________________
ક
જાદરાના
લલિત- વિજL રશ્ચિત
અને ૮૦ ) હવે આગળ ગ્રંથ ચલાવતા પહેલાં ગ્રંથકાર સાંખ્યમતનું નિરાકરણ કરવા સારૂં જે આરંભ કરે છે તે પહેલાં વાચકોને જલ્દી સાંખ્યમતનો પૂર્વ પક્ષ સમજાઈ જાય તે ઈરાદાથી કંઈક આત્મવિષયક સાંખ્યમતની માન્યતા બતાવવામાં આવે છે.
‘अकर्ता विगुणो भोक्ता नित्यचिदभ्युपेतश्च पुमान्'
(૧) અકર્તા=પુણ્યપાપ-જન્માદિ પ્રપંચનો કર્તા આત્મા નથી. કારણ કે; આત્મા તણખલા જેવી નાની ચીજને ભાંગવા સમર્થ નથી થતો. વળી કર્તાપણું (કર્તુત્વ) એ ધર્મ પ્રકૃતિનો જ છે. કમલદલની માફક પુરૂષ (આત્મા) તો નિર્લેપ-નિરંજન છે. પ્રકૃતિ જ કરનારી છે.
(૨) વિગુણ સત્ત્વ-રજ-તમોગુણ રહિત આત્મા છે. સત્ત્વાદિ ગુણધર્મો પ્રકૃતિના જ છે.
(૩) ભોક્તા=આત્મા, ભોગવનાર કે અનુભવનાર છે તે ભોક્તા સાક્ષાત નથી. પરંતુ પ્રકૃતિના વિકારરૂપ-ઉભયમુખ-દર્પણ જેવી જ બુદ્ધિ છે તેમાં સંક્રમેલ સુખદુઃખ આદિનું પોતાના સ્ફટીકશા નિર્મલ સ્વરૂપમાં પ્રતિબિંબિતપણું થવાથી ભોક્તા છે. જેમ જાસુદ વિગેરે ફુલોના સન્નિધાન (નજદીકપણાના) વશથી સ્ફટિકમાં લાલાશનો વ્યવહાર થાય છે. તેમ પ્રકૃતિનું નજદીકપણું હોવાથી પુરૂષ પણ સુખદુઃખાદિનો ભોક્તા છે એમ વ્યવહાર થાય છે. આત્મામાં ભોગથી કોઈપણ જાતનો વિકાર થતો નથી.
(૪) નિત્યચિદભુત નિત્યચૈતન્યસ્વરૂપ આત્મા છે. અર્થાત્ પુરૂષનું લક્ષણ ચૈતન્ય, જ્ઞાન નહિ. કેમકે; જ્ઞાન તો બુદ્ધિનો વિષય ગણાયેલ છે.
કપિલ-સાંખ્યમતમાં-દર્શનમાં આત્મા, અમૃત-ચેતન-ભોક્તા-નિત્ય-સર્વવ્યાપી-ક્રિયા વગરનો-અકર્તા-ગુણશૂન્યસૂક્ષ્મમાનેલ છે.
વ્યવહાર-સકલતંત્રની સંચાલિકા પ્રકૃતિ જ છે અને પ્રકૃતિ એટલે સુખ લક્ષણ-સત્ત્વગુણ, દુઃખલક્ષણ રજોગુણ, મોહલક્ષણ તમોગુણરૂપ ત્રણ ગુણોની સામ્ય અવસ્થા-તુલ્ય પ્રમાણથી ત્રણે જેમાં રહેલ હોય તેવી અવસ્થા, પ્રકૃતિ કહેવાય છે. એનું બીજું નામ પ્રધાન અને અવ્યક્ત છે. આ પ્રકૃતિ-પ્રધાન, ઉત્પન્ન થતી નથી. નાશ પામતી નથી, પરંતુ સ્થિર એક સ્વભાવવાળી છે. આથી જ કૂટસ્થનિત્યસ્વરૂપ છે.
સાંખ્યો બે પ્રકારના છે.
(૧) પૂર્વ (મૌલિક-પ્રાચીન-નિરીશ્વર) સાંખ્યો છે તે પ્રત્યાત્મ-પ્રત્યેક આત્મદીઠ પ્રકૃતિને જુદી જુદી માનવાવાળા છે. અર્થાત્ પ્રત્યાત્મ પ્રધાન (પ્રકૃતિ) ભેદવાદીઓ છે.
(૨) ઉત્તર સાંખ્યો=પ્રત્યેક આત્મદીઠ પ્રકૃતિ એક (અભિન્ન) માને છે. પ્રત્યેક આત્મદીઠ જુદી જુદી માનતા નથી. કહ્યું છે કે, ઉત્તરે સાડ-ક્યા નિત્યસર્વાત્માપ્રધાન ઈતિ એટલે તેઓ-ઉત્તરસાંખ્યો, “પ્રત્યાત્મપ્રધાનાભેદવાદીઓ
સૂત્રનો ભાવાર્થ સમજવામાં સહેલાઈ પડે એટલા સારું ઉપરનું વિવેચન કરેલ છે. હવે સૂત્રાર્થ ઉપર અવતરણ સહિત દ્રષ્ટિપાત કરીએ ! સ્તોતવ્યસંપદાની પ્રધાન-સાધારણ-અસાધારણ હેતુ સંપદા નામની-ત્રણ
કસૂરિ મ. સા.
ગુજરાતી અનુવાદ
કકી કરી