________________
લલિત-વિસરા - આ વિભાવર રચિત
લક્ષણ મહાયોગાત્મક, જે જે ધર્મ છે તે તે ધર્મના ભાવઅહંતો જ હોય છે.
(૬) સમગ્રપ્રયત્ન-પરમ (ઉત્કૃષ્ટ) વીર્યથી ઊઠેલો-ઉત્પન્ન થયેલો, એકરાત્રિી આદિ મહાપ્રતિમાઓના હેતુભૂત, કેવલિ સમુદ્યાત, શૈલેશી અવસ્થાથી વ્યંગ્ય (ઓળખી શકાય-પરિચયમેય-શેય) જે પ્રયત્ન*-ઉદ્યમ છે તે સકલ સંપૂર્ણ પ્રયત્ન કહેવાય છે, તેના પતિ-સ્વામીઓ ભાવરૂપ અહતો જ હોય છે. સારાંશ કે ઉપર્યુક્ત ભગશબ્દના છ અર્થવાળા જેઓ હોય છે, તે ભગવંતો કહેવાય છે. “અહત” પદની સાથે “ભગવદ્ભ્ય:' આ વિશેષણ પદ જોડવાથી “અહંત' પદથી ભાવઅરિહંતોનું ઉત્પાદન થાય છે. જો ભગવત્ત્વરૂપ વિશેષણ અતમાં ન આપવામાં આવે તો આ વર્તમાનચાલતા ભાવજિનેશ્વરના અધિકારમાં નામાદિરૂપ અનેક જિનેશ્વરોનું ગ્રહણ થઈ જાય ! જે આ અધિકારમાં વિવક્ષિત કે ઈષ્ટ નથી. એ વંદનીય નામાદિ જિનેશ્વરો બીજા આદિ અધિકારમાં આવશે જ.
અરિહંતોને નમસ્કાર થાઓ !” પ્રશ્ન-કેવો અરિહંતોને ? તો જવાબ આપે છે, કે “ભગવંતોને” અર્થાત્ ભગવંત એવા અરિહંતોને નમસ્કાર થાઓ !' અહીં પહેલી સંપદાનું બીજું પદ એટલે બીજા પદની વ્યાખ્યા પૂરી થાય છે. તથાચ પહેલી સંપદામાં રહેલ “ભગવદ્દભ્યઃ' એ રૂપ બીજા પદનું વ્યાખ્યાન સમાપ્ત થાય છે.
આ પ્રમાણે તમામ વિશેષણસ્થલોમાં “નમોડસ્તુ” ક્રિયાપદની યોજના કરવી. એવંચ આવા-ભગવત્ત્વરૂપ પ્રકારવાળા(ભગવત્ત્વરૂપ વિશેષણ વિશિષ્ટ) અહંતો-ભાવ જિનેશ્વરી-દેવાધિદેવોજ, પ્રેક્ષાવંત (વિચારક-મીમાંસક-બુદ્ધિમંત) પુરૂષોને સ્તુતિપથમાં ઉતરી શકે છે. વાસ્તુ પ્રથમના બે પદોને સ્તોતવ્યસંપદા કહેવામાં આવેલ છે.
પહેલી સ્તોવ્યસંપદા “નમોત્થણે અરિહંતાણે ભગવંતાણં' રૂપ બે પદ રૂપ સંપદાનું વ્યાખ્યાન પૂરું થાય છે.
૧ કાર્યોત્સર્ગ વિશેષ તપોવિશેષ-અભિગ્રહવિશેષ એ ત્રણ અર્થ થાય છે.
૨ કેવલીસમુઘાત-અઘાતી કર્મોને સરખા કરવા માટે કેવલીઓને સમુઘાત કરવો પડે છે. એમાં ચૌદ રાજલોકના પ્રત્યેક આકાશપ્રદેશપર પોતાના આત્મપ્રદેશને મૂકી વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચારે કર્મોને સરખા (ચારેનો એકી વખતે ક્ષય થઈ જાય એવા પ્રકારના) કરવામાં આવે છે. એ સમુઘાત, કુલ આઠ સમયનો હોય છે. આત્માની અદભુતશક્તિનું એ પરિણામ છે. પ્રથમ સમયે એમાં-દંડકરી આત્માનાં પ્રદેશોને સમશ્રેણીએ સીધા લાકડી જેમ ગોઠવે છે. બીજે સમયે તેનો કપાટ કરે છે. એટલે દંડને સમબાજુએ ગોઠવે છે. આથી ચૌદરાજ પ્રમાણ “સ્લેટ' થઈ જાય છે. ત્રીજે સમયે મંથાન કરે છે. એટલે બેની ચાર બાજ દંડમાંથી થઈ જાય છે. ચોથે સમયે આંતરા પૂરે છે. પાંચમા સમયે આંતરા સંહરે છે. છઠ્ઠ સમયે મંથાન સંહરે છે. સાતમા સમયે કપાટ સંહરે છે. અને આઠમાં સમયે દંડ સંહરે છે. આથી કર્મો સરખી સ્થિતિમાં આવી જાય છે. આ અભૂત પ્રયોગ છે.
૩ યોગનો નિરોધ થતાં આત્મા પર્વતની જેમ સ્થિર થાય છે. તેની અસ્તવ્યસ્ત સ્થિતિ તદ્ગ મટી જાય છે. આ સ્થિતિને શૈલેશીકરણ કહેવામાં આવે છે. શૈલેશીકરણ ચૌદમે ગુણઠાણે હોય છે. ચૌદમાગુણઠાણાનો કાળ હૃસ્વાક્ષર-અઈઉટલું બોલીએ તેટલો જ છે. આ સ્થિતિ બહુથોડો વખત ચાલે છે. તુરત જ સર્વકર્મથી મુક્ત થાય છે.
૪ મુન્નો પત્તો પશ્ચિમ તો નિશાળ સંપુત્રો | સંદિg વિમુદ્દે પરોપાનિયા | હાથમાં મોક્ષ હોવા છતાં પરોપકારે કપરાયણ જિનેશ્વરોનો તે સંપૂર્ણ ધર્મોદ્યમરૂપ પ્રયત્ન પ્રગટજ છે.
રાતી અનુવાદક -
મકરસૂરિ મ.