________________
એ બલિન-વિસરા - -
ભદસર રચિત
( ૭૩
(અઘાતી) કર્મનો તથા પ્રકારે ક્ષય કરવા પ્રયત્નવિશેષનું નામ આયોજયકરણ કે શૈલેશીકરણ છે. સારાંશ કે તેરમા ગુણઠાણાના અંતે શૈલેશીકરણ કરવાની શરૂઆત કરતાં ચૌદમા ગુણઠાણે આ શૈલેશીકરણ કરવાની શરૂઆત કરતાં ચૌદમા ગુણઠાણે આ શૈલેશીકરણની ક્રિયાથી મન, વચન અને કાયાના યોગનું રૂંધન કરતાં ચાર અઘાતી કર્મો બાકી રહ્યા હતાં તેનો ક્ષય થાય છે. આ બીજો યોગસંન્યાસ નામનો સામર્થ્યયોગ શૈલેશીકરણ અવસ્થામાં થાય છે.
अतस्त्वयोगो योगानां, योगः पर उदाहृतः । મોક્ષણોનનમાવેન સર્વસંન્યાસક્ષઃ || ૬ | ફુચારિ (વો દ્રષ્ટિ સમુદઃ રૂ-)
શબ્દાર્થ-શૈલેશી અવસ્થામાં યોગનો અભાવ થવાથી મિત્રાદિ આઠ દ્રષ્ટિરૂપ યોગોની મધ્યમાં અયોગરૂપી આ યોગસંન્યાસ નામનો યોગ ઘણો જ ઉત્કૃષ્ટ છે. કારણ કે; આ આત્માને મોક્ષની સાથે જોડી દેનાર છે. કાયાદિ સર્વયોગોનો જેમાં સંન્યાસ-અભાવ થવાથી આ યોગને સર્વ સંન્યાસ લક્ષણયોગ કહે છે.
વિવેચન-આઠ દ્રષ્ટિમાં પરા નામની આઠમી દ્રષ્ટિ પ્રાપ્ત થતાં આ યોગસંન્યાસ નામનો સામર્થ્ય યોગ, શૈલેશીકરણ અવસ્થામાં મન, વચન અને કાયાના વ્યાપારનો સર્વથા અભાવ થતાં પ્રાપ્ત થાય છે. આ યોગ, સર્વયોગોમાં ઉત્તમ છે કારણ કે; આત્માને મોક્ષની સાથે જોડી દેવાને લાયક ઉત્કૃષ્ટ ધર્માનુષ્ઠાનરૂપ આ યોગસંન્યાસ નામનો સામર્થ્યયોગ છે. અહીં ક્ષયોપશમભાવના ધર્માદિનો અભાવ થાય છે.
અર્થ– એ ત્રણ યોગનો આશ્રય–અંગીકાર કર્યા વિના, વિશેષ કરીને એમાંથી જ ઉદ્દભવ પામેલએ ત્રણ યોગમાંથી જ ઉપજેલી એવી યોગ દ્રષ્ટિઓ કહેવામાં આવે છે. અને તે સામાન્યથી આઠ છે. મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા એમ આ યોગદ્રષ્ટિઓના નામ છે અને એનું લક્ષણ સાંભળો.
આઠ દ્રષ્ટિઓનું ટુંકમાં સ્વરૂપ.
(૧) મિત્રાદ્રષ્ટિ–મિત્રાદ્રષ્ટિમાં બોઘ તૃણ અગ્નિના જેવો છે. વાસ્તવિક પોતાના કાર્યને કરનાર થતો નથી. જરૂરીના વખત સુધી અલ્પ શકિતવાળો હોવાથી ટકી શકતો નથી. સુંદર સ્મૃતિના બીજ રૂપ સારા સંસ્કાર નહિ પડવાથી આને લઇ દેવગુરૂવંદનાવિગેરેમાં વિકલતા આવે છે. ભાવથી વંદનાદિ કાર્ય કરી શકતો નથી.
(૨) તારાદ્રષ્ટિ–આમાં બોધ, છાણાની અગ્નિના કણ જેવો છે. પહેલા કરતાં જરા અધિક ખરો પણ ખરા અવસરે બોધ બુઝાઈ જાય છે. વાસ્તવિક રીતે વધારે વખત ટકી શકે એવા વીર્યનો અહીં અભાવ છે. આને લઈ કોઈ પૂજા આદિ સારું કાર્ય કરવા તૈયાર થતાં, પ્રથમની સ્મૃતિ સારી ન હોવાથી તે કાર્ય કરી શકતો નથી.
(૩) બલાદ્રષ્ટિ–આમાં કાષ્ઠ અગ્નિના કણના જેવો બોધ છે. આની અંદર પહેલા બે કરતા જરા
બાજરાતી અનુવાદક -
ભદ્રકરસૂરિ મહારાજ