________________
લલિત-વિસ્તરા એ ઉભકારિ રચિત
શબ્દાર્થ-શક્તિને અનુસાર, પ્રમાદ વગરના-શ્રદ્ધાવાળાનો જે તીવ્રબોધથી અખંડ વંદનાદિ રૂપતસ્વ-ધર્મવ્યાપાર, તે, શાસ્ત્રયોગ જાણવો, અહીં-યોગતંત્રમાં જાણવો.
વિવેચન-શાસ્ત્ર છે. પ્રધાન જેમાં એવો જે યોગ તે શાસ્ત્રયોગ છે.
વિકથા વિગેરે પ્રમાદ વગરનો, શ્રદ્ધાસંપન્ન આત્મા, શાસ્ત્રમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે, ઘર્મના તમામ અનુષ્ઠાનો, કાલ પ્રમાણે કરે છે. વિકથા આદિ પ્રમાદ જેને જરાપણ નથી, તેમજ તથા પ્રકારના મોહના ક્ષયથી સ્વસંવેદન (રૂપ આત્મા આદિતત્ત્વ વિષયક નિર્ણય) આદિ શ્રદ્ધા જેને ચોક્કસ થઈ ચૂકેલ છે તેમજ તીવ્ર (કુશાગ્રતીક્ષ્ણ) બોધને લઈ જે આગમશાસ્ત્રથી અબાધિત યોગ્ય સમયે અખંડ વંદનાદિ રૂપ તત્ત્વ ઘર્મવ્યાપાર કરે છે. જ્યારે ઈચ્છાયોગમાં યથાયોગ્ય પ્રવૃત્તિની ખામી છે, ત્યારે શાસ્ત્રયોગમાં યથાયોગ્યયથાકાલ પ્રવૃત્તિ થાય છે. તેમજ ત્યાગ-વૈરાગ્ય પણ વધારે સારો હોય છે. કાલે કાલે અતિચા પ્રમાદ વગર, અખંડ ધર્મપાલનમાં તીવ્રબોધ અત્યંત ઉપયોગી થાય છે. કારણ કે; વિચક્ષણ મનુષ્યો જ અતિચાર દોષને જાણે છે. પણ બીજાઓ જાણતા નથી. '
હવે સામર્થ્યયોગનું લક્ષણ કહે છે. शास्त्रसन्दर्शितोपायस्तदतिक्रान्तगोचरः । । शक्त्युदेकाद्विशेषेण, सामर्थ्याख्योऽयमुत्तमः ॥ ३ ॥
શબ્દાર્થ-શાસ્ત્રમાં જેનો ઉપાય દર્શાવેલો છે, અને તે શાસ્ત્ર કરતાં પણ જેનો વિષય, શક્તિના ઉદ્રકને લીધે-પ્રબલપણાને લીધે-પર છે, તે આ “સામર્થ્ય' નામનો ઉત્તમ યોગ છે.
(શાસ્ત્રોમાં મુક્તિના હેતુ રૂપ યોગાનુષ્ઠાન માટે જે ઉપાય કહ્યા છે. તેમને પૂર્ણ કરી તેથી આગળ જઈને આત્માના અપૂર્વભાવ રૂપ શક્તિના અતિશયપણાથી આત્મા ઉત્તમ સામર્મયોગ મેળવે છે.)
વિવેચન-શાસ્ત્રમાં યોગની સિદ્ધિ માટે જે જે ઉપાયો બતાવ્યા છે, તે તમામ ઉપાયોનો અનુભવપૂર્વક સાક્ષાત્કાર કરીને જેઓ ઘણા આગળ વધ્યા છે, તેઓનું જે ઉત્તમોત્તમ તત્ત્વ ધર્માનુષ્ઠાન તેને સમર્થ્યયોગ કહે છે. શક્તિના પ્રાબલ્યથી વિશેષ પ્રકારે શાસ્ત્રમાં આત્મકલ્યાણ માટે જે જે યોગના રસ્તાઓ દર્શાવ્યા છે. તેથી પણ અધિક કરવાનો વિષય આ યોગનો છે. આ યોગ વિલંબ વગર તરત જ પ્રધાનફલમોક્ષફલ મેળવી આપવામાં અસાધારણ કારણ છે. જ્યારે શાસ્ત્રયોગ, સામાન્યફલ આપી વિરમી જાય છે. ત્યારે, આ સામર્થ્યયોગ પ્રધાનફલ-મોક્ષ આપવામાં સમર્થ હોઈ તરત જ તે ફલ આપી વિરમે છે. આ વિષય આગળના વિવેચનથી એકદમ સ્પષ્ટ થશે !
હવે આના સમર્થન અર્થે જ કહે છેसिद्धयाख्यपदसम्प्राप्तिहेतुभेदा न तत्त्वतः । शास्त्रादेवावगम्यन्ते सर्वथैवेह योगिभिः ॥ ४ ॥ શબ્દાર્થ-મોક્ષના નામના પદની સંપ્રાપ્તિના વિશિષ્ટ કારણરૂપ સમ્યગ્દર્શનાદિને, તત્ત્વથી-પરમાર્થથી શાસ્ત્રધારા
ક
,
કરાતી અનુવાદ
, ભદ્રકશિ મ. સા.