાં કરેલી ક્રિયા નિષ્ફલ છે. પ્રયાસ-ફ્લેશરૂપ હોઈ નિષ્ફળ છે. આ બાબત સકલ (આબાલગોપાલ) લોકસિદ્ધ-પ્રસિદ્ધ છે. વાસ્તે અભવ્ય, (અયોગ્ય,) સદાશિવ કર્તૃક અનુગ્રહરૂપ ક્રિયાનો વિષય બની શકતો નથી. એ વાત સારી રીતે સિદ્ધ થઈ ગઈ.
શંકા-અયોગ્યરૂપ વિષયમાં કરેલી ક્રિયા નિષ્ફલ હોઈ માત્ર પ્રયાસરૂપ છે. એથી એ ક્રિયા, ક્રિયાભાર.રૂપ છે. એ બધું જે કહ્યું તે બરાબર છે. પણ સદાશિવના માટે યોગ્યાયોગ્યની જરૂર નથી. કારણ કે; સદાશિવમાંમહેશમાં તો અચિંત્ય-અલૌકિક શક્તિ-સામર્થ્ય-તાકાત છે.
એવંચ સદાશિવ ભિન્ન પુરૂષકર્તૃક ક્રિયાનું અયોગ્ય પ્રત્યે પ્રયાસ માત્રરૂપ હોઈ અક્રિયાપણું ભલે હો ! પરંતુ સદાશિવ કર્તૃક ક્રિયામાં અચિંત્ય શક્તિ હોઈ સદાશિવ કર્તૃક ક્રિયાનું અક્રિયાપણું કેવી રીતે ?
સમાધાન-જ્યારે અમોએ કર્મની યોગ્યતા હોયે છતે જ ક્રિયાનું ક્રિયાપણું, (સફલક્રિયા) એકાન્તિક (એકાન્તથી) સાર્વત્રિક (સર્વ દેશકાલમાં વ્યાપક) અને સકલ લોકસિદ્ધ છે. એમ સાબિત કર્યું. એટલે મોક્ષે જવામાં અયોગ્ય-અભવ્યપ્રાણિમાં સદાશિવ-કર્તૃક-અનુગ્રહરૂપ ક્રિયા ન જ થઈ શકે, જો પોતાની યોગ્યતા વિના પણ સદાશિવ કર્તૃક અનુગ્રહરૂપ ક્રિયા થાય ! તો સદાશિવ, અભવ્ય પ્રાણિ ઉપર પણ ઉપકાર કરે ! પરંતુ આ સદાશિવ, અભવ્ય ઉપર ઉપકાર કરી શકતો નથી.
કારણ કે; સર્વકાલાવચ્છેદેન (ત્રણેય કાલમાં) સકલ અભવ્યોમાં સદાશિવકર્તૃક અનુગ્રહનો પ્રસંગઆપત્તિ-દોષ આવે ! અર્થાત્ સકલ પ્રત્યેક અભવ્યોના અભવ્યત્વમાં કોઈપણ જાતના ભેદનો અભાવ હોઈ એકના ઉપર અનુગ્રહ કરે અને બીજા અભવ્ય ઉપર ઉપકાર ન કરે એમ બને જ નહિ. વાસ્તે કલ અભવ્યો ઉપર ઉપકાર કરવારૂપ આપત્તિ આવે ! કારણ કે; સદાશિવને અનુગ્રહ માટે યોગ્યતા અયોગ્યતાની અપેક્ષા નથી. માટે તમારે સ્વીકારવું જ પડશે કે; સદાશિવ, અભવ્ય ઉપર ઉપકાર કરતો નથી, સારાંશ કે; સઘળે સ્થળે પોતાની યોગ્યતા જ પ્રધાનરૂપે ફલના કારણભૂત બની શકે છે. આ વિષયને ખૂબ વિચારોઆ વિષયનું મનન કે મંથન કરો !
‘તીર્થંકર મહાવિભૂતિસ્થિત અને અતીર્થંકરવ્યક્તિ સ્થિત બોધિના ભેદનું સયુક્તિક રસવાહી મંડન.' बोधिभेदोऽपि तीर्थकरातीर्थकरयोर्न्याय्य एव । विशिष्टेतरफलयोः परम्पराहेत्वोरपि भेदात्, एतदभावे तद्विशिष्टेतरत्वानुपपत्तेः,
૧ પ્રસંગ તે કહેવાય છે કે, વાદીને જે ઈષ્ટ ન હોય તે જ વાત સ્વીકારવાનો સમય આવી લાગે. તેમ અહીં પ્રસંગ એટલે-સદાશિવકર્તૃક અનુગ્રહ, ભવ્યોમાં જ થાય છે. કોઈપણ કાલે અભવ્યમાં થતો નથી. પણ મહેશ જ્યારે યોગ્યતાની દરકાર કર્યા સિવાય પણ અનુગ્રહ કરી શકે છે તો જગમાં એકપણ જંતુ, સદાશિવના અનુગ્રહ વગરનો રહેશે નહીં અર્થાત્ સકલજીવો-ચાહે તે ભવ્ય હોય કે અભવ્ય હોય બધા પ્રાણિઓ સદાશિવકૃતાનુગ્રહવાળા થવા જોઈએ !
ગુજરાતી અનુવાદક
તદ્રંકરસૂરિ મ.સા.
આ.