________________
- લલિત-વિસ્તરા એ ભિતસૂરિ રચિત
{ ૮૨ સ્વભાવવાળા હોય છે. પ્રવાહની અપેક્ષાએ અનાદિ (ઉત્પત્તિ વગર) રૂપ ભવ-સંસારમાં પણ (પ્રતિનિયતએક ભવ આશ્રિત એક વ્યક્તિની અપેક્ષાએ આદિ-ઉત્પત્તિવાળા-જન્મ-મરણ અન્યતરરૂપ સંસારમાં પણ એમ અપિશબ્દ દ્યોતન કરે છે.) તે તે કાલમાં સમયમાં (તત્તત્કાલાવન) તે તે એટલે ચિત્રમ્પ-નાનાવિધ કર્મ અણુ આદિજ્ઞાનાદિવરણ આદિ રૂપકર્મ પરીણામને યોગ્ય પુદ્ગલો-આદિની (યોગ્યકાશ્મણવર્ગણા આદિનીઅહીં આદિ શબ્દથી કર્મયોગ્ય પુગલોના જ બંધ-ઉદય-ઉદીરણા આદિના હેતુભૂત દ્રવ્ય-ક્ષેત્ર કાલ-ભાવનું ગ્રહણ થાય છે. એમ સમજવું.)
સાથે સંબંધ -આત્માની કર્મસ્કંધો સાથે વીંટાવવારૂપ અને કર્મસ્કંધીની આત્મામાં ગુંથાવારૂપ ચેષ્ટાકર્મ આત્માની એ કમેક-તકૂપ કે એકરૂપ થવાની ચેષ્ટારૂપ સંયોગ તે સંબંધ કહેવાય છે. તેની યોગ્યતાતથારૂપ સંયોગ સંબંધના પ્રત્યે પ્રવતા-નમ્રતા-પરવશતા સમજવી. અર્થાત્ વિશ્વની-સમગ્રની-તમામની આવા પ્રકારની યોગ્યતાનું નામ આત્માની કર્તુત્વશક્તિ.
તથાચ તાદ્રેશ કર્તુત્વશક્તિ દ્વારા, આત્મગત-પરગત-આત્મપર-રૂ૫ ઉભયગત અને સમગ્ર, જન્માદિ પ્રપંચનો કર્તા (આદિકર્તા) આત્મા છે. આ ગૂઢ રહસ્ય સૂત્રનું સમજવું.
સારાંશ કે; આત્મા અને પુદ્ગલરૂપ બે દ્રવ્યોમાં બીજી અનંત અનંત યોગ્યતાઓની સાથે પરસ્પર ગુંથાવાની યોગ્યતા પણ છે. જેને પરિણામે આપણે જો ઈએ છીએ તેવી આ વિવિધ જીવ અને જળની સૃષ્ટિ જો વામાં આવે છે. આત્મા અને પુદ્ગલ દ્રવ્યની સાહજિક શક્તિ જ એવી છે કે; અમુક સંજોગો હોય, તો બંને મિશ્રણ થઈ શકે છે. અને આત્માનો પ્રકાશ પણ એવો હોય છે કે, કાર્મણસ્કંધો તેને આજુબાજુથી ઘેરે, તો તે રોકાઈ જાય એવા હોય છે. આત્મા અને તેની શક્તિઓને ઢાંકનારો કર્મ પુદગલરૂપ
૧ કર્મસંબંધરૂપ સંસાર, પ્રવાહની અપેક્ષાએ અતીતકાલની જેમ અનાદિનો છે. એટલે કે ભૂતકાળ (ગયેલોકાળ) ક્યારથી શરૂ થયો ? તેનો પ્રારંભ જેમ નથી અર્થાતુ અનાદિનો છે. તેમ જીવોને કર્મસંબંધરૂપ સંસાર ક્યારથી થયો ? તેનો પ્રારંભ નહીં હોવાથી તે કર્મસંબંધરૂપ અનાદિ છે.
૨. એક એક સ્કંધમાં અનંત અનંત પરમાણુઓ છે, એક એક વર્ગણામાં અનંત અનંત સ્કંધો હોય છે. એવી અનંત કામર્ણ વર્ગણા, બારીક, વધારે ચીકાશવાળી હોવાથી તે આત્માના એક પ્રદેશને લાગમાં લઈ શકે છે. અર્થાત્ આત્મા સાથે ચોટ્યા પહેલાં આ યોગ્ય સ્કંધો માત્ર કાર્મણ વર્ગણા જ કહેવાય છે. અને જે સમયે આત્મા સાથે ચોટી મિશ્રણ થાય તે જ સમયે વર્ગણાનું નામ કર્મ કહેવાય છે.
૩. કાશ્મણવર્ગણાના પુગલો ઉપર જીવ પોતાને કરવાની એવી ક્રિયા કરે છે કે જેથી કરીને તેમાં આત્મા સાથે ચોટવાની લાયકાતરૂપ ફળ ઉત્પન્ન થાય છે. માટે આત્મા સાથે ચોટી તે કાર્મણવર્ગણામાં જ્યારે આત્મા સાથે સહયોગ થવા રૂપ ફલ ઉત્પન્ન થાય, ત્યારે તે પણ કર્મ કહેવાય છે. એટલે જીવ, કર્યા છે. ચોટેલી સંયુક્ત કાર્મણવર્ગણા કર્મ છે. સંયોગ ફલ છે. મિથ્યાત્વાદિ હેતુઓ છે. પોતાની સાથે જોડવાના પ્રયત્નો-ત્રણ યોગ્યરૂપ જીવની ક્રિયા છે. આ પ્રમાણે વ્યાકરણમાં જેમ કર્તાના પ્રયત્ન ફલના આધારભૂત પદાર્થ સૂચવનારા નામને માટે કર્મ શબ્દ વપરાય છે. તે પ્રમાણે આત્મા સાથે સંબંધ પામતી કાર્મણવણા પણ કર્મ છે.
તારી જ
કરમસાઈ
આ ગજરાતી અનુવાદક :