________________
લલિત-વિસ્તરા
અભિદ્રસૂરિ રચિત
૯૮
"કોઈના પણ ઉપદેશ-અનુગ્રહવિના પોતાની યોગ્યતાથી અને તીર્થંકરનામકર્મના યોગથી પોતાની મેળે બોધ પામેલા-‘સ્વયંબુદ્ધ”-તીર્થંકર-અહઁતભગવંતોને નમસ્કાર થાઓ’
સ્વયંબોધિની સચોટસિદ્ધિ
तथा भव्यत्वादि ' सामग्री परिपाकतः प्रथमसम्बोधेऽपि,
ભાવાર્થ-તથા ભવ્યત્વ-તે તે પ્રકારે વિશિષ્ટ કોટીનું ભવ્યત્વ જ (તમામ બીજાઓમાં રહેલ ભવ્યત્વથી
१ कार्यायोगव्यवच्छिन्नः कारणसमुदायः सामग्री २ स्वकार्योत्पादं प्रत्याभिमुख्यं परिपाकः । ३ 'भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादिपारिणामिको भावः आत्मतत्त्वमेव, तथाभव्यत्वं तु भव्यत्वमेव कालादिभेदेनात्मनां बीजसिद्धिभावात् नानारूपतामापन्नम्'
સિદ્ધિમાં જવાની યોગ્યતા તે ભવ્યત્વ, અનાદિનો પરિણમી રહેલો ભાવ, તે ભવ્યત્વ આત્માનું મૂલતત્ત્વ-પ્રકૃત્તિ છે. વળી તથાભવ્યત્વ કાલ આદિના ભેદે કરીને આત્માઓની જે બીજે સિદ્ધિ તેના ભાવથી (થવાથી) નાના પ્રકારને પામેલું એવું ભવ્યપણું-તેજ તથાભવ્યપણું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે; તથાભવ્યપણું એકરૂપે નથી હોતું પણ કાલાદિ ભેદે કરીને તેના અનેકભેદ થાય છે. (ધર્મબિન્દુ અ. ૨. ટી. પૃ. ૨૭.)
तत्र मुक्तत्वप्रयोजिका सामान्यतोऽभव्यव्यावृत्ता जातिर्भव्यत्वमिति गीयते, प्रत्यात्मतथातथापरिणामितया समुपात्तविशेषात् तथाभव्यत्वमिति સિદ્ધમ્ । (શા. સ. ટી. ય. ૩. પૃ. ૩૨૭.)
એવંચ સમ્યક્ત્વની ઉત્પત્તિનું પારમાર્થિક કારણ, તે તે આત્માનો તથાભવ્યત્વ (ભવ્યત્વનો જે પરીપાક એટલે મોક્ષને લાયક થવું.) રૂપ અનાદિ પારિણામિક સ્વભાવ વિશેષ છે કે; જે વડે તે તે વિક્ષિતક્ષેત્રમાં તે તે વિવક્ષિતકાળમાં અને તે તે પ્રતિનિયત ભગવાન અરિહંતના બિંબ પૂજા દર્શનાદિ સહકારી કારણ દ્વારા સમ્યક્ત્વનો લાભ થાય છે. કેટલાકનો તો તથાપ્રકારના અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ નિમિત્ત વિના પણ સમ્યક્ત્વનો લાભ થાય છે. તથા ભવ્યત્વ એ સાધ્યવ્યાધિ સમાન છે. જેમ કોઈ એક સાઘ્યવ્યાધિ પોતાની મેળે જ શાંત થાય છે અને કોઈ એક જ્યાં સુધી વૈઘના કહેવા પ્રમાણે ઉપચાર કરવામાં ન આવે ત્યાં સુધી શાંત થતો નથી. ઉપચાર કર્યા બાદ શાંત થાય છે. અથવા લાંબા કાળે સ્વયમેવ દૂર થાય છે. તેમ આ તથાભવ્યત્વ પણ કોઈક તો પોતાની મેળે જ પરિપકવ થાય છે. જે વડે અરિહંતના બિંબની પૂજા દર્શનાદિ બાહ્ય નિમિત્તની અપેક્ષા સિવાય જ આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. અને કોઈક તથાભવ્યત્વ તો, અરિહંતના બિંબની પૂજા-દર્શન, વિશિષ્ટ તપો લક્ષ્મીવાળા સાધુઓનું દર્શન, અથવા પ્રભુના વચનના શ્રવણરૂપ નિમિત્તોની અપેક્ષાએ પરિપકવ થાય છે. અથવા ઘણે કાળે નિમિત્ત વિના જ પરિપકવ થાય છે. (પંચસંગ્રહે અનુવાદે પૃ. ૨૮.)
અહીં આદિ શબ્દથી કાલ વિગેરેનું ગ્રહણ કરવું. તથાહિ કાલ વિશિષ્ટપુદ્ગલપરાવર્ત ઉત્સર્પિણી વિગેરે કાલ, જેમ વનસ્પતી વિશેષને વસંત આદિ ઋતુ ફલ દેવાને સંમુખકારી થાય છે. તેમ તથાભવ્યપણાને તેના ફલનું દાન આપવાને તો કાલ સંમુખ કરનાર છે. નિયતિ=કાળ છતાં પણ ન્યૂન અધિકને દૂર કરીને નિયમા કાર્યકરનારી નિયતિ કહેવાય છે. એટલે કાલ બરોબર આવ્યો હોય પણ જો ભાવિભાવ ન હોય તો કાર્ય બનતું નથી. માટે તેમાં નિયતિની જરૂર છે. કર્મ-જેનાથી ફ્લેશ નાશ પામે છે. અને જે નાના પ્રકારના શુભ આશયના અનુભવવાનું કારણ છે. તે પુણ્યાનુબંધિ કર્મ કહેવાય છે. નિયતિ હોય કાલ હોય તો પણ પુણ્યકર્મનો ઉદય થયા વિના ઈષ્ટકાર્યની સિદ્ધિ થતી નથી. માટે તેમાં પુણ્યકર્મની જરૂર છે. જેણે પુણ્યનો પુંજ એકઠો કરેલો છે. જેનો આશય મોટો કલ્યાણકારી છે. જેનામાં પ્રધાનજ્ઞાન છે. અને પ્રરૂપેલા અર્થને જાણવામાં જે કુશલ છે. તે પુરૂષ કહેવાય છે. અર્થાત્ તથાભવ્યત્વ-કાલ-નિયતિ-કર્મ-પુરૂષ-આદિના પરીપાકથી વરબોધિરૂપ શ્રેષ્ટ સમ્યક્ત્વનો લાભ થાય છે. (ધ. બિ. ટી. પૃ. ૨૭.)
ગુજરાતી અનુવાદક
આ
તાકરસૂરિ મ.સા.