________________
લલિત-વિસરા
જ
જે
તથાચ કેવલિભિન્ન-અન્ય વ્યક્તિની પ્રવચનરૂપ આગમની રચનામાં વિસંવાદ-વ્યભિચાર-પૂર્વઅપરવિરોધનો સંભવ થાય ! એટલે અનંતર અર્થ-આગમવાળાઓ, (ગણધરો) પરંપરા અર્થ આગમવાળાઓ, તેમના શિષ્યો, ત્રિપદીરૂપ શાસ્ત્રાર્થની રચના કરી શકતા નથી. એટલે પરિશેષથી ક્વલી તીર્થંકર ભગવંતો જ ધર્મતીર્થના પ્રવર્તકો છે.
વળીઆવીનરચનારૂપશાસ્ત્રાર્થ “અપ રૂષય નથી. પરંતુ પરમપુરૂષ ક ક છે. આ વિષયની મીમાંસા આગળ શાકાર કરનાર છે.
તથા ચ ભવ્યજનોને યોગ્ય જીવોને (સમ્યગૂ દેશના-પ્રતિબોધ દ્વારા) ધર્મમાં-સમ્યકત્વ-વિરતિ-નિષ્કષાયતા આદિ ધર્મમાં ઉતારનાર-જોડનાર-પ્રવર્તાવનાર-પ્રવૃત્તિ કરાવનાર હોઈ પરંપરાએ (સાક્ષાતુ-અનંતર નહીં પરંતુ વ્યવધાનથી) અનુગ્રહ-ઉપકાર-કૃપા કરનારા તીર્થ કરો હોય છે. . કેવી રીતે પરંપરાએ ઉપકાર કરનારા તીર્થકરો હોય છે?
તો સાંભળો ! જીવોના કલ્યાણની યોગ્યતા રૂપ લક્ષણવાળો ક્ષાયોપથમિક આદિ રૂપ સ્વપરિણામભાવ જ, ઉત્કૃષ્ટ કલ્યાણ રૂપ કાર્ય પ્રત્યે સાક્ષાતુ-અવ્યવહિત કારણ છે. અને કલ્યાણ યોગ્યતા રૂપ ક્ષાયોપથમિક આદિ ભાવરૂપ કાર્યના પ્રત્યે અહંત ભગવંતો કારણ છે. એટલે, આ રીતે જીવોના ઉત્કૃષ્ટ કલ્યાણપ્રત્યે અરિહંત ભગવંતો પરંપરા-વ્યવહિત કારણ છે. - મતલબ કે, ભવ્ય જીવોના ધર્મપ્રવૃત્તિ રૂપ મહોપકાર રૂપ કાર્ય અથવા ઉત્કૃષ્ટ કલ્યાણ રૂપ કાર્યના પ્રત્યે કલ્યાણ યોગ્યતા રૂપ ક્ષાયોપથમિક આદિ રૂપ સ્વપરિણામભાવ કારણ છે-અને કલ્યાણયોગ્યતા ૩૫
૧ જે જે વચનની રચના છે તે તે કુમારસંભવ' આદિકની માફક (કાલિદાસ આદિ) પુરૂષની બનાવેલી દેખાય છે. એવી રીતે વચન રચનારૂપ આગમ પણ, વચનોની રચનાવાળો છે, માટે તેને પણ કોઈ પુરૂષોએ જ બનાવેલો કહી શકાય; અને તેથી તાલ આદિના વ્યાપારવાળા પુરૂષના વચનરૂપ એવો આગમ ‘અપૌરુષેય’ એટલે પુરૂષે નહીં બનાવેલ એમ કહેવું અયુક્ત છે.
'ताल्वादिजन्मा ननु वर्णवर्गो, वर्णात्मको वेद इति स्फुटं च । पुंसश्च ताल्वादिरतः कथं स्यादपौरुषेयोऽयमिति प्रतीतिः ॥
અક્ષરોનો સમુદાય, તાલ વિગેરે સ્થાનોથી પેદા થાય છે. અને વેદ (આગમ) તો અક્ષરમય જ છે. એ વાત પ્રસિદ્ધ છે. અને તે તાલ વિગેરે સ્થાનો તો પુરૂષને હોય છે. વાસ્તે આ વેદ-(આગમ) “અપૌરુષેય” છે. એવી પ્રતીતિ-ખાત્રી શી રીતે થાય ?
૩-(૧) ધાતિ કર્મનો ક્ષય. (૨) કેવલજ્ઞાન કેવલદર્શન યોગ. (૩) તીર્થકર નામ કર્મનો વિપાકોદય. (૪) અર્થ રૂપે શાસ્ત્ર પ્રણયન દ્વારા-ધર્મતીર્થ પ્રવર્તન દ્વારા તીર્થકરત્વ-જિનેન્દ્રવ પ્રાપ્તિ એ ક્રમથી તીર્થકરના આત્માઓ
તીર્થકરત્વ પામે છે.
બાજરાતી અનુવાદક - આ ભદકરસૂરિ મ બાજુ