________________
લલિત-વિસ્તરા
આ
ભદ્રસૂરિ રચિત
૯૪
વાવિળયેર્ વા વેફ વા' એ રૂપ માતૃકા પદ (મૂળાક્ષ૨-મૂળ-જડ-આદિ કારણ-માયા-આધા૨રૂપ અક્ષ૨) ત્રય લક્ષણ-ત્રિપદીરૂપ શાસ્ત્રાર્થના પ્રણયન-ઉપદેશથી તીર્થને કરનારા-તીર્થંકરો અર્હત ભગવંતો હોય છે. જો કેવલજ્ઞાન બાદ તરત જ અરિહંત ભગવંતોને મુક્ત માનો તો, મુક્ત કૈવલ્યમાં એટલે મોક્ષમાં ત્રિપદીરૂપ શાસ્ત્રાર્થનું પ્રણયન-રચના ઘટી શકે જ નહિ. કારણ કે; મુક્તો એટલે સિદ્ધ અને શ૨ી૨ વગરના હોય છે. માટે વચનરચના રૂપ પ્રણયનના કારણ શરીરના અવયવભૂત મુખ વિગેરેનો તેમાં અભાવ છે. એથી જ આગમનો પણ અસંભવ થાય સમજ્યા ને ! મતલબ કે; અર્થ-આત્મ-આગમવાળાઓ જ શાસ્ત્રાર્થના પ્રણાયકો-પ્રવર્ત્તકોઘડવૈયાઓ હોય છે . બીજાઓ નહીં.
૧ ભગવાન્ તીર્થની સ્થાપના કરે, એટલે ગણધર ભગવાનો, ભગવાન્ શ્રી જીનેશ્વરદેવને એક પ્રદક્ષિણા દઈને, એ તાકના ચરણે નમસ્કાર કરે છે અને તે પછીથી ભગવાનને પૂછશે કે-મંત્તે ! વિં i ?' ગણધર ભગવાનોના આ પહેલા પ્રશ્નના ઉતરમાં, ભગવાન્ શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે-‘બન્નેરૂ વા' આ ઉત્તરદ્વારા, ભગવાન્ શ્રી જિનેશ્વરદેવ દ્રવ્યના પર્યાયના ઉત્પાદનો સિદ્ધાન્ત વ્યક્ત કરે છે. ગણધર ભગવાનો, ભગવાન્ શ્રી જિનેશ્વરદેવે આપેલા ઉત્તરને સાંભળીને, એ વિષે વિચારણા કરે છે. ભગવાન્ શ્રી જિનેશ્વરદેવે આપેલા ઉત્તર વિષે વિચાર કરતાં, ગણધર ભગવાનોને વધુ પૂછવાની જરૂર લાગે છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવને ગણધર ભગવાનો બીજીવાર પ્રદક્ષિણા દઈને એ તારકના ચરણે નમસ્કાર કરે છે અને તે પછીથી ભગવાનને તે બીજીવાર પણ એનો એ પ્રશ્ન પૂછશે કે-મંતે ! વિં તાં ?' ગણધર ભગવાનોના આ બીજા પ્રશ્નનાં ઉત્તરમાં શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે;
‘વિમેŞ વા' આ ઉત્તર દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવ, દ્રવ્યમાં વ્યયવિગમ-વિનાશનો સ્વભાવ હોવાનો સિદ્ધાંત વ્યક્ત કરે છે. ગણધર ભગવાનો, ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા આ ઉત્તરને સાંભળીને એ વિષે પણ વિચારણા કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા ઉત્તર વિષે વિચાર કરતાં, હજુ પણ ગણધર ભગવાનોને વધુ પૂછવાની જરૂર લાગે છે કેવળ ઉત્પન્ન જ થયા કરે, એ પણ કેમ બને ? અને ઉત્પન્ન થાય અને નષ્ટ થાય, એય કેમ બને ? આ કારણે, ભગવાન શ્રી જિનેશ્વરદેવને ગણધરભગવાન ત્રીજીવાર પ્રદક્ષિણા દઈને, એ તારકના ચરણે નમસ્કાર કરે છે અને તે પછીથી તેઓ ભગવાનને ત્રીજીવાર પણ એનો એ જ પ્રશ્ન પૂછે છે કે-ભંતે ! ચિં તત્ત ?' ગણધર ભગવાનોએ પૂછેલા આ ત્રીજી વારના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે ‘વેડ્ વા' આ ઉત્તર દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવ, દ્રવ્યના ધ્રૌવ્ય સ્વભાવનો સિદ્ધાન્ત વ્યક્ત કરે છે. આ ત્રીજો ઉત્તર ભગવાન શ્રી જિનેશ્વરદેવના શ્રીમુખેથી સાંભળતાંની સાથે જ શ્રી ગણધર ભગવાનોને તત્ત્વસ્વરૂપ પરિપૂર્ણપણે સમજાઈ જાય છે. શ્રી ગણધર ભગવાનોએ ‘ભંતે ! વિંતાં?' એવો પ્રશ્ન ત્રણવાર પૂછ્યો; એ પ્રશ્નત્રયીને શ્રી જૈનશાસનમાં નિષઘાત્રય' આદિ તરીકે ઓળખાવેલ છે. અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે પહેલી વાર ‘નેરૂ વા', બીજીવાર વિભેદ્ વા' અને ત્રીજીવાર ‘ધ્રુવેડ્ વા' એમ ત્રણ પદોદ્વારા જે ત્રણ ઉત્તર. આપ્યા તે ત્રણ ઉત્તરો શ્રી જૈનશાસનમાં ‘ત્રિપદી’ આદિ તરીકે ઓળખાવાય છે.’ ‘શ્રી ભગવતીજી સૂત્રના વ્યાખ્યાનો' પહેલો ભાગ પૃ. ૧૦-૧૧.
૨ અર્થની અપેક્ષાએ શ્રી તીર્થંકર ભગવંતનું જ્ઞાન તે ‘આત્મઆગમ' શ્રી તીર્થંકર પાસેથી અનંતરપણે પ્રાપ્ત થયેલું શ્રી રાણધરોનું જ્ઞાન તે ‘અનંતર આગમ’ અને ત્યારબાદ શિષ્યપ્રશિષ્યની પરંપરાએ ઉત્તરોત્તર ચાલ્યું આવતું શેષ આચાર્ય આદિકનું જ્ઞાન તે પરંપરાગમ' પરંતુ સૂત્રને અંગે ગણધરનું જ્ઞાન ‘આત્માગમ’ તેમના શિષ્યનું ‘અનંતરાગમ’ અને પ્રશિષ્યનું પરંપરાગમ’(ઈતિ અનુયોગદ્વારે)
ગુજરાતી અનુવાદક આ
ભદ્રંકરસૂરિ મ.સા.