________________
- લલિત-વિરારા આ હરિભાર રાહત
૭૪
વધારે બોધ છે. પહેલાના બેનો બોધ આમાં આવે છે આને લઈ આમાં વીર્યશકિત જરા વધારે છે. સ્મૃતિ પણ આમાં જરા સારી હોય છે.
આને લઈ પ્રભુપૂજા આદિ સારાં કાર્યો કરવામાં પ્રીતિ થાય છે. અને પ્રયત્ન જરા પણ કરે છે.
(૪) દીપ્રાદ્રષ્ટિ–આમાં બોધ,દીવાની પ્રભા જેવો છે. પહેલા કરતા ઘણો સારો હોય છે. કારણકે, આમાં પહેલાના ત્રણ બોધ આવી જાય છે. આને લઈ આમાં વીર્ય શકિત વધારે હોય છે. તેમજ કાર્ય કરવાના ટાઈમે આમાં સ્મૃતિ ઘણી સારી હોવાથી દ્રવ્યથી તથા ભાવથી દેવપૂજા ગુરૂભકિત વિગેરે શુભ કાર્યો કરે છે.
(૫) સ્થિરાદ્રષ્ટિ-આમાં ગ્રંથિભેદ થવાથી સમ્યગદર્શન નિત્ય હોય, અહીં બોધ, રત્નની કાંતિ જેવો ચિરસ્થાયી, પરીણામે અપ્રતિપાતી, તત્ત્વાર્થરૂપ-સૂક્ષ્મ બોધનું યથાર્થજ્ઞાન હોય, અજ્ઞાન અને મિથ્યાત્વનો અભાવ, સરલબુદ્ધિ, સારાકાર્યોમાં પ્રવૃત્તિ, ઘણી પ્રીતિથી સમજણ પૂર્વક કરે છે. અસત પ્રવૃત્તિ કરતો નથી.
(૬) કાંતાદ્રષ્ટિ-આમાં બોધ, તારાની કાંતિ જેવો છે. રત્નની કાંતિનો પ્રકાશ અમુક હદ સુધી હોય છે. જ્યારે આકાશમાં રહેલા તારાઓનો પ્રકાશ, ઘણા દૂર સુધી જાય છે. સ્થિર કરતાં, આ દ્રષ્ટિમાં બોધ ઘણો સારો હોય છે. આ દ્રષ્ટિવાળો સ્થિર અને શાંત પ્રવૃત્તિવાળો હોવાથી ઘર્માનુષ્ઠાનોમાં અતિચાર પણ લગાડતો નથી. શુદ્ધ ઉપયોગપૂર્વક પ્રમાદરહિતપણે વસ્તુ લેવા મૂકવામાં શુદ્ધપ્રવૃતિપ્રધાન ગંભીર અને ઉદાર આશયવાળું અનુષ્ઠાન કરે છે.
(૭) પ્રભાદ્રષ્ટિ-આમાં સૂર્યના પ્રકાશ જેવો બોધ હોય છે. નિરંતર આત્મધ્યાનમાં લીન રહે છે. પ્રાયઃ કરી આમાં સંકલ્પ વિકલ્પ, આડા-અવળા વિચારો હોતા નથી. જે ક્રિયા કરે છે તે અવંધ્યફળવાળી હોય છે.
(૮) પાદ્રષ્ટિ-આમાં ચંદ્રની ચંદ્રિકાના જેવો સૂક્ષ્મ બોધ હોય છે. નિરંતર આત્મસ્વરૂપમાં રમણતા કરવા રૂપ ધ્યાનમાં લીન રહે છે.તથા વિકલ્પરહિત હોય છે. આને લઈ પરમ સુખનો અનુભવ કરે છે. વૃક્ષ ઉપર ચડેલાને ફરી ચડવાની જરૂર રહેતી નથી તેમ આ દ્રષ્ટિવાળા જીવને આવશ્યક આદિ અનુષ્ઠાનોની જરૂર રહેતી નથી. પરંતુ ભવ્યતાને અનુસારે પરોપકાર તથા પહેલાંની માફક અવંધ્ય ક્રિયા હોય છે.
હવે ચૈત્યવંદનમાં કયાં કયાં આ ત્રણ યોગો છે તેની ઘટના કરે છે. “મોદ્ધાઃ ' રૂ છાયો મથાન, 'नमो जिनेभ्यो जितभयेभ्य' इत्यनेन तु वक्ष्यमाणेन शास्त्रयोगस्य, निर्विशेषेण सम्पूर्णनमस्कारमात्राभिधानात्, विशेषप्रयोजनं चास्य स्वस्थान एव वक्ष्याम इति ॥ तथा-इक्कोऽवि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स । संसारसागराओ, तारेइ नरं व नारिं वा ॥ १ ॥" इत्यनेन तु पर्यन्तवर्त्तिना सामर्थ्ययोगस्य कारणे कार्योपचारात्, न संसारतरणं सामर्थ्ययोगमन्तरेणेति ત્વા |
ભાવાર્થતેથી આ ચૈત્યવંદનના સૂત્રમાં રહેલ, “નમોઈદ્ધાઃ” “અરિહંતોને નમસ્કાર થાઓ' આ પ્રથમપદથી ઇચ્છાયોગ (ઇચ્છાપ્રધાન નમસ્કારરૂપ તત્ત્વધર્મવ્યાપારનું પ્રતિપાદન હોઈ ઇચ્છાયોગ) નું વિધાન કરેલ છે.
હ
ઝલક
ગુજરાતી અનુવાદક -
મકરસૂરિ મ.