________________
- લલિત વિસ્તા - આ રજવશુદ્ધ દલિત
વિષયનો ઉપક્રમ કરતાં શાસ્ત્રકાર કહે છે કે;
अन्ये त्वाहुः-'नमोऽस्त्वहद्भयः' इत्यनेन प्रार्थनावचसा तत्त्वतो. लोकोत्तरयानवतां तत्साधनं प्रथममिच्छायोगमाह, ततः शास्त्रसामर्थ्ययोगभावात्, सामर्थ्ययोगश्चानन्तर्येण महाफलहेतुरिति योगाचार्याः ।
ભાવાર્થ-વળી બીજાઓ કહે છે કે - 'અરિહંતોને નમસ્કાર થાઓ' આ વાક્યથી જે પ્રાર્થનાવચનનું નિરૂપણ કરેલ છે તે પ્રાર્થનાવચન, તત્ત્વથી, (પરમાર્થિક) લોકોત્તર (જૈન) માર્ગમાં ગમન-પ્રસ્થાન-કે કૂચ કરવાવાળાઓને સૌથી પ્રથમ, તે લોકોત્તર (આધ્યાત્મિક-જૈન) માર્ગનું સાધન ઈચ્છા યોગ છે. એમ સૂચન કે કથન કરે છે.
અહીં “નમસ્કાર થાઓ' એ પ્રાર્થનાવચન, ઈચ્છાયોગરૂપ છે એમ સમજવું. તેથી જ-ઈચ્છાયોગ પછીથી જ શાસ્ત્રયોગ અને પછી સામર્થ્યયોગ થતો હોઈ લોકોત્તરમાર્ગ પ્રસ્થાનનું પ્રથમ પગથીયું ઈચ્છાયોગ છે.
વળી મહાફલ (મોક્ષ) સિદ્ધિ-પ્રાપ્તિનો સાક્ષાત્ (અવ્યવહિત-અનંતર) હેતુ, સામર્થ્યયોગ છે એમ યોગાચાર્યો કહે છે. (અહીં પહેલાં “નમોડસ્કુણે અરિહંતાણં' એ પદથી ઈચ્છાયોગ દર્શાવેલ છે. આગળ પર “નમો જિણાણ” ઈત્યાદિ પદોથી શાસ્ત્રયોગનું તેમજ “વિ નમુશરો ઈત્યાદિ પદોથી સામર્મયોગનું પ્રતિપાદન કરશે એ યાદ રાખજો !)
હવે ઈચ્છાયોગ વિગેરે યોગોનું સ્વરૂપ-લક્ષણ આદિ જાણવા પ્રશ્ન કરે છે કે - अथ एते क इच्छायोगादयः ?
ભાવાર્થ-શંકા-જ્યારે લોકોત્તર માર્ગના સાધનરૂપ ઈચ્છાયોગ આદિ છે તો તે કઈ ચીજ છે ? તે ઈચ્છાયોગ આદિ યોગનું સ્વરૂપ લક્ષણ છે ? તેનો ખ્યાલ દોરો ! સ્વરૂપની રૂપરેખા આલેખો ! તે યોગોનો પરિચય કરાવો ! હવે જવાબ આપે છે કે -
उच्यते-अमी खलु न्यायतन्त्रसिद्धा इच्छादिप्रधानाः क्रियया विकलाविकलाधिकास्तत्त्वधर्मव्यापाराः,
ભાવાર્થ-સમાધાન-નિશ્ચયથી ચોક્કસ આ ઈચ્છાયોગ વિગેરે યોગો, યુક્તિરૂપી શાસ્ત્રથી સિદ્ધ છે-પ્રતિષ્ઠાને પામેલ છે. (સૂત્રથી શાસ્ત્રમાં કોઈપણ સ્થળ પર નહીં સાંભળેલ હોઈ કહ્યુ છે કે યુક્તિરૂપ શાસ્ત્રથી સિદ્ધ
વળી આગળ કહેવામાં આવનાર “આગમ અને ઉપપત્તિયુક્તિ, પ્રમાણરૂપ છે વિગેરે વિગેરે' એટલે ઉપપત્તિરૂપ યુક્તિ રૂપી શાસ્ત્રથી સિદ્ધ હોઈ આ યોગો પ્રમાણરૂપ છે.-પ્રમાણ સિદ્ધ છે.
૧ “નત્વેચ્છાપોતઃ' યો.દ.સ. ૧ મંગલાચરણમાં આચાર્ય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ કહે છે કે, “ઈચ્છાયોગથી મહાવીરદેવને નમસ્કાર કરીને યોગને હું કહીશ.” અહીં ઈચ્છાયોગથી મહાવીરદેવને નમસ્કાર કરેલ છે. શાસ્ત્રયોગ કે સામર્થ્યયોગથી નમસ્કાર નથી કરેલ. કારણ કે, શાસ્ત્રયોગથી તથા સામર્થ્યયોગથી (મારાથી) નમસ્કાર થઈ શકે નહિ. સર્વ જગ્યાએ ઉચિતતાને અનુસારે પ્રવૃત્તિ કરવી તે જ યોગ્ય છે. એ બીના આથી બતાવી. શાસ્ત્રયોગ તથા સામર્થ્યયોગ ઘણા ઉંચા દરજ્જાના છે તેથી આ યોગ વડે (મારાથી) નમસ્કાર બની શકે નહિ. માટે ઈચ્છાયોગથી નમસ્કાર કરેલ છે.
બાજરાતી અનુવાદક -
મકરસૂરિ મ.