________________
કે
લલિત-વિરારા આ ભાવ રચિત
- ૧૯ ) નથી, અને ઉલટા સૂત્રદાતા ઉપર દ્વેષ તથા સૂત્ર પ્રત્યે અરૂચિ કે દ્વેષ રાખનાર હોઈ અયોગ્ય છે. તેઓ સૂત્રને હલકુ પાડવા જ મળી રહેલા હોય છે.) હવે આ વિષયને આગળ વિસ્તારથી કહે છે. તો વિમા 'सेवकः कल्याणमिव महदकल्याणमासादयति, उक्तं च 'धर्मानुष्ठानवैतथ्यात्प्रत्यपायो महान्भवेत् । रौद्रदुःखौधजनको, दुष्प्रयुक्तादिवौषधाद् ॥ १ ॥ इत्यादि, अतोऽनधिकारिप्रयोगे प्रयोक्तृकृतमेव तत्त्वतस्तदकल्याणमिति. 'लिङ्गैस्तदधिकारितामवेत्यैतदध्यापने प्रवर्तेत.'
અર્થ-તેથી જ જેમ ચિંતામણીને વિધિથી આરાઘવાવાળો, મોટી કલ્યાણમંગળમાળાને પામે છે. તેમ અવિધિથી આરાધનાવાળો મોટા અપમંગળને, મોટા દુઃખને, ઉપદ્રવને પામે છે, તેમ ચૈત્યવંદનસૂત્રને વિધિથી આરાધવાવાળો મોટા કલ્યાણ ને પામે છે ને અવિધિથી આરાઘવાવાળો મોટા અકલ્યાણ (અમંગલ, દુઃખઉપદ્રવ) ને પામે છે. તે નિર્વિવાદ વાત છે. કહ્યું પણ છે કે - “અવિધિથી સેવેલ ઔષધ (દવા) ની માફક, ધર્માનુષ્ઠાનને અવિધિથી સાધવાથી, ભયાનક-વેદનાજનક, મોટો પ્રત્યપાય (પાપ, વિપ્ન, ઉપદ્રવ) થાય છે. તેમજ અયોગ્ય પ્રાણીને ચૈત્યવંદનસૂત્રાદિ આપવાથી તે સૂત્રાદિ, સ્વાર્થસાધન કરી આપતો નથી. એટલું જ નહિ પણ ઉછું વિપરીતપણે કરી અનેક ઉપાધિઓ અને દુઃખો પેદા કરે છે. મતલબ એ છે કે; જેમ ઔષધને યોગ્ય રીતિએ આપ્યું હોય નહિ અથવા અયોગ્યને આપ્યું હોય તો લાભ થવાને બદલે તેનાથી હેરાનગતિ થાય છે. તેવી રીતે ધર્માનુષ્ઠાનને વિતથપણે આચરવાથી અનધિકારીને ઉપદેશવાથી તે ભયંકર દુઃખોને ઉત્પન્ન કરનાર થઈ પડે છે. અનધિકારીઓને (અયોગ્યને) ચૈત્યવંદનસૂત્રાદિ ભણાવવારૂપ પ્રયોગમાં (ચેષ્ટામાં) જે અયોગ્યને અકલ્યાણ (અહિત-અનથ) થાય છે. તેમાં તત્ત્વથી (વાસ્તવિકરીતિએ) પાત્રાપાત્રને લિંગો કે લક્ષણોથી નહી પારખનાર, પ્રયોકતા (અધ્યાપકરૂપ) વ્યક્તિ જ કારણ, પ્રયોજક રૂપે
૧ ચૈત્યવંદન વાંદણાં વિગેરે ધર્માનુષ્ઠાન, વિધિની પ્રધાનતા રાખીને કરાતું મોટા ફળવાળું થાય છે. અન્યથા અવિધિથી કરાતું અતિચારવાળું થતું હોઈ શ્રીદત્તાની માફક કોઈ વખત મોટા અનર્થને પેદા કરે છે. એથી જ અવિધિથી અનુષ્ઠાન સાતિચાર થાય છે. તેથી આગમમાં પ્રાયશ્ચિત બતાવેલ છે. જુઓ મહાનિશીથે - “વિટીઇ વેલારું વંMિા ત ાં પાશ્ચત્ત ૩વસન્ન, નમો વિહીપ વેગા વંલનાળો અને સિં ફુ la’ સાતમા અધ્યયનમાં આ પ્રમાણે જણાવેલ છે કે; અવિધિને છોડવાપૂર્વક વિધિપૂર્વક વિશુદ્ધ ધર્માનુષ્ઠાન કરવું એજ શ્રદ્ધાનું લક્ષણ છે. તથાતિ - વિદિસાર વિર ત્તિનું ગળુકાળ વાલોનોવિફવદ્યવાર્થ વદ તંગિ’ જે શક્તિમાનું હોય તે શ્રદ્ધાસહિત વિધિની મુખ્યતા રાખીને ચૈત્યવંદન વાંદણાં વિગેરે ધર્મક્રિયા કરે અને જો શક્તિ વગરનો હોય તો દ્રવ્યક્ષેત્રકાલભાવે કરી તાદ્દશક્રિયા ન કરી શકતો હોય તો હૃદયના ભાવરૂપ પક્ષપાત તો તે વિધિપૂર્વકના અનુષ્ઠાનમાં જ રાખે તેજ અર્થાતુ વિધિપૂર્વકના અનુષ્ઠાનનો પક્ષપાતી દ્રઢભાવનાવાળો માર્ગાનુસારિ ક્રિયાનો સાચો અધિકારી ગણાય.
૧ કાદંબરીમાં બાણ કવિએ પણ કહ્યું છે કે
'अपगतमले हि मनसि स्फटिकमणाविव रजनिकरगभस्तयो विशन्ति सुखमुपदेशगुणाः । गुरुवचनममलमपि सलिलमिव महदुपजनयति श्रवणस्थितं शूलमभव्यस्य ॥
અર્થ-જેમ નિર્મલ સ્ફટિકમણિમાં ચન્દ્રના કિરણો સુખે પ્રવેશ કરે છે તેમ નિર્મલમનમાં ગુરૂજનનો ઉપદેશ-હિતબોધ સુખે પ્રવેશ (અસર) કરે છે. જેમ કાનમાં નાંખેલ (રહેલ) પાણી ફૂલને (પીડા) ઉપજાવે છે. તેમ ગુરૂજનનું વચન પણ અભવ્યને (અયોગ્ય) અનર્થ કે કલેશજનક થાય છે.
ક
કw
રાતી અનુવાદ
ભદ્રકરસૂરિ મ.