________________
લલિત-વિસ્તરા
પડદો છે . બીજાઓ નહીં. તથાહિ આત્મા, નિર્મલ હોય છે. તે નિર્મલ આત્મા ઉ૫૨ નિર્મલ આત્મ નો પડદો થઈ શકે નહીં. એટલે આત્માને આત્મા ઢાંકવાને નકામો છે. આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાલ એ રૂપ વગ૨ના છે, એટલે આત્માની આ દેખવામાં આવતી શ૨ી૨ વિગેરે સૃષ્ટિ ઉત્પશ કરી શકે નહીં. એટલે જેમ પાણીમાં સાકર નાંખીએ અને સાકર પાણીમાં અણુએ-અણુમાં ચડી જાય છે અને મોઠા પાણીને ગળ્યું બનાવી નાખે છે તેમ આત્માના પ્રદેશે પ્રદેશમાં કર્યું પેશી જઈ કમય બનાવી મૂકે છે.
આ રિભદ્રસૂરિ રચિત
૮૩
એવંચ નિરૂક્તયોગ્યતારૂપ આત્મનિષ્ઠ કર્તૃત્વશક્તિદ્વારા, સ્વ-પર-ઉભયગત, સમગ્ર-સમસ્ત જન્માદિ પ્રપંચનો કર્તા આત્મા છે. જો આત્મામાં જન્માદિ પ્રપંચનું કર્તૃત્વ (કર્તાપણું) ન માનવામાં આવે તો સ્વ-૫૨-ઉભયગામીસમગ્ર જન્માદિ પ્રપંચ જે દેખાય છે તે ઘટી શકે નહીં. (અથવા અધિકૃત-ભગવંતનો ભવ, આકસ્મિકહેતુવગરનો થઈ જાય ! માટે ખરેખર જન્મપૂર્વક જ ભવપ્રપંચ, માનવો એ વાસ્તવિક છે. )
પ્રશ્ન-એમ શાથી ? તો જવાબ આપે છે કે;
૧ સાંખ્યાભિમત આત્મ-અકૃત પ્રપંચત્વરૂપ પરપક્ષના ખંડનરૂપ અન્યયોગવ્યવચ્છેદની અપેક્ષાએ આદિકરત્વ’ રૂપ વિશેષણની સાર્થકતા બતલાવી. પરંતુ સ્વપક્ષસાધનરૂપ અયોગવ્યવચ્છેદની અપેક્ષાએ શ્રુત શબ્દને અધ્યાહાર્ય ગણી ‘શ્રુતસ્ય આદિકરાઃ' ‘શ્રુતના આદિ કરનારા' એમ પણ વ્યાખ્યા કરવી. કારણ કે; તે અરિહંતો અર્થથી આત્મઆગમવંતો હોય છે. (વિશેષણ સંગત એવકાર અયોગ્યવ્યવચ્છેદબોધક હોય છે. અયોગ્યવ્યવચ્છેદ-‘ઉદ્દેશ્યતાવએવતમાનાધિવાળામાવાપ્રતિયોનિત્વમ્' મતલબ કે; વિશેષણની સાથે અન્વિત એવકાર, અયોગ (અસંબંધ) ની નિવૃત્તિનો બોધ કરાવનારા હોય છે. જેમ કે; શંખ, શ્વેતજ પાંડુરજ હોય છે’ આ વાક્યમાં ઉદ્દેશ્યતાવ્યવચ્છેદકના સમાન અધિકરણમાં રહેનારો જે અભાવ, તે અભાવનો જે અપ્રતિયોગી, તેને અયોગ્યવ્યવચ્છેદ' કહે છે. હવે અહીં પ્રકૃત પ્રસંગમાં ઉદ્દેશ્યતાવચ્છેદક છે ધર્મ, શંખત્વ છે. કેમકે; શંખત્વધર્મથી અવચ્છિન્ન (સહિત) જે શંખ છે તેને ઉદ્દેશ્ય રાખી પાંડુત્વ ધર્મનું વિધાન કરેલ છે. તે શંખત્વ કે જે ઉદ્દેશ્યાતાવચ્છેદક ધર્મ છે. તેનું અધિકરણ શંખ છે. શંખરૂપ ઉદ્દેશ્યમાં ઉદ્દેશ્યતાવચ્છેદક ધર્મ સમવાયસંબંધથી રહે છે. એટલે આ રીતથી શંખત્વના સમાન અધિકરણરૂપ શંખમાં નીલત્વનો અભાવ છે-પીતત્વનો અભાવ છે. પરંતુ પાંડુરત્વનો અભાવ નથી. આ હેતુથી શંખમાં રહેનાર અભાવનો અપ્રતિયોગીપાંડુરત્વ થાય છે એમ સમજવું. પરંતુ પ્રતિયોગી પાંડુરત્વ નથી. કેમકે; નીલત્વ અભાવ આદિની પ્રતિયોગિતા નીલત્વ આદિધર્મમાં રહેલી છે. અને પ્રતિયોગિતાવાળો પ્રતિયોગી કહેવાય છે. આવી ઢબથી શંખત્વના સમાન અધિકરણમાં રહેનાર અભાવનો અપ્રતિયોગી પાંડુરત્વધર્મ જાણવો. એટલે આ ધર્મ સહિત શંખ છે એમ પૂર્વોકત ઉદાહરણ-શંખ, પાંડુરજ હોય છે'-માં અર્થબોધ થાય છે. અર્થાત્ શંખત્વ અચ્છિન્ન શંખમાં પાંડુરત્વના અયોગ (અસંબંધ)ની નિવૃત્તિ-પાંડુરત્વ સંબંધનું પ્રતિપાદન થાય છે. વિશેષ્યની સાથે અન્વિત જે એવકાર તે અન્યયોગવ્યવચ્છેદરૂપ અર્થનો બોધ કરાવે છે.-અન્યની સાથે સંબંધની નિવૃત્તિરૂપ અર્થનો બોધ કરાવે છે. જેમકે; પાર્થઅર્જુન જ ઉત્કૃષ્ટ ધનુર્ધર છે. આ ઉદાહરણમાં એવકાર અન્યયોગ વ્યવચ્છેદરૂપબોધક છે. ‘અન્યશેળવ્યવએો નામ વિશેમિત્રતાવા—ાતિવ્યવછેઃ' વિશેષ્યથી અન્યમાં રહેનાર જે તાદાત્મ્ય આદિ, તેની વ્યાવૃત્તિ-નિવૃત્તિનો જે બોધક, તેને અન્યયોગવ્યવચ્છેદબોધક કહે છે. આ પૂર્વોક્ત ઉદાહરણમાં એવકાર શબ્દથી પાર્થઅર્જુનથી અન્ય પુરૂષમાં રહેનાર તાદાત્મ્ય-અભેદનો અભાવ, તે નર્ઘરમાં બોધિત થાય છે. આવી રીતે પાર્થની અન્ય વ્યક્તિમાં રહેનાર જે તાદાત્મ્ય તેના અભાવસહિત જે નર્ધર-તઅભિન્નપાર્થ છે. અર્થાત્ પાર્થથી બીજી વ્યક્તિમાં પ્રશસ્ત ધનુર્ધરત્વ નથી. અહીં પાર્થથી અન્યમાં પ્રશસ્ત ધનુર્ધરત્વ સંબંધના વ્યવચ્છેદ (નિવૃત્તિ-અભાવ) નો બોધક એવકાર છે.’
તદ્રકરસૂરિ મ.સા.
ગુજરાતી અનુવાદક
આ