________________
કસક નદી
લાલા, કારણ , આ નરા
ભારત
છે
સંસાર, એ વ્યાખ્યાનું અંગ છે. કારણ કે, અત્યંત દીર્ધ (લાંબા-મોટા) અનેક પુદ્ગલપરાવર્તપરિણામરૂપ સંસારવાળા આત્મામાં સારી રીતે તત્ત્વજ્ઞાન, (યથાર્થજ્ઞાન-સમ્યજ્ઞાન-શાસ્ત્રજ્ઞાન) પરિણમન (સંબંધ-યોગ) પામી શકતું નથી. હવે “અલ્પભવતા'ના અર્થનું સ્પષ્ટીકરણ કરતા વિગ્રહ કરે છે કે, તત્ર અલ્પભવતા' એ પદ ઘટક વૃત્તિ) અલ્પ (થોડા-ટુંકો-નાનો પરિણામ-હદવાળો) છે-પુગલ પરાવર્તરૂપ આરથી છેડાથી પ્રાંત ભાગથી અનેક ઉત્સર્પિણીને અવસર્પિણીના છ છ અરોના-આરાઓના અનેક સમુદાયરૂપ પુદ્ગલ પરાવર્તથી) અથવા આરાઓના સમુદાય પુગલ પરાવર્તથી, અલ્પ છે, ભવ-સંસાર જેનો તે આત્મા-અલ્પભવ તરીકે કહેવાય છે. અલ્પભવનો ભાવ (પણું) તે અલ્પભવતા દર્શાવાય છે. અર્થાત્ આરાઓના સમુદાય રૂપ એક પુદ્ગલ પરાવર્તથી થોડા (લઘુ) સંસારરૂપ કાલ પરીણામ તે અલ્પભવતા, અથવા અલ્પ એટલે
૧. પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ જાણવા જેવું છે. તેના દ્રવ્યોત્રકાળ અને ભાવથી પ્રત્યેકના બાદર અને સૂક્ષ્મ ભેદ કરતા આઠ પ્રકાર થાય છે. ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ, ભાષા, શ્વાસોશ્વાસ અને મનોવર્ગણાપણે ચૌદરાજ લોકના સર્વ પુદ્ગલો પરિણમાવે એટલે પ્રત્યેક વગેણારૂપે દરેક પુદ્ગલ પરમાણુ પરિણમાવે ત્યારે દ્રવ્યથી બાદર પુદ્ગલપરાવતું થાય. એ જ પુગલપરમાણુને પ્રથમ દારિક વર્ગણા રૂપે ભોગવે, ત્યાર પછી અનુક્રમે વૈક્રિયવર્ગણારૂપે ભોગવે, યાવત્ મનોવણારૂપે ભોગવે, તેમાં એક પરમાણને ઔદારિક તરીકે ભોગવ્યા પછી વચ્ચે વૈક્રિયરૂપે ગમે તેટલા ભોગવે તે ગણવા નહિ. એવી રીતે અનુક્રમે સાત વર્ગણાપણે સર્વ પુગલો ભોગવાય ત્યારે દ્રવ્યથી સૂફમપુગલ પરાવર્ત થાય છે, લોકાકાશના અસંખ્ય પ્રદેશો છે. તે દરેક પ્રદેશને મરણથી સ્પર્શે ત્યારે ક્ષેત્રથી બાદર પુગલપરાવર્ત થાય છે અને લોકાકાશ સર્વ પ્રદેશોને કમસર એક પછી એક પ્રદેશે સ્પર્શી મરણ પામે, એમ સર્વ પ્રદેશોને ક્રમસર સ્પર્શ થાય ત્યારે ક્ષેત્રથી સૂક્ષ્મ પુદ્ગલપરાવર્ત થાય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણીના સર્વ સમયો આડા અવળા મરણથી સ્પર્શે ત્યારે કાળથી બાદર પુદ્ગલપરાવર્ત થાય છે. એક કાલચક્રના પ્રત્યેક સમયને અનુક્રમે મરણ વડે સ્પર્શે ત્યારે કાળ સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્ત થાય છે તથા કષાયના કારણથી જે અધ્યવસાય થાય તેને લીધે કર્મબંધ થાય છે. એ કર્મબંધમાં બહુતરતમતા છે. કષાય મંદ કે તીવ્ર હોય તેમ કર્મના અનુબંધ રસમાં ફરે પડે છે. એનાં અસંખ્ય સ્થાનો છે. અને તેથી અનુબંધસ્થાન પણ અસંખ્ય છે. પ્રાણીને જેવી જેવી જુદી જુદી વાસના તેટલા તેટલા જુદા જુદા અધ્યવસાય થાય છે અને તે પ્રત્યેકમાં તરતમતા હોય છે. તેથી પ્રત્યેકનું સ્થાન જુદું પડે છે. એ અનુબંધ સ્થાન અસંખ્ય સમજવાં, એ સર્વ અધ્યવસાય સ્થાનક આગળ પાછળ ફરસીને પૂરાં કરે ત્યારે ભાવથી બાદર પુગલ પરાવર્ત થાય છે અને પ્રથમ અલ્ય કષાયોદય રૂ૫ અધ્યવસાયે છતો મરણ પામે, તે વાર પછી બીજાં ગમે તેવા સ્થાનકોએ મરણ પામે તે ગણાય નહી પણ ત્યાર પછી તેની અનંતર અધ્યવસાય સ્થાનકે મરણ પામે તે જ ગણાય. એવી રીતે સર્વ અધ્યવસાય સ્થાનકોએ અનુક્રમ પ્રમાણે ચાલતો કાળ કરે ત્યારે ભાવથી સૂમ પુદ્ગલ પરાવર્ત થાય છે. બાદરના ચાર ભેદ તો સમજવા માટે જ બતાવ્યા છે. તેનો બીજો કોઈ ઉપયોગ નથી. એ સમજવાથી સૂક્ષ્મભેદ ગ્રાહ્યમાં આવે તેથી જ બતાવ્યા છે. બાકી અમુક જીવે જે અનંત પુદ્ગલ પરાવર્ત કર્યા અને હજુ કરશે તે તો સૂક્ષ્મ સમજવા.
9. રાજાનવરનું તા, સચરણમતિ નિયમ પ્રોડગ્ર અંતિમ (છેલ્લા) પુદ્ગલપરાવર્તથી અધિક સંસારીને આગમવચન સપણે કદાપિ પરિણમતું નથી, એ ખાશ અહીં નિયમ છે.
૧ છ આરાની એક અવસર્પિણી અને છ આરાની એક ઉત્સર્પિણી થાય છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી મળી એક કાલચક્ર થાય છે અનંત કાલચક્ર એક પુદ્ગલપરાવર્ત થાય છે.
२ शब्दप्रवृत्तिनिमित्तं भावः । 'समासकृत्तद्धितात्तु सम्बन्धे' इति वचनात्, समासात् सम्बन्धे भावप्रत्ययः । 'अल्पभवते' त्यत्राल्पसंसारसम्बन्धो, પાવપ્રત્યથાર્થ / પુદ્ગલપરાવર્તની નિવૃત્તિરૂપ (વિશિષ્ટ) ભવની અલ્પતા-લઘુતાના સંબંધરૂપ આત્મિક ગુણ વ્યાખ્યાનનું અંગ છે.
જ
છે.
કારાતી અનુવાહ- , ભદ્રારિ મ. .